Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૧૫] હવે કતૃત્વ શું છે તે આપણે વિચારીએ. કર્તુત્વ બે પ્રકારનું છે(૧) સંક૯પ માત્રથી અને (૨) કરણ (કરવા) થી. આમાં કરણની અપેક્ષાએ (ઘટ કાર્યમાં) કર્તાપણું કુલાલ (કુંભકાર) આદિનું છે. સંકલ્પ પણ બે પ્રકાર છે – (૧) મને વ્યાપારરૂપ અને (૨) સંનિધિરૂ૫.
આમાં મનોવ્યાપાર દ્વારા કર્તાપણું બ્રહ્મા આદિનું છે. જ્યારે સંનિધિમાત્ર વડે કર્તાપણું જિનનામામંત્રનું છે. જિનનામ મંત્રનું કર્તાપણું વિકૃતિના હેતુભૂત બાહ્યકરણની અપેક્ષાએ નથી, કારણ કે તેઓ (જિનભગવંતે) નિર્મલ છે અને કરણ આદિ રૂપ ઉપાધિથી રહિત છે. લોકમાં વિકારીપણું ઉપાધિવાળાઓમાં જ જણાય છે. તેથી કર્તાપણુ વડે (કર્તા હેવા છતાં) અવિકારી હોવું વિરુદ્ધ નથી.
પ્રસ્તુત સ્તવમાં ઉપાધિ રહિત અને અશેષ તાદશ જિન શક્તિના પ્રવર્તક નામ-મંત્ર રૂપ પાર્થ શબ્દબ્રહ્મને કવ શક્તિ માટે સાન્નિધ્ય શબ્દ વડે (એટલે પ્રથમ વારં વડે) પ્રયોગ થયો છે, આ પ્રકારે જ માનવું પડશે. તે નામમંત્રના યથાવિધિ પ્રયોગનું જ નિગ્રહ અને અનુગ્રહના કૃત્યોમાં (સાન્નિધ્યથી) કર્તાપણું છે–જેમ સૂર્યનું કમલમાં વિકાસરૂપે, ઉત્પલમાં મુકુલીભાવરૂપે, નવનીતમાં દ્રવીકરણરૂપે અને પંકમાં શેષણરૂપે કર્તાપણું છે. એટલે કે સૂર્યને ઉદય થવા માત્રથી (તેનું સાન્નિધ્ય થવાથી) કમલે વિકસે છે, ઉત્પલો (રાત્રિમાં ખીલે તેવા કમલ) બીડાઈ જાય છે, માખણ (સૂર્યના કિરણોમાં તડકે મુકવાથી) પીગળી જાય છે અને કાદવને તડકે લાગવાથી તે શેષાય છે. આ સઘળું સૂર્યના કેવળ સાન્નિ યથી થાય છે.
કવિશ્રી ધનંજય તેમના વિષાપહાર પતેત્રમાં આ જ વસ્તુને જુદી રીતે દર્શાવે છે, તે આ પ્રમાણે –
* દિગમ્બર મતના કવિશ્રી ધનંજયનું વિષાપહાર સ્તોત્ર’ જે ચાલીસ ગાથાનું છે તેમાંથી આ વિષયમાં ઉપયોગી થાય તેવા સારભૂત કે અહીં અનુવાદ સાથે આપવામાં આવે છે
उपैति भक्त्या सुमुखः सुखानि त्वयि स्वभावाद्विमुखश्च दुःखम् ।
सदावदातद्युतिरेकरूपस्तयोस्त्वमादर्श इवावभासि ॥ ७ ॥ પરમાત્માની સન્મુખ રહીને જે કઈ તેની ઉપાસના કરે તો તે સુખને અવશ્ય પ્રાપ્ત કરે છે. પણ જે પરમાત્માની વિમુખ રહે તે નિઃસંદેહ તે દુ:ખને પામે છે. આ એક રવાભાવિક સ્થિતિ છે. દર્પણમાં જે જેવી રીતે મુખ રાખીને જુએ એવી રીતે તેને દેખાય છે. તે સીધું મુખ રાખે તો તેને સીધું દેખાય અને આડું મુખ રાખીને જુએ તો તેને આડું દેખાય છે. પરમાત્મા પણ દર્પણ જેવા છે. તેથી તેમાં રાગદ્વેષની કલ્પના કરવી તે બિલકુલ નિરાધાર છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org