________________
ઉપાસકદશાંગ સાનુવાદ ને ૯૦ છે.
છેતરવાની બુદ્ધિ, ઉકંચન-ભેળા માણસને છેતરવામાં પ્રવૃત્ત થયેલાએ પાસે રહેલા ચતુર પુરુષને ખબર ન પડે તેવી રીતે ક્ષણવાર પ્રવૃત્તિ ન કરવી, વચન-છેતરવું. મનુષ્યોમાં પ્રકૃતિના ભદ્રપણથી, વિનીતપણાથી, દયાથી, અને અમાસર્ય–અદેખાઈ રહિતપણાથી ઉપજે છે. પ્રકૃતિની ભદ્રતા-સ્વભાવથી જ બીજાને સંતાપ ન કરે. દેવોમાં સરાગ સંયમથી, દેશ વિરતિથી, અકામનિર્જરાથી, અને બાલત૫ વડે ઉપજે છે. એ પ્રમાણે નારકત્વાદિના કારણોને ઉપદેશ કરે છે. જે પ્રકારે નરકમાં જવાય છે, જે નરકે છે અને નરકમાં જે વેદના છે (તેને કહે છે) અને તિર્યંચનિમાં શારીરિક અને માનસિક દુઃખોને કહે છે (૧) વ્યાધિ, જરા મરણ અને વેદના વડે પ્રચુર-વ્યાપ્ત તથા અનિત્ય એવા મનુષ્યપણાને કહે છે. દે, દેવલોક, અને દેવોને વિશે દેના સુખે કહે છે. (૨) નરક, તિર્યંચ, મનુષ્યભાવ, દેવક, સિદ્ધિ, સિદ્ધિસ્થાન અને છ છવનિકાયને કહે છે. (૩). જે પ્રકારે છ બંધાય છે મૂકાય છે, કલેશ પામે છે અને પ્રતિબંધ વિનાના જેમ દેખોને અન્ત કરે છે તે કહે છે. (૪) જે પ્રકારે આર્ત અને આર્તચિત્તવાળા છ દુખસાગરને પ્રાપ્ત થાય છે અને જે પ્રકારે વૈરાગ્યને પ્રાપ્ત થયેલા કર્મ રૂપી સમુદ્ગકપેટીને ઉઘાડે છે, આતં-શરીરથી દુઃખી થયેલા, આર્તચિત્ત વાળા-શેકાદિથી પીડિત થયેલા, અથવા આર્તધ્યાનથી પીડિત થયેલા મનવાળા જાણવા. (૫). જે પ્રકારે રાગથી (અને દ્વેષથી) કરેલાં કર્મને ફલવિપાક પ્રાપ્ત થાય છે અને જે પ્રકારે ક્ષીણ કરેલાં છેકર્મ જેણે એવા સિદ્ધ સિદ્ધાલયને પ્રાપ્ત થાય છે તે કહે છે. (૬).
હવે આચરણ કરવા યોગ્યનું આચરણ રૂપ ધર્મ બતાવે છે તે ધર્મ બે પ્રકારનો છે કે ધર્મ વડે સિદ્ધો સિદ્ધાલયને | પ્રાપ્ત કરે છે. તે આ પ્રમાણે-આગારધર્મ અને અનગારધર્મ. અનગાર ધર્મ સર્વથા સર્વ ધન ધાન્યાદિ પ્રકારને આશ્રયી સર્વ
#KARJAKKARBHAI