Book Title: Upasakdashang Sutram
Author(s): Arunvijay Maharaj
Publisher: Mahavir Jain Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 261
________________ રુપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મ અંગીકાર કરીશ. (ભગવંતે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમને સુખ થાય તેમ કરે, પરંતુ પ્રતિબંધ ન કરે. ત્યાર પછી તે અગ્નિમિત્રા ભાર્યા શ્રમણ ભગવાન મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સતત શિક્ષા વ્રત રૂ૫ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકારે છે. સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન અને નમસ્કાર કરીને તેજ ધાર્મિક પ્રવર યાન (થ) ઉપર ચઢે છે, ચઢીને જે દિશાથી આવી હતી તે દિશા તરફ જાય છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર અન્ય કઇ દિવસે પલાસપુર નગરથી અને સહઆમ્રવન ઉદ્યાનથી નીકળે છે અને નીકળીને બહારના દેશમાં વિહરે છે. ૧૨, ત્યાર પછી સાલપુત્ર શ્રમણોપાસક થયો અને જેણે જીવાજીવ તત્ત્વ જાણેલા છે એ યાવત વિહરે છે. ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલક આ વાતને જાણી “એ પ્રમાણે ખરેખર સટ્ટાલપુત્રે આજીવિકસમયનો ત્યાગ કરીને શ્રમણ નિર્ચન્થની દૃષ્ટિ અંગીકાર કરી છે, તે હું જવું અને આજીવિકપાસક સદાલપુત્રને શ્રમણ નિચેની દષ્ટિનો ત્યાગ કરાવી ફરીથી આજીવિકની દષ્ટિ ગ્રહણ કરાવું” એમ વિચારે છે. એમ વિચારી આજીવિકના સંઘસહિત જ્યાં પલાસપુર નગર છે અને જ્યાં આજીવિકસભા છે ત્યાં આવે છે. ત્યાં આવીને આજીવિકસભામાં ભંડ-પાત્રાદિ ઉપકરણ મૂકે છે. મૂકીને કેટલાક આજીવિકે સાથે જ્યાં સદાલપુત્ર શ્રમણોપાસક છે ત્યાં આવે છે. તે વારે સટ્ટાલપુત્ર શ્રમણપાસક મંખલિપુત્ર ગોશાલને આવતો જુએ છે આવતો જોઈને તેને આદર કરતો નથી, તેને જાણતા નથી, આદર ૭ સાલપુત્ર નહિ કરતો અને નહિ જાણતો તે મૂંગો ઊભા રહે છે. IX અધ્યયન ૧૩. ત્યાર બાદ શ્રમણોપાસક સદાલપુત્ર વડે નહિ આદર કરાયેલા, નહિ જાણેલા અને પીઠ, ફલક, શય્યા અને I ! ૧૨૭ XXXXXXXXXXXXXXX

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288