________________
*
I
ઉપાશક- * દશાંગ સાનુવાદ | ૮૬ *
****
|
**
અપરિમિત બળ-શારીરિક સામર્થ્ય, વીર્ય-જીવસામર્થ્ય, તેજ-પ્રકાશ, માહાભ્ય-મહાનુભાવપણું અને કાંતિરમ્યતા વડે યુક્ત, “સાયનવહથણિયંદુંદુભિસરે’ શરદ કાળના નવીન મેઘના સ્વનિત-શબ્દની પેઠે મધુર શબ્દ જે છે અને દુંદુભિના જે રવર જેનો છે એવા, “ઉરે વિથડાએ છાતીમાં વિશાલ, (આ પદોને સરસ્વતીની સાથે સંબન્ધ છે) કારણ કે તેમની છાતી વિસ્તીર્ણ છે, “કંઠે પવદિયાએ કંઠને વિશે ગોળાકાર, કારણ કે ગળાનું છિદ્ર વર્તુળાકાર છે. સિરે સંકિરૂણાએ’ મસ્તકને વિશે સંકીર્ણ થતી, કારણ કે શરીરના વિસ્તાર મસ્તક વડે સાંકડો થાય છે, “અગરલાએ સ્પષ્ટ વણવાળી, “અમખ્ખણાએ વરચે અટકથા સિવાય અખલિત બેલાતી. “સવફખરસન્નિવાઈયાએ સર્વે અક્ષરના સંયોગવાળી, ‘પુણરત્તાએ પરિપૂર્ણ મધુર, “સવભાષાણુ ગામિણીએ” સર્વ ભાષારૂપે પરિણમનસ્વભાવવાળી, “સરસ્સઈ એ’ સરસ્વતી-વાણીવડે જોયણુનીહરિણા સરેણુ” જનગામી શબ્દ વડે “અદ્ધમાગહાએ ભાસાએ ભાસઈ અરહા ધર્મ પરિકહેઈ' અર્ધ માગધી ભાષા, કે જેમાં “ર” ને લ અને “સ” ને શ થાય છે ઈત્યાદિ માગધી ભાષાનું લક્ષણ સંપૂર્ણ નથી, તે માગધી ભાષા વડે “અરહા-અહન-પૂજાને યોગ્ય અથવા અરહસ્ય–જેને કાંઈ પણ રહસ્ય-છાનું નથી, કારણ કે તે સર્વજ્ઞ છે, એવા ભગવાન્ શ્રદ્ધા કરવા યોગ્ય, જાણુવા અને આચરવા યોગ્ય વસ્તુને વિશે શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણરૂપ ધર્મને “પરિકથયતિ' સમસ્તપણે, સમગ્ર વિશેષને કથન કરવાપૂર્વક કહે છે. તથા “સલૅસિં આરિચમારિયાણું અગિલાએ ધમ્મમાઈક્રખઈ' કેવળ ઋષિપરિષદાદિને ધર્મ કહે છે એમ નહિ, પરંતુ જે વંદનાદિ માટે આવેલા તે બધા આર્ય–આર્યદેશમાં ઉત્પન્ન થયેલા અને અનાર્ય-શ્લેચ્છાને અગ્લાનિ-ખેદ પામ્યા સિવાય ધર્મ કહે છે.
*
*
***