________________
ઉપાશક
દશાંગ
સાનુવાદ. છે ૧૧૪
XXX
દેવે તારી નામમુદ્રા અને ઉત્તરીય લઈ લીધું ઈત્યાદિ યાવત તે પાછો ગયો. હે કુંડકલિક ! ખરેખર આ અર્થ સત્ય છે? હા, છે. તો કુંડકલિક ! તું ધન્ય છો, વગેરે કામદેવની પેઠે કહેવું. “હે આર્યો એમ સંબધી શ્રમણ ભગવંત મહાવીરે નિર્ચા અને નિગ્રંથીઓને આ પ્રમાણે કહ્યું –હે આર્યો! જે ગૃહસ્થાવાસમાં રહેતા ગૃહસ્થો અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને ઉત્તર વડે અન્યતીર્થિકોને નિરૂત્તર કરે છે તો તે આર્યો ! દ્વાદશાંગ ગણિપિટકનું અધ્યયન કરતા એવા શ્રમણ નિર્ચાએ અર્થ વડે યાવત્ અન્યતીર્થિકને નિરુત્તર નિરાસ કરવો શક્ય છે. ત્યાર પછી શ્રમણ નિર્ચ અને નિગ્રંથીઓ શ્રમણ ભગવંત મહાવીરના એ અર્થને “તહત્તિ કહી વિનય વડે સ્વીકારે છે. ત્યાર બાદ કંડકલિક શ્રમણોપાસક શ્રમણ ભગવંત મહાવીરને વન્દન અને નમસ્કાર કરે છે. વન્દન અને નમસ્કાર કરી, પ્રશ્નો પૂછે છે, પૂછીને અને ગ્રહણ કરે છે, અર્થ ગ્રહણ કરીને જે દિશાથી આવ્યો હતે તે દિશા તરફ ગયો. પછી મહાવીરસ્વામી બહારના દેશોમાં વિહાર કરે છે.
ત્યાર બાદ તે કુંડ કોલિક શ્રમણ પાસકને ઘણુ શીલ-ત્રતાદિ વડે યાવત્ આમાને ભાવિત કરતા ચૌદ વર્ષ વ્યતીત થયા અને પંદરમા વર્ષની વચ્ચે વર્તતા તેને અન્ય દિવસે (કદાચિત્ મધ્ય રાત્રિના સમયે ધર્મજાગરણ કરતાં આવા પ્રકારનો સંક૯પ થયે-ઈત્યાદિ) કામદેવની પેઠે તે પ્રમાણે જ્યેષ્ઠ પુત્રને સ્થાપીને અને તેમજ પિષધશાલામાં યાવદૃ ધર્મ પ્રજ્ઞપ્તિને સ્વીકાર કરીને વિહરે છે. એમ અગિયાર ઉપાસક પ્રતિમાઓ તેમજ પાળીને યાવત સૌધર્મ દેવલકમાં અરૂણ ધ્વજ વિમાનને વિશે ઉત્પન્ન થયો યાવતું પછી (મહાવિદેહમાં) કર્મોને અન્ત કરશે અહીં નિક્ષેપ કહે.
સાતમા ઉપાસકદશાના છઠ્ઠા અધ્યયનને અનુવાદ સમાપ્ત