________________
+++
++++++
+
૮. મહાશતક અધ્યયન ૧. આઠમાં અધ્યયનનો ઉતક્ષેપ-ઉપદૂધાત કહે. હે જબ્બ ! એ પ્રમાણે ખરેખર તે કાળે અને તે સમયે રાજગૃહ નગર હતું. ગુણશીલ ચિત્ય હતું. શ્રેણિક રાજા હતા. તે રાજગૃહ નગરમાં મહાશતક નામે ગૃહપતિ રહે હતો. તે આઢય-ધનવાન અને (સમર્થ) આનન્દના જેવો હતો. પરંતુ તેણે કાંસ્ય' સહિત આઠ હિરણ્યકોટી નિધાનમાં મૂકેલ, કાંસ્ય સહિત આઠ હિરણ્યકોટી વૃદ્ધિમાં–વ્યાજે મૂકેલ અને કાંસ્યસહિત આઠ હિરણ્યકેટી ધનધાન્યાદિના વિસ્તારમાં (વ્યવહારમાં) રેકેલી હતી. તે મહાશતકને રેવતી પ્રમુખ તેર સ્ત્રીઓ હતી. તે અહીન-પરિપૂર્ણ અંગવાળી અને સુંદર રુપવાળી હતી. તે મહાશતકની ભાર્યા રેવતીને કુલઘર-પિતાના ઘરથી આવેલ આઠ હિરણ્યકોટી, અને દસ હજાર ગાયનું એક વ્રજ એવાં આઠ બજે હતાં. બાકીની બાર સ્ત્રીઓને પિતાના પિતાના ઘરથી આવેલ એક એક હિરણ્યકોટી અને દસ હજાર ગાયનું એક વ્રજ એવું એક એક જ હતું.
૨. તે કાળે તે સમયે મહાવીર સ્વામી સમસર્યા. પરિષદ્ વાંદવાને નીકળી. આનન્દની જેમ (મહાશતક) વંદન કરવાને નીકળે છે અને તેમજ શ્રાવક ધર્મ અંગીકાર કરે છે. પરંતુ કાંસ્ય સહિત આઠ હિરણયકેટી અને આઠ વ્રજના પરિમાણને ઉચ્ચાર કરે છે. તથા રેવતીપ્રમુખ તેર ભાર્યા સિવાય અવશેષ મૈથુન વિધિનો ત્યાગ કરે છે.
૧. જેમાં બે દ્રોણી વજન સમાય એવું એક જાતનું માપ. એક દ્રોણીમાં ૧૨૮ શેર સમાય છે. એટલે ૨૫૬ શેર વજન માય તેવું એક જાતનું કાંસ્ય નામનું માપ.
* મહાશતક * અધ્યયન * ૧૩૭ માં