________________
ભાષાંતર ] દસમા ગણધરનો વાદ.
[૧૫૭ (१८४) छिन्नम्मि संसयंमिं जिणेण जर-मरणविप्पमुक्केणं ।
सो समणो पब्वइओ तिहिं सह खण्डियसएहिं ॥१९७१॥६३७॥ ઘટરૂપ ચેતનાનો નાશ, પટરૂપ ચેતનાનો ઉદ્ભવ અને ચેતના સંતાન વડે અવસ્થાન પણ સાથે જ હોય છે; એ જ પ્રમાણે પરલોકમાં ગયેલા જીવોને મનુષ્યરૂપ આ લોકનો નાશ, દેવાદિ પરલોકનો ઉત્પાદ અને જીવપણે અવસ્થાન એ સર્વ એકી સાથે જણાય છે. એ જીવત્વ અવસ્થામાં આ ભવ ન કહેવાય અને પરભવ પણ ન કહેવાય. - જે વસ્તુ સર્વથા અવિદ્યમાન હોય, તેની ઉત્પત્તિ નથી થતી, અને જો તેની ઉત્પત્તિ માનીએ તો ગધેડાના શીંગડાની પણ ઉત્પત્તિ માનવી જોઈએ, વળી વિદ્યમાન વસ્તુનો સર્વથા વિનાશ પણ નથી થતો, કેમકે એથી સર્વનાશનો પ્રસંગ પ્રાપ્ત થાય. માટે અવસ્થિત વસ્તુનો જ કોઈ ધર્મવડે ઉત્પાદ થાય છે, પણ પદાર્થનો સર્વથા ઉચ્છેદ તો માનવો યોગ્ય નથી, કેમકે એથી વ્યવહારનો પણ નાશ થાય. વળી જો પરલોક ન હોય, તો સ્વર્ગની ઈચ્છાવાળાને અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન કરવાનું જે કહ્યું છે તે, અને લોકમાં દાનાદિનું ફળ કહ્યું છે તે સર્વ અસંગત થાય. એ પ્રમાણે જરા અને મરણથી મુક્ત થયેલા શ્રી જિનેશ્વરે તેના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા લીધી. ૧૯૬૬ થી ૧૯૭૧.
ભદ્ર ! ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાળો આત્મા હોવાથી જ તેને પરલોક સંભવે છે; જેમકે-ઘટ સંબંધી વિજ્ઞાન તે ઘટચેતના અને પટ સંબંધી વિજ્ઞાન તે પટચેતના કહેવાય છે.
જ્યારે જીવને ઘટનું જ્ઞાન થયા પછી અનંતર પટનું જ્ઞાન થાય છે, તે વખતે તેનો ઘટચેતનારૂપે વિનાશ, પટચેતનારૂપે ઉત્પાદ, અને અનાદિ કાળથી પ્રવૃત્ત ચેતનારૂપ સંતાનપણે અવસ્થાન હોય છે, આ જ પ્રમાણે આ ભવમાં રહેલા જીવના પણ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એવા ત્રણ સ્વભાવ સમજવા, તથા પરલોકમાં ગયેલા જીવોના પણ એ જ ત્રણ સ્વભાવ હોય છે; જેમકે-જ્યારે મનુષ્ય મરણ પામીને દેવલોકાદિમાં ઉત્પન્ન થાય છે, તે વખતે તેના મનુષ્યરૂપ આ લોકનો વિનાશ, દેવાદિ પરલોકનો ઉત્પાદ અને જીવપ્રણે અવસ્થાન હોય છે, કેવળ જીવત્વ અવસ્થામાં આલોક ન કહેવાય, તેમ દેવાદિ પરલોક પણ ન કહેવાય, પરંતુ પર્યાયની વિવક્ષા રહિત કેવળ જીવ દ્રવ્ય જ કહેવાય. આ પ્રમાણે જીવનો ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વરૂપ સ્વભાવ હોવાથી, તેને પરલોકનો અભાવ નથી.
વળી જે વસ્તુ એકાંતે અવિદ્યમાન હોય, તેની ઉત્પત્તિ જ ન થાય, અને જો અવિદ્યમાન વસ્તુની પણ ઉત્પત્તિ માનવામાં આવે, તો ગધેડાના શીંગડાની પણ ઉત્પત્તિ થવી જોઈએ, પરંતુ એમ કંઈ થતું નથી; માટે કોઈ પણ રૂપે વિદ્યમાન વસ્તુ હોય, તેની જ ઉત્પત્તિ થાય છે. તથા વિદ્યમાન વસ્તુનો સર્વથા વિનાશ પણ નથી થતો, કેમકે જો સર્વથા વિનાશ થતો હોય તો નારકી તિર્યંચ વિગેરે સર્વનો સર્વથા નાશ થઈ જાય.
માટે અવસ્થિત એવા જીવાદિનો મનુષ્યાદિ કોઈ કોઈ ધર્મ વડે વિનાશ, અને દેવાદિ અન્ય ધર્મ વડે ઉત્પાદ થાય છે, પરંતુ સર્વથા વિનાશ નથી થતો, કેમકે એમ થવાથી સર્વ વ્યવહારનો ઉચ્છેદ થાય જેમકે એક રાજકુમારીને રમવાના સુવર્ણકળશને ભાંગીને તેનો રાજકુમારને રમવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org