________________
#
ઉપાશકદશાંગ સાનુવાદ / ૯૨ છે
####
#
૮. “હે કામદેવ !” એમ કહી શ્રમણ ભગવંત મહાવીરે કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું- હે કામદેવ ! ખરેખર મધ્યરાત્રિના સમયે તારી પાસે કોઈ એક દેવ પ્રગટ થયા હતા. તે પછી તે દેવે એક મોટું પિશાચનું રુપ વિકુવ્યું. વિમુવીને ગુસ્સે થયેલા તેણે એક મોટી કાળા કમળના જેવી તલવાર ગ્રહણ કરી તને આ પ્રમાણે કહ્યું- હે કામદેવ ! તું યાવતુ જીવિતથી મુક્ત થઈશ તે દેવે તેને એ પ્રમાણે કહ્યું એટલે તું નિર્ભય રહ્યો. એમ વર્ણન રહિત ત્રણે ઉપસર્ગો તેમ જ ફરીથી કહેવા યાવત દેવ પાછો ગયો. હે કામદેવ ! આ અર્થ સમર્થ—યથાર્થ છે ? હા, છે. શ્રમણ અંગીકાર કરે છે અને કેટલાએક પાંચ અણુવ્રત અને સાત શિક્ષા વત્ત રૂપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને પ્રાપ્ત થાય છે. બાકીની પરિષદ શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરી આ પ્રમાણે કહે છે- હે ભગવન્ ! આપે નિર્ગસ્થ પ્રવચન સારી રીતે કહ્યું છે, ભેદ બતાવવા વડે સારી રીતે પ્રરૂપ્યું છે, વચનની સ્પષ્ટતાથી સારી રીતે ભાખ્યું છે. શિષ્યને વિષે વિનિયોગ કરવાથી વ્યવસ્થિત કહેલું છે, તત્ત્વના કહેવાથી સારી રીતે ભાખ્યું છે, હે ભગવન્ ! નિગ્રંથ પ્રવચન અનુત્તર-જેનાથી બીજું કઈ શ્રેષ્ઠ નથી એવું છે. તે ધર્મને કહેતા તમે ઉપશમને કહે છે, ઉપશમ-ક્રોધાદિને નિગ્રહ કરવો. ઉપશમને કહેતા વિવેકને કહો છો, વિવેકબા પરિગ્રહનો ત્યાગ. વિવેકને કહેતા વિરમણને કહો છો, વિરમણ-પ્રાણાતિપાતાદિથી મનની નિવૃત્તિ, વિરમણને કહેતા પાપ કર્મને નહિ કરવાનું કહે છે. અર્થાત્ ઉપશમાદિ રૂપ ધર્મને કહો છો એ તાત્પર્ય છે. બીજા કેઈ શ્રમણ અથવા બ્રાહ્મણ નથી, જે આવા પ્રકારના ધર્મને કહેવાને સમર્થ હોય, તે પછી આથી ઉત્તમ ધર્મ કહેવાને માટે શું કહેવું. એ પ્રમાણે વંદન કરીને પરિષદુ જે દિશા તરફથી આવી હતી તે દિશા તરફ ગઈ.
##
##
#
#