________________
ઉપાશકશાંગ સાનુવાદ ૫ ૧૪૮ ।
*********************
૯ નન્દિનીપિતા અધ્યયન.
૯. નવમા અધ્યયનના ઉપાદ્ઘાત કહેવે!. હે જમ્મૂ ! તેં કાલે અને તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. કાઇક ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતા, તે શ્રાવસ્તી નગરીશ્રાં નન્દિની પિતા નામે ગૃહપતિ રહેતા હતા. તે આઢય-ધનવાન હતા. તેને ચાર હિરણ્યકોટિ નિધાનમાં, ચાર હિરણ્યકેાટિ વ્યાજે અને ચાર હિરણ્યકેટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રાકાયેલી હતી. દસ હજાર ગાયાનુ એક નજ એવા ચાર વ્રજો તેને હતા. તેને અશ્વિની નામે સ્ત્રી હતી. મહાવીર સ્વામી સૌંસર્યા. આનન્દ શ્રાવકની પેઠે તેણે તેમજ ગૃહસ્થ ધર્મના સ્વીકાર કર્યાં. મહાવીર સ્વામી મહારના દેશોમાં વિચરવા લાગ્યા. તે પછી તે નન્દિનીપિતા શ્રાવક થયા અને યાવત્ (જીવ અવાદિ તત્ત્વને જાણતા) વિહરે છે. તે પછી તે નન્દિનીપિતા શ્રમણેાપાસકને ઘણા શીલવ્રતા, (ગુણત્રતા વગેરેથી આત્માને ભાવિત કરતા ચૌદ વરસ વ્યતીત થયા. તેમજ તે જયેષ્ઠ પુત્રને સ્થાપન કરે છે અને ધર્મપ્રજ્ઞપ્તિના સ્વીકાર કરીને વિહરે છે. વીશ વરસ સુધી શ્રાવકપણાના પર્યાય પાળે છે, ભેદ એ છે કે તે અરુણુગવ વિમાનમાં ઉત્પન્ન થયા, અને પછી તે મહાવિદેહ ક્ષેત્રમાં માહ્ને જશે. અહી નિક્ષેપ કહેવા.
ઉપાસકદશાના નવમા અધ્યયનને અનુવાદ સમાપ્ત,