Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૧૩] ચમક પાષાણ જિમ લેહને ખીંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગે.
ઋષભદેવ રતવન (ગુજર સાહિત્ય સંગ્રહ) ભા. ૧, પૃ. ૧૪૬ આવી રીતે અનેક મુનિપુંગવોએ અનેક સ્થળોએ જુદા જુદા પ્રકારે ભક્તિનું માહાન્ય ગાયું છે, વર્ણવ્યું છે અને તેના મુક્ત કંઠે વખાણ પણ કર્યા છે. આમ હોવા છતાં વસ્તુનું (ભક્તિનું સ્વરૂપ યોગ્ય પ્રકારે સમજાયું નથી. તેથી ઉપર્યુક્ત રૂઢ માન્યતા અવિચલ રહે છે, તેમ જ જિનભક્તોમાં જે “તું” વર્ગ છે તેના હૃદયમાં રૂઢ માન્યતાએ જે ડેરા તંબૂ નાંખ્યા છે તે ઉઠાવાતા જ નથી.* તદુપરાંત ખેદની વાત તો એ છે કે આ માન્યતા ભક્તોના કેવળ જંતુવર્ગ પૂરતી જ સીમિત નથી. આ કારણે ભાગવતી ભક્તિ પરમ આનંદ અને સંપદાનું બીજ છે અને મુક્તિ શ્રી માટે તે એક લોહચુંબકનું કાર્ય કરે છે. આવી અનુત્તર અને અસાધારણ શક્તિ ધરાવતી હોવા છતાં તે વિષે જે ઉત્કૃષ્ટ અને અનન્ય આદરભાવ હવે જોઈએ તે હજી દશ્યમાન થતું નથી.
આવી રૂઢ માન્યતાવાળો મત નિશ્ચય નયને છે. જ્યારે વ્યવહાર નયના મતે ભક્તિનો વિષય વીતરાગ ભગવાન બને છે. તેથી તેઓ જ પાપને હરે છે.” “દુઃખને હરે છે.” વગેરે જે વચન-પ્રવેગો થાય છે તે યથાર્થ છે.
જૈનશાસન નિશ્ચય અને વ્યવહાર-ઉભય નયને યથાસ્થાને પ્રધાનતા આપે છે. એકની મુખ્યતામાં બીજાની ગણતા હોય છે. પરંતુ સર્વથા અભાવ હેતે નથી.
આ વિચારણું તાવિક છે અને તે જે જિનભક્તોના જતુવ (બાલ જીવો) સુધી બુદ્ધિગમ્ય થાય તેવી ભાષામાં પહોંચાડવામાં આવે તે ભક્તિનો માર્ગ વ્યવસ્થિત થાય અને તે માટેની શ્રદ્ધા ભક્તજનમાં સુખ કે દુઃખના સમયે સકુરે અને ટકે પણ ખરી.
દેશકાલને વિચાર કરીને આચાર્ય ભગવંતે એ ભદ્ર, કલ્યાણ અને મંગલ કરે તેવો ભક્તિનો પ્રભાવ સહુ કોઈને સમજાય તેવી ભાષામાં પણ ઉતાર્યો છે. તેને પુનરુદ્ધાર કર. વાની દષ્ટિએ આ સ્વાધ્યાયશ્રેણિનું આલંબન લેવાયું છે.
આ સંગોમાં રહસ્યમય રતોત્રની આજુબાજુ ગૂંથાયેલા અનુગ્રહ અને નિગ્રહ કરે તેવા ચમત્કારનું તથ્ય કેટલું છે અને તેનું કારણ શું છે તે આપણે વિચારીએ.
ઉવસગહરં સૂત્ર ઉપર જે ટીકાગ્રંથ ઉપલબ્ધ થાય છે, તે શાસ્ત્ર અને સાહિત્યની દષ્ટિએ અનેક કોયડાઓને આપણને ઉકેલ આપે છે. પરંતુ મંત્રગની દષ્ટિએ ઉકેલ કરે અને તેના વિજ્ઞાનની સમજ આપે તે કોઈ પણ આકર ગ્રંથ હજી સુધી પ્રાપ્ત થયો નથી કે જેથી તે અંગેની જોઈતી માહિતી પૂરી પડે. તેથી જે જટિલ પ્રશ્નો ઉપસ્થિત
* મહુડી જેવા સ્થળો હજી વિદ્યમાન છે અને તેની ખ્યાતિમાં વધારો થતો રહે છે. તે જ આ વસ્તુને-૨ઢ માન્યતાને સગેટ પૂરા છે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org