________________
ઉપાશકદશાંગ સાનુવાદ | ૮ |
બધા અંગુછાને ત્યાગ કરું છું. ત્યાર પછી દન્ત પવન-દાતણની વિધિનું પ્રત્યાખ્યાન કરે છે. એક લીલા યષ્ટિમધુજેઠીમધના દાતણ સિવાય બાકીના દાતણને ત્યાગ કરું છું. ત્યાર બાદ ફળવિધિનું પરિમાણ કરે છે. એક ક્ષીરામલકમધુર આમળાના ફળ સિવાય બાકીના ફળાને ત્યાગ કરું છું. ત્યાર પછી અત્યંગવિધિનું પરિમાણુ કરે છે. શતપાક અને સહસ્ત્રપાક તૈલ સિવાય બાકીના અભંગ વિધિનો ત્યાગ કરું છું. ત્યાર બાદ ઉદ્વર્તનાવિધિનું પરિમાણુ કરે છે. એક સુગંધી ગધચૂર્ણ સિવાય બાકીના ઉદ્વર્તનાવિધિને ત્યાગ કરું છું. ત્યાર પછી મજજન-સ્નાનની વિધિનું પરિમાણ કરે છે, આઠ ઔષ્ટ્રિક ઘડા પાણી સિવાય વધારે પાણી વડે સ્નાન કરવાનો ત્યાગ કરું છું. ત્યાર બાદ વસ્ત્રની વિધિનું પરિમાણ કરે છે. એક ક્ષીમયુગલ (બે સુતરાઉ વસ્ત્રો) સિવાય બાકીના વસ્ત્રોનો ત્યાગ કરું છું. ત્યાર પછી વિલેપન
RxWHERE
ચાર ગેકુળ સિવાય બીજા ચતુષ્પદોનો ત્યાગ કરે છે. ક્ષેત્રવતુ વિધિને પરિમાણમાં બેત્તવલ્થ ક્ષેત્રરુપ વસ્તુ તે ક્ષેત્રવસ્તુ, બીજા ગ્રન્થોમાં ક્ષેત્ર અને વાસ્તુ-ઘર એવી વ્યાખ્યા કરેલી છે. તેમાં ‘નિયgણસઈ એણુ” નિવર્તન-દેશ વિશેષમાં પ્રસિદ્ધ એક જાતનું ભૂમિનું પરિમાણ છે. “નિવર્તનશત કર્ષણીયં યસ્ય અસ્તિ નિવર્તનશતિક –સો નિવર્તન જમીન ખેડવા યોગ્ય જેને છે એવું એક હળ, એવા પાંચસે હળ વડે ખેડવા યોગ્ય ભૂમિ સિવાય બાકીની ભૂમિનું પ્રત્યાખ્યાન કરે છે. ૨ શકટવિધિના પરિમાણમાં “દિસાયાત્ત એહિ” દિગ્યાત્રા-દેશાન્તરગમન પ્રયોજન જેનું છે તે દિગ્યાત્રિકદેશાન્તરમાં ગમન કરવા યોગ્ય પાંચસો શકટ, તે સિવાયના બીજા શકને તથા “સંવાહણિઓહિ” સંવાહન-વહેવું,
૧. ઉટના જેવી લાંબી ડોકવાળા ઘડાને ઓષ્ટ્રિક ધડા કહેવાતા હોય તેમ સંભવે છે.