________________
RAX
ત્યાર પછી ચુલની પિતા શ્રમણોપાસક ભદ્રા સાર્થવાહી માતાના એ અર્થને “તહત્તિ કહી વિનય વડે સ્વીકારે છે. સ્વીકારીને તે સ્થાનની આલોચના કરે છે યાવતું પ્રાયશ્ચિતને સ્વીકારે છે.
૮. ત્યાર પછી ચુલની િપતા શ્રમણોપાસક પ્રથમ ઉપાસક પ્રતિમાને સ્વીકારી વિહરે છે, પ્રથમ ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર સૂત્ર–પ્રમાણે આનન્દ શ્રાવકની જેમ આરાધે છે યાવત્ અગીયારે પ્રતિમાનું આરાધન કરે છે. - ત્યાર બાદ ચુલની િપતા શ્રમણોપાસક તે ઉઢાર તપ વડે કૃશ થયા અને (કાળ કરી) કામદેવની જેમ યાવતુ સૌધર્મ દેવલોકમાં સૌધર્માવતસંક વિમાનની ઉત્તરપૂર્વ દિશાએ અરુણપ્રભ નામના વિમાનને વિશે દેવપણે ઉત્પન્ન થર્યો. ત્યાં ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. યાવતું તે મહાવિદેહ ક્ષેત્રને વિશે સિદ્ધ થશે. નિક્ષેપ કહેવો.
સાતમા ઉપાસકદશાંગના ત્રીજા અધ્યયનને અનુવાદ સમાપ્ત ૭. “ભગવએ” ભગ્નવ્રત:- ભંગ કર્યો છે વતન જેણે એ, કારણ કે સ્થૂલ પ્રાણાતિપાતની વિરતિનો ભાવથી તેણે ભંગ કર્યો છે, કેમકે ક્રોધ વડે તેને નાશ કરવા માટે તે દોડ્યો છે, અને તેથી અપરાધી છતાં પણ તે વ્રતને વિષય છે. “ભગ્નનિયમ” જેણે નિયમનો ભંગ કર્યો છે એ, કારણ કે કેપના ઉદય વડે ઉત્તર ગુણ રુ૫ ક્રોધના
૧ સામાન્યતઃ શ્રાવકને સ્કૂલપ્રાણાતિપાતની વિરતિનો વિષય અપરાધી પ્રાણી નથી, પરંતુ તેણે પિષધ વ્રત ગ્રહણ કરેલું હોવાથી અપરાધી છતાં તેની વિરતિનો વિષય થાય છે, અથવા કોપ વડે તેનો નાશ કરવાનો અભિપ્રાય હોવાથી ભાવથી તેણે પ્રાણાતિપાતનો વિરતિનો ભંગ કર્યો છે.
xxwwwwww
* ૩ ચલની* પિતા * અધ્યયન મા ૧૦૧