Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રા-કથન ઉવસગ્ગહરં તેત્રને ગૂઢ અને રહસ્યમય માનવામાં આવે છે. તેની આસપાસ અનેક ચમત્કારી વાતે, જે કેવળ અટલ શ્રદ્ધાથી માની શકાય એવી ગૂંથાયેલી માલુમ પડે છે.
/ વસ્તુતઃ સમગ્ર સ્તોત્ર ભક્તિયોગા અને મંત્રોગકનો સુમેળ પૂરો પાડે છે. આવા ભક્તિગને જૈન પરિભાષામાં સમ્યગદર્શન અથવા સમ્યક્ત્વ કહેવામાં આવે છે.
સમ્યગદર્શન એટલે આધ્યાત્મિક વિવેક. જૈનદર્શનમાં છવ-અજીવ આદિને વિવેક છે. આવા વિવેકને ઉદય તે જ સમ્યગદર્શન કહેવાય છે.
જૈન પરંપરામાં મોક્ષના ઉપાય તરીકે જ્ઞાનમાર્ગનું પ્રાધાન્ય ફલિત થાય છે. ઈશ્વર માટે પ્રપત્તિ જેવી અનન્ય શરણાગતિની ઉત્કટ કેટિની ભક્તિ તેને ભ્રષ્ટા કે ન્યાયદાતા રૂપે સ્વીકાર્યા સિવાય સહજભાવે નથી હદયમાં સ્કુટ થતી કે નથી ટકી શકતી. તેથી એવી એક રૂઢ માન્યતા થઈ ગઈ છે કે “અરિહંતદેવ સવથા વીતરાગ હાઈ કોઈના ઉપર અનુગ્રહ કે નિગ્રહ કરતા જ નથી. ? પ્રસ્તુત રૂઢ માન્યતાનું અસ્તિત્વ કાયમ રહેતું હોવા છતાં મહાન જ્યોતિર્ધરોએ અવારનવાર ભક્તિને સુખસંપન્કરી અને શ્રેયસ્કરી કહીને બીરદાવી છે અને તેને એવી રીતે નિર્દિષ્ટ કરી છે કે તેને નિઃશ્રેયસ્ માટે માર્ગ બીજા બધા કરતાં ટૂંકે હેય અને સઘઃ પ્રત્યકારી પણ હેય.
ત્રણસે જેટલા વર્ષો પહેલાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “સમકિતના ૬૭ બલની સજઝાય” નામના ગ્રંથમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે –
જિનભગતે જે નવિ થયું રે, તે બીજાથી કેમ થાય ?
એવું જે મુખ ભાખીએ રે, તેની વચનશુદ્ધિ કહેવાય છે.” આવા ટંકશાળી વચનો પ્રાપ્ત થતાં હોવા છતાં જિનભક્તને જ્યારે દુખના વસમા દિવસે આવી પડે છે ત્યારે તેને મનુષ્યસ્વભાવની સહજ નિર્બળતા ઘેરી વળે છે. તે પોતાના હિત માટે કેઈ ઋણા અથવા ન્યાયદાતાની શક્તિની મદદ માટે વલખાં મારે છે,
* ભક્તિયોગ-ઈષ્ટ દેવને નિશ્ચિતરૂપે પ્રાપ્ત કરવા માટે અને તેના સ્વરૂપને હૃદયંગમ કરવા માટે તત્વદર્શી ઋષિમુનિઓએ અનેક માર્ગોને નિર્દેશ કર્યો છે. સર્વ સાધનાનું અંતિમ ફળ ભક્તિ છે. માટે તે સૌથી શ્રેષ્ઠ છે.
૪ મત્રોગ-શબ્દમય મંત્ર અને તેના અર્થના અવલંબનથી જે ભાવમય સાધના કરાય છે તે મંત્રગ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org