________________
ભાષાંતર] સર્વજીવ પ્રદેશોમાં પૂર્ણતાની સમાનતા-દર્શન. [૨૭૯ જે ભાગ અગ્નિપણાને પામે છે તે બળ્યું કહેવાય તેથી તેને વિષે જે બળતું હોય તે અવશ્ય બળ્યું હોય છે અને બળ્યું છે તેમાં ભજના છે; કેમકે એમાં કેટલુંક દાહક્રિયારહિત હોય છે ને કેટલુંક દાહક્રિયાવાળું હોય છે, પછી (એ પ્રમાણે ઢંકની યોગ્ય યુક્તિઓ વડે બોધ પામેલી પ્રિયદર્શના અને બીજા સાધુઓએ કહ્યું) કહે આર્ય ઢંક ! અમે તમારું કથન અંગીકાર કરીએ છીએ. એમ કહીને પ્રિયદર્શના વગેરે જમાલિને એકલો જ મૂકીને સઘળા જિનેશ્વર પાસે ગયા. ૨૩૨૮ થી ૨૩૩૨.
ઈતિ બહુરતવાદી જમાલિ નામના નિતવનો વાદ સમાપ્ત થયો. હવે બીજા નિતવની વક્તવ્યતા સંબંધી કહે છે. (३४१) सोलस वासाणि तया जिणेण उप्पाडियस्स नाणस्स ।
નવપUસિરિટ્ટી તો રૂમપુરે સEMDUTT રરૂરૂરી (३४२) रायगीहे गुणसिलए वसु चोद्दसपुब्बि तीसगुत्तो य ।
आमलकप्पा नयरी मित्तसिरी कूर पिउडाई ॥२३३४॥ ભગવંત મહાવીરદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સોળ વર્ષે રાજગૃહ અથવા ઋષભપુર નગરમાં જીવ પ્રદેશીક દૃષ્ટિ ઉત્પન્ન થઈ, રાજગૃહનગરના ગુણશીલ ચૈત્યમાં આવેલા ચૌદ પૂર્વધર વસુ નામના આચાર્યના તિષ્યગુપ્ત નામના શિષ્યને આગળ કહેવાશે તેવો પૂર્વગત આલાપક ભણતાં મિથ્યાત્વના ઉદયથી વિપ્રતિપત્તિ થઈ. તેને આમલકલ્પા નગરીમાં મિત્રશ્રી નામના શ્રાવકે કુર, સિથ આદિના દાનવડે (અનાજના દાણા આપવા વડે) પ્રતિબોધ પમાડ્યો. ૨૩૩૩-૨૩૩૪.
ઉપરોક્ત અર્થને વિશેષ પ્રતિપાદન કરવાને જે રીતે તિષ્યગુખ નિલવ થયો તે સ્પષ્ટ કરવાને ભાષ્યકાર કહે છે.
आयप्पवायपुव् अहिज्जमाणस्स त्तीसगुत्तम्स । नयमयमयाणमाणस्स दिट्ठिमोहो समुप्पण्णो ॥२३३५।। एगादओ पएसा नो जीवो न य पएसहीणोवि ।
जं तो स जेण पुण्णो स एव जीवोऽतिमपएसो ।।२३३६॥ આત્મપ્રવાદ પૂર્વ ભણતા તિષ્યગુપ્તને નયનો અભિપ્રાય નહિ જાણવાથી દષ્ટિમોહ ઉત્પન્ન થયો. (તે આ પ્રમાણે) એકાદિ પ્રદેશ જીવ નહિ, (સર્વ પ્રદેશમાંથી) એક પ્રદેશહીન હોય તે પણ જીવ નહિ, તો પછી જે પ્રદેશ વડે જીવ પૂર્ણ કરાય છે, તે પ્રદેશ જ જીવ કહેવાય. ૨૩૩૫-૨૩૩૬.
આત્મપ્રવાદ નામનું પૂર્વ ભણતા તિષ્યગુપ્તને તેમાં આ પ્રમાણે એક આલાપક આવ્યો. “મેતે ! जीवपएसे जीवेत्ति वत्तव्वं सिया ? नो इणढे समटे । एवं दो, तिन्नि, जाव दस, संज्जा , असंखेज्जा भंते ! जीवपएसा जीवत्ति वत्तबं सिया ? नो इणटे समठे, एगपएसूणेवि जीवेण जीवेत्ति वत्तवं सिया । से केणं अटेणं ? । जम्हा णं कसिणे पडिपुन्ने लोगागासपएसतुल्ले जीवे जीवेत्ति वत्तव्बं सिया, જે તેvi ૩io ત ” હે ભગવંત! જીવના એક પ્રદેશને જીવ કહેવાય? ના, એ અર્થ યોગ્ય નથી. ત્યારે શું જીવના બે, ત્રણ, દશ, સંખ્યાતા, અસંખ્યાતા પ્રદેશને જીવ કહેવાય? ના, એ અર્થ પણ યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org