Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
બે બેલ શ્રી “ઉવસગહરં” સ્તોત્ર શ્રી જૈનશાસનમાં મહાપ્રભાવક ગણાય છે. શાંતિનાત્રાદિ મહાપૂજાએ તથા પ્રભુપ્રતિષ્ઠાદિ મહાપ્રસંગોએ “નવસ્મરણ તરીકે જે મહામંગલિક તેત્રે ત્રિકાળ ભણવામાં આવે છે, તેમાં શ્રી ઉવસગ્ગહરે તેત્રની ગણના મુખ્ય છે. પ્રથમ શ્રી નવકાર મહામંત્ર, પછી શ્રી ઉવસગહરં સ્તોત્ર, પછી શ્રી સંતિક સ્તોત્ર એ રીતે નવસ્મરણેને ક્રમ છે. જેના કર્તા અંતિમ શ્રુતકેવલી, ચૌદપૂર્વધર, સ્થવિર, આર્ય ભદ્રબાહુ સ્વામી છે તે ઉવસગ્ગહરં સ્તુત્રને શ્રી નમસ્કાર મહામંત્ર પછી બીજું મહત્વનું સ્થાન પ્રાપ્ત થયેલું છે તેની પાછળ અનેક કારણે છે. તેમાં મુખ્ય કારણ તેના રચનારા ચૌદ પૂર્વધર શ્રુતકેવલી ભગવંત છે. વળી તે સ્તંત્ર અનેક મંત્ર-યંત્રોથી ભરપૂર છે, સર્વ પ્રકારનાં ઉપદ્રવને નાશ કરનારું છે તથા જન્માંતરમાં પણ બોધિરત્નને પ્રાપ્ત કરાવનારું છે. વિશેષમાં તે સ્તુત્ર શ્રી નમસ્કાર મહામંત્રના બીજથી વાસિત છે. શ્રી ઉવ. સગ્ગહરં રસ્તાત્રની પાંચ ગાથાના આદિ પદોના આદિ અક્ષરે અનુક્રમે ઉપાધ્યાય, સાધુ, આચાર્ય, અરિહંત અને સિદ્ધપદના વાચક છે. તે અક્ષર અનુક્રમે “વ” “વિર’ ‘વિ' સુ” અને “ફ” છે, એમ શ્રી જિનપ્રભસૂરિજીએ સ્વરચિત “અર્થક૯પલતા' નામની આ તેત્રની ટીકામાં સ્પષ્ટ કરેલ છે. આ ગ્રંથના પૃષ્ઠ ૬૮ ઉપર તેનું વિસ્તારથી વર્ણન કરેલું છે. તે જેવાથી શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની પ્રભાવકતાની પાછળ રહેલ શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનાં સામર્થ્યને પણ સ્પષ્ટ ખ્યાલ આવે છે.
અચિત્ય પ્રભાવસંપન્ન જેટલા મંત્રો અને સ્તોત્રો છે, તે બધામાં બીજરૂપે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે અને તેમનાં ગુણેની છાયા એક યા બીજારૂપે રહેલી હોય છે. આ વસ્તુના બેધથી શ્રી નમસ્કાર મહામંત્ર ઉપર પણ અદ્વિતીય અને અનુપમ ભક્તિભાવ
પિદા થાય છે.
શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી આજ સુધી બહાર પડેલ સાહિત્યમાં શ્રી નમસ્કાર સ્વાધ્યાય (સંસ્કૃત-પ્રાકૃત વિભાગ) “લોગસ સૂત્ર સ્વાધ્યાય વગેરેની જેમ આ “શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય નામને આકર ગ્રંથ પણ જિજ્ઞાસુઓને પરમ આશીર્વાદરૂપ નિવડવા સંભવ છે.
આ ગ્રંથમાં ઉવસગ્ગહરે તેત્ર સંબંધી વર્તમાનમાં મળતું શકય સઘળું સાહિત્ય મંત્રો, યંત્રો અને ચિત્રો સાથે સુંદર સંપાદન સહિત સંગ્રહી લેવામાં આવ્યું છે.
શ્રી ઉવસગ્ગહરં એક પ્રભાવક તેત્ર છે. તેની સાથે પરમમંત્ર પણ છે અને શ્રી નમસ્કાર મહામંત્રની જેમ તેનું પણ આજે શ્રી ચતુર્વિધ સંઘમાં નિત્ય નિયમિત પઠન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org