________________
ભાષાંતર] નવમા ગણધરનો વાદ.
[૧૪૯ શુભવર્ણાદિગુણવાળું અને શુભવિપાકવાળું જે કર્મ હોય, તે પુન્ય કહેવાય છે, તથા એથી વિપરીત હોય તે પાપ કહેવાય છે; આ બન્ને પ્રકારનું કર્મ અતિસ્થૂલ તેમજ અતિ સૂક્ષ્મ પણ ન હોય. જેમ તેલ આદિથી માલીસ કરાયેલો પુરૂષ રજ ગ્રહણ કરે છે, તેમ રાગાદિ યુક્ત જીવ એક પ્રદેશમાં એટલે પોતાના આત્માની અવગાહનવાળા પ્રદેશમાં રહેલું કર્મયોગ્ય જે પુગલદ્રવ્ય તેને પોતાના સર્વ આત્મ પ્રદેશોવડે ગ્રહણ કરે છે. ૧૯૪૦-૧૯૪૧.
વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ લક્ષણોવાળા ગુણો જેના શુભ હોય, તથા વિપાક પણ જેનો શુભ હોય, તે પુન્ય કહેવાય છે; એથી વિપરીત એટલે જેના વર્ણાદિ ગુણો તથા વિપાક અશુભ હોય તે પાપ કહેવાય છે.
આ ઉભય પ્રકારનું કર્મ મેરૂઆદિની જેમ સ્થૂલ નથી હોતું, તેમ જ સૂક્ષ્મ કર્મ વણા દ્રવ્યથી નિષ્પન્ન હોઈને પરમાણુ આદિની જેમ અતિ સૂક્ષ્મ પણ નથી હોતું. આવા પ્રકારનું પુન્ય-પાપાત્મક દ્રવ્ય, કર્મ યોગ્ય કાર્મણવર્ગણાની અંતર્ગત છે, તેને જીવ ગ્રહણ કરે છે, પણ પરમાણુ આદિ અથવા ઔદારિક વર્ગણાદિગત, જે કર્મને અયોગ્ય દ્રવ્યો છે, તેને નથી ગ્રહણ કરતો; તે કર્મ દ્રવ્યોમાંથી પણ એક ક્ષેત્રાવગાહને જ ગ્રહણ કરે છે. પોતાના અવગાઢ પ્રદેશથી ભિન્ન પ્રદેશાવગાઢ (ભિન્ન પ્રદેશમાં રહેલાં) ને નથી ગ્રહણ કરતો.
આ સાથે એ પણ સમજવું કે જે દ્રવ્યને જીવ ગ્રહણ કરે છે, તે દ્રવ્યને રાગદ્વેષાદિયુક્ત જીવ પોતાના સર્વ પ્રદેશો વડે ગ્રહણ કરે છે, પણ હેતુ સિવાય અથવા કેટલાક પ્રદેશોથી જ ગ્રહણ કરતો નથી. આમાં જે જીવ ઉપશમ શ્રેણિથી પડેલો હોય, તેને મોહનીયાદિ કર્મના બંધની આદિ હોય છે, અને જેણે શ્રેણિ પ્રાપ્ત ન કરી હોય તેવા જીવને તો તે મોહાદિનો અનાદિ બંધ હોય છે. ૧૯૪૦-૧૯૪૧. વર્ણાદિ શુભાશુભ ગુણવાળાં કર્મ કેમ હોઈ શકે? તેનો ઉત્તર.
अविसिट्ठपोग्गलघणे लोए थूलतणुकम्मपविभागो। जुज्जेज्ज, गहणकाले सुभा-सुभविवेयणं कत्तो ? ॥१९४२॥ अविसिटुं चिय तं सो परिणामा-ऽऽसयभावओ खिप्पं ।
कुरुए सुभमसुभं वा गहणे जीवो जहाहारं ॥१९४३।। અવિશિષ્ટ પુદ્ગલોથી વ્યાપ્ત એવા આ લોકમાં સ્કૂલ અને સૂક્ષ્મ કર્મનો વિભાગ ઘટી શકે; પરંતુ ગ્રહણકાલે તેનાં શુભાશુભનું વિવેચન કેવી રીતે ઘટે ?
| (ઉત્તર) અવિશિષ્ટ છતાં પણ જીવ તે કર્મને ગ્રહણ કરતી વખતે આહારના પરિણામની જેમ આશ્રયના સ્વભાવથી એકદમ શુભ અથવા અશુભ કરી નાંખે છે. ૧૯૪૨-૧૯૪૩.
અચલજાતા - દરેક આકાશ પ્રદેશમાં શુભાશુભ આદિ ભેદરહિત અનંતાનંત પુગલો વડે નિરંતર વ્યાપ્ત એવો આ લોક છે, તેમાંથી કર્મ પુદ્ગલો ગ્રહણ કરતી વખતે જીવને સ્થૂલ અને સૂક્ષ્મ કર્મનો વિભાગ ઘટી શકે, અને તેથી અતિ બાદર નહિ અને અતિ સૂક્ષ્મ પણ નહિ એવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org