Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૧૨] તેવે વખતે જિનભક્તિનો ધોરી માર્ગ છોડીને તે અન્ય દેવ દેવીઓની અનેક પ્રકારની બાધા-આખડી રાખે છે અને ભૂવા-જોગીઓ પાસે જંતર-મંતર કે દોરા-ધાગા માટે ભટક્યા કરે છે.
લગભગ ૧૭૦૦ વર્ષ પહેલાં આ વસ્તુ તેના પૂર્ણ સ્વરૂપમાં આચાર્ય શ્રી માનદેવસૂરિને સ્પષ્ટ થઈ હતી, તેથી તેમની શાંતિસ્તવ (લઘુશાંતિ) નામની કૃતિમાં તેમણે જિનભક્તોને ત્રણ વર્ગમાં વિભક્ત કર્યા છે. તે આ પ્રમાણે
૧ ભવ્ય વગે. જે મુમુક્ષુ છે અને જે સુખમાં કે દુઃખમાં ભક્તિના તાત્વિક ધેરી માર્ગ ઉપર જ સ્થિર રહે છે.
૨ “સર્વ વર્ગ. (સત્ત્વશાળી વગર) જે ભય અને વ્યાધિથી વ્યગ્ર થાય છે અને તે અભય અને સ્વસ્તિ આદિ પ્રદાનથી ભક્તિના માર્ગમાં સ્થિર થઈ જાય છે.
૩ “જંતુ વર્ગ. (બાલ જીવો) જેને કાંઈ અશુભ થતાં ઘતિ ગુમાવી બેસે છે અને જેને શુભ પ્રદાન માટે મદદની કાયમ જરૂર રહે છે. - આ ત્રણે વર્ગમાં ત્રીજો વર્ગ જે જંતુ ભક્તો અથવા બાલ જીવે છે તેની સંખ્યા અતિ વિશાળ છે.
સમયે સમયે આચાર્ય ભગવંતેએ તેમની (જિનભક્તોની) પ્રતિકૂળતાના શમન માટે ભદ્ર, કલ્યાણ અને મંગલને માર્ગ દર્શાવ્યા કર્યો છે. આવા માર્ગ માટે ભક્તિગ અને મંત્રયોગના સમન્વયવાળી વિશિષ્ટ પ્રકારની ત્રણ પ્રથા પ્રચલિત છે જે પ્રસ્તુત કથનમાં હવે પછી દર્શાવવામાં આવશે.
અહીં આપણે એક સિદ્ધાંત સમજી લેવું જોઈએ કે શ્રી જિનની આરાધનાથી અથવા વિરાધનાથી જે જે શુભ અથવા અશુભ ફળ પ્રાપ્ત થાય તે સર્વેત્કૃષ્ટ હોય છે.
આ સિદ્ધાંત મધ્યવર્તી રાખીને યુગ યુગના ધર્માચાર્યોએ દુઃખ, દર્દ, આધિ, વ્યાધિ અને ઉપાધિ વગેરેના વિનાશ માટે ભક્તિમાગ જ દર્શાવ્યા છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ તેમની બે કૃતિ “જિન મહત્વ દ્રાવિંશિકા અને શ્રી ઋષભદેવ સ્તવન” માં ભક્તિ વિષે જે નિર્દિષ્ટ કર્યું છે તે અનુક્રમે આ પ્રમાણે છે –
सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् ॥ १ ॥
મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબળ પ્રતિબંધ લાગે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org