________________
ભાષાંતર] પરિષી કાળનું સ્વરૂપ.
[૨૦૩ દિવસે છ મુહૂર્ત વધે છે અને એ જ પ્રમાણે રાત્રિમાં દરરોજ હાનિ થતાં સર્વથી જઘન્ય રાત્રિએ છ મુહૂર્ત ઘટે છે.
દક્ષિણાયનમાં એથી વિપરીત થાય છે, એટલે કે રાત્રિમાં છ મુહૂર્ત વધે છે, અને દિવસમાં છ મુહૂર્ત ઘટે છે. આ પ્રમાણે થવાથી છ છ મહીને દિવસ અને રાત્રિના યથાયોગ્ય છ છ મુહૂર્ત વધે છે અને ઘટે છે, તે વૃદ્ધિહાનિનું કારણ એ છે કે એક મહીને એક મુહૂર્તની વૃદ્ધિ અને હાનિ થાય છે. પરંતુ સૂર્ય સંવત્સરમાં ત્રણસોને છાસઠ દિવસે એક વર્ષ થાય છે, અને તેથી એકસો વ્યાસી દિવસે એક અયન થાય છે. તેથી સાડાત્રીસ દિવસે એક માસ થાય છે. ' હવે દર મહિને જે એક મુહૂર્ત વધે છે, તેને સાડાત્રીસ દિવસોએ વહેંચીએ તો એક મુહૂર્તની બે ઘટિકા થાય, તે એક ઘટિકાના એકસઠ ભાગ કલ્પીએ. એ પ્રમાણે ભાગ કલ્પતાં બે ઘટિકાના એકસોબાવીસ ભાગ થાય અને સાડાત્રીસ દિવસના મહિનામાં રાત્રિ-દિવસ સંબંધી દરેક પોરિષીના પણ એકસોબાવીસ ભાગ થાય.
એ એકસોબાવીસ ભાગે મુહૂર્તગત બે ઘટિકાના એકસો બાવીસ ભાગને વહેંચતાં મુહૂર્તનો એકસોબાવીસમો એક ભાગ આવે. એવો એક ભાગ દરરોજ દિવસ અને રાત્રિ સંબંધી પરિષીમાં યથાયોગ્ય વધે છે અને ઘટે છે. અથવા આ વૃદ્ધિનહાનિ સમજવાની બીજી રીત પણ છે.
જેમકે-ઉત્કૃષ્ટ પરિષી નવ ઘટિકા પ્રમાણ છે, અને જઘન્ય પોરિષી છ ઘટિકા પ્રમાણ છે. આ બેની વચ્ચે ત્રણ ઘટિકાનું અંતર છે, તે ત્રણ ઘટિકાને એક અયનના એકસોચ્યાસી દિવસની સાથે ભાગ કરતાં જે આવે તેટલી દરરોજ વૃદ્ધિનહાનિ જાણવી. મતલબ કે એકસોચ્યાસી દિવસે પોરિષીની ત્રણ ઘટિકા વધે છે, અથવા ઘટે છે. તદનુસાર ત્રણ ઘટિકાનાં એકસોચ્યાસી ભાગ કરીએ, એટલે એક ઘટિકાના એકસઠ ભાગ કરતાં ત્રણ ઘટિકાનાં એકસોચ્યાસી ભાગ થાય, એવો એક ઘટિકાનો એકસઠમો ભાગ દરરોજ પોરિષીમાં વધે છે અથવા ઘટે છે. આ ભાગ પણ એક મુહૂર્તના એકસોબાવીસમા ભાગ જેટલો જ છે. માત્ર રીતમાં ર છે. ૨૦૭૦-૨૦૭૧-૨૦૭૨.
હવે વર્ણકાળનું સ્વરૂપ કહે છે. (२८२) पंचण्हं वण्णाणं जो खलु वन्नेण कालओ वण्णो ।
सो होइ वण्णकालो वणिज्जइ जो व जं कालं ॥२०७३।७३१।
पज्जायकालभेओ वण्णो कालो त्ति वण्णकालोऽयं ।
नणु एस नामउ च्चिय कालो नानियमतो तस्स ॥२०७४॥ પાંચ વર્ણોમાંથી જે વર્ષે (રંગે) શ્યામ હોય, તે વર્ણકાળ કહેવાય અથવા જેનું જે વખતે વર્ણન કરાય તે પણ વર્ણકાળ કહેવાય. જે પર્યાયકાળના ભેદથી શ્યામવર્ણ હોય, તે વર્ણકાળ કહેવાય છે. આને નામથી કાળવર્ણ કહેવાય છે, તો તેને નામકાળ કેમ ન કહેવાય ? ઉત્તર - તે નામનો કોઈ નિયમ નથી માટે. ૨૦૭૩-૨૦૭૪.
આ પ્રમાણેનું પ્રમાણ હાલમાં આ ક્ષેત્રમાં જણાતું નથી, તેથી આ નિયમ ક્ષેત્ર વિશેષ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org