Book Title: Upasakdashang Sutram
Author(s): Arunvijay Maharaj
Publisher: Mahavir Jain Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 280
________________ ઉપાશકદશાંગ સાનુવાદ . || ૧૪૬ / **** ત્યાંથી નીકળે છે. નીકળીને રાજગૃહનગરમાં મધ્યભાગમાં થઈને પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને જ્યાં મહાશતક શ્રમણપાસકનું ઘર છે અને જ્યાં મહાશતક શ્રમણોપાસક છે ત્યાં આવે છે. ત્યારે તે મહાશતક શ્રમણોપાસક ભગવાન ગૌતમને આવતા જુએ છે. જેઈને પ્રસન્ન અને સંતુષ્ટ હૃદયવાળે તે ભગવંત ગૌતમને વંદન નમસ્કાર કરે છે. ત્યાર પછી ભગવાન ગૌતમે પ્રહાશતક શ્રમણ પ્રાસકને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! શ્રમણભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે, ભાવે છે, જાવે છે અને પ્રરુપે છે– દેવાનુપ્રિય ! સૌથી છેલ્લી મારણતિક સંલેખના વડે ક્ષીણ થયું છે શરીર જેનું એવા શ્રમણોપાસકને સત્ય ક્તાં અનિષ્ટ ઉત્તર વડે કહેવું યોગ્ય નથી. હે દેવાનુપ્રિય ! તે રેવતી ગૃહપત્નીને સદ્દભૂત છતાં અપ્રિય ઉત્તર વડે કહ્યું છે, તે હે દેવાનુપ્રિય ! તું એ સ્થાનની આલોચના કર, યાવત્ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર. તે પછી તે મહાશતક શ્રમણોપાસક ભગવંત ગૌતમના એ અર્થને ‘તહત્તિ’ કહી વિનય વડે સ્વીકારીને તે સ્થાનની આલેચના કરે છે, યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તને સ્વીકારે છે. ત્યાર બાદ ભગવાન ગૌતમ મહાશતક શ્રમણોપાસકની પાસેથી નીકળે છે, નીકળીને રાજગૃહ નગરના મધ્ય ભાગમાં જાય છે. જઈને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવે છે. **** ** સદૂરુપ છતાં “અનિષ્ટ” નહિ વાંછેલ, “અકાન્ત” સ્વરુપ વડે અનિચ્છનીય, “અપ્રિયઃ” અપ્રીતિકારક, “અમને” મન વડે ન જણાય, કહેવાને પણ ન ઈરછાય તેવા, “અમન આપે ” મનને વિચાર વડે પણ ન પ્રાપ્ત થાય તે, જેને કહેવામાં અને વિચારમાં મન ઉત્સાહિત ન થાય એવા વ્યાકરણ -વચન વિશેષ વડે ઉત્તર આપ યોગ્ય નથી. સાતમા ઉપાસકદશાના આઠમા અધ્યયનને અનુવાદ સમાપ્ત.

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288