________________
२६४] સમવતાર દ્વાર.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (३१७) जो गुज्जगेहिं वालो निमंतिओ भोअणेण वासंते ।
.. निच्छंसु विणीअविणओ ते वयररिसिं नमसामि ॥७६५॥ (३१८) उज्जेणीए जो जंभगेहिं आलविखऊण थअमहिओ।
अक्खीणमहाणसिअं सीहगिरिपसंसिअं वंदे ॥७६६।। તુંબવન ગામમાંથી નીકળી પિતા (ધનગિરિ મુનિ) પાસે રહેલા, જીવનિકાયમાં પ્રયત્નવાન, માતાસહિત છ મહિનાના, શ્રી વજસ્વામીજીને હું વંદન કરું છું. ૭૬૪.
- જેને વરસાદ વરસતે છતે દેવોએ ભોજનની નિમંત્રણા કરી તે નિમંત્રણાનો અનાદર કરનાર વિનયયુક્ત શ્રીવજસ્વામીજીને હું નમસ્કાર કરું છું. ૭૬૫.
ઉજ્જયિની નગરીમાં તિર્યગુર્જુભકદેવોએ પરીક્ષા કરીને જેમની સ્તુતિ પૂજા કરી એવા અક્ષણ મહાનસી લબ્ધિવાન અને આર્ય સિંહગિરિજીથી પ્રશંસાને પામેલા તેમને હું વંદન કરું છું. ૭૬૬. (३१९) अपुहुत्ते अणिओगो चत्तारि दुवार भासए एगो ।
पुहुताणुओगकरणे ते अत्थ तओवि वोच्छिन्ना ॥२२८६॥७७३॥ किं वइरेहिं पुहुत्तं कयमह तदणंतरेहिं भणियम्मि ।
तदणंतरेहिं तदभिहियगहियसुत्तत्थसारेहिं ॥२२८७।। આર્ય વજાચાર્ય પર્યત અપૃથગુભાવમાં સૂત્રવ્યાખ્યારૂપ અનુયોગ કરતાં દરેક સૂત્રે ચરણકરણાદિ ચારે અનુયોગ કરતા હતા પણ અનુયોગ પૃથક કરવામાં આવે, તો તે ચારે અનુયોગ તેમનાથી પણ વ્યવછિન્ન થાય, તેથી તે પછી ચાર અનુયોગમાંથી કોઈ પણ એક અનુયોગ દરેક સૂત્રે કરવાનો નિયમ છે, પણ ચારે કરાતા નથી. એ પૃથકપણું આર્યવજાચાર્યું કર્યું કે તેમના પછી આર્યરક્ષિતસૂરિએ કર્યું એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે આર્ય વજાચાર્યે કહેલ સૂત્રાર્થ ગ્રહણ કરનાર એવા આર્યરક્ષિતસૂરિએ તેમના પછી અનુયોગ પૃથક કર્યા. રર૮૬-૨૨૮૭. (३२०) जस्स अणुन्नाए वायगत्तणेण दसपुरम्मि नयरम्मि ।
देवेहिं कया महिमा पयाणुसरं नमंसामि ॥७६७॥ (३२१) जो कन्नाइ धणेण य निमंतिओ जुब्बगम्मि गिहवइणा ।
नयरम्मि कुसुमनामें तं वइररिसिं नमसामि ॥७६८॥ (३२२) जेणुद्धरिआ विज्जा आगासगमा महापरिन्नाओ ।
वंदामि अज्जवहरं अपच्छिमो जो सुअधराणं ॥७६९॥ (३२३) भणइ य आहिंडिज्जा जंबुदीव इमाइ ज्जाएवि ।
गंतुं च माणुसनगं विज्जाए एस मे विसओ ॥७७०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org