________________
૨૮૦]
કંઇક ન્યૂનમાં ઉપચારનો સદ્ભાવ.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
નથી; જીવના સર્વ પ્રદેશોમાંથી એક પ્રદેશ ન્યૂન હોય, તો પણ જીવ ન કહેવાય; કેમ કે સંપૂર્ણ લોકાકાશના પ્રદેશ જેટલા જીવના પ્રદેશ હોય, તો જ જીવ કહેવાય. આ આલાપક કોઈ એક નયની અપેક્ષાવાળો છે, પણ સર્વનયાત્મક નથી.’ આ પ્રમાણે આલાપકનો તાત્પર્યાર્થ ન જાણ્યાથી તિષ્યગુપ્તને મિથ્યાત્વના ઉદયથી દૃષ્ટિમોહ થયો. તે ઉપરોક્ત આલાપકથી એમ સમજવા લાગ્યો કે એક, બે આદિથી આરંભીને યાવત્ એક પ્રદેશ ન્યૂન હોય તો પણ જીવ ન કહેવાય, કેમકે તે આલાપકમાં તેનો નિષેધ કર્યો છે. માટે જે કોઈ છેલ્લા પ્રદેશ વડે જીવ પૂર્ણ કરાય છે, તે પ્રદેશ જ જીવ છે, તે સિવાયના સર્વ પ્રદેશે જીવ નથી, એમ એ આલાપકથી જ સિદ્ધ થાય છે. એ પ્રમાણે વિરુદ્ધ સ્વીકારવા લાગ્યો. ૨૩૩૫-૨૩૩૬.
એ પ્રમાણે એ વિપ્રતિપત્તિ પામ્યો, એટલે તેને બોધ પમાડવાને કૃપાળુ આચાર્ય કહેવા લાગ્યા કે - गुरुणाऽभिहिओ जड़ ते पढमपएसो न संमओ जीवो । तो तप्परिणामो च्चिय जीवो कहमंतिमपएसो ? || २३३७ ॥
अहव स जीवो किह नाइमोत्ति ? को वा विसेसहेऊ ते ? । अह पूरणोति बुद्धि एक्केक्को पूरणो तस्स ॥ २३३८|| एवं जीवबहुत्तं पड़जीवं सव्वहा व तदभावो । इच्छा विवज्जओ वा विसमत्तं सव्वसिद्धी वा ॥ २३३९।।
जं सव्वा न वीसुं सव्वेसुवि तं न रेणुतेल्लं व । સેસેતુ ગસંમૂળો નીવો વટ્ટમંતિમષડ્સે ? રરૂકની
આચાર્ય :- જો પ્રથમ પ્રદેશને તું જીવ નથી માનતો, તો પછી અન્ય પ્રદેશ પણ જીવ કેમ કહેવાય ? તે પણ બીજા પ્રદેશોના જેવા જ પરિણામવાળો છે. અથવા એ અન્ય પ્રદેશને તું જીવરૂપ માને છે, તો પ્રથમ પ્રદેશને કેમ માનતો નથી ? અથવા એમ માનવામાં ક્યો વિશેષ હેતુ છે ? અન્ય પ્રદેશથી જીવ પૂર્ણ થાય છે, અને એ એમાં વિશેષ હેતુ છે, એમ માનતો હોય તો બીજા દરેક પ્રદેશથી પણ જીવની પૂર્તિ થાય છે, અને એમ માનવાથી તો દરેક જીવમાં અનેક જીવની પ્રાપ્તિ થાય, અથવા સર્વથા જીવનો અભાવ થાય, આમ છતાં આગ્રહથી ઈચ્છા મુજબ એમ કહેતો હોય, તો એથી વિપરીત કેમ નથી કહેતો ? અથવા વિષમતાએ કેમ નથી કહેતો ? કેમકે સ્વેચ્છા મુજબ બોલવાથી સર્વપક્ષની સિદ્ધિ કરી શકાય છે. વળી રેતીના કણીયામાં તેલની જેમ જે દરેક જુદા જુદા અવયવોમાં હોતું નથી, તે સર્વ અવયવોમાં પણ હોતું નથી; તેવી રીતે શેષ પ્રદેશોમાં જીવ ન હોય, તો અન્ય પ્રદેશમાં કેવી રીતે હોય ? ૨૩૩૭ થી ૨૩૪૦.
Jain Education International
તિષ્યગુપ્ત ! જો જીવના પ્રથમ પ્રદેશને તું જીવ નથી માનતો તો તેના અન્ય પ્રદેશને જીવ કેવી રીતે કહે છે ? કારણ કે એ અન્ય પ્રદેશ પણ બીજા પ્રથમાદિ પ્રદેશોના જેવા જ પરિણામવાળો છે, એટલે તે પણ જીવ નહિ કહેવાય, વળી જેમ તું અન્ય પ્રદેશને જીવ માને છે, તેમ પ્રથમ પ્રદેશને પણ જીવરૂપ કેમ નથી માનતો ? કારણ કે એ આદ્યપ્રદેશ પણ અન્ય પ્રદેશની જેમ બીજા પ્રદેશોના જેવા જ પરિણામવાળો છે. અથવા એ ઉભયમાં પ્રદેશપણું સમાન છતાં, અન્ય પ્રદેશ
For Private & Personal Use Only
www.jainelibrary.org