________________
પદ)
મિથુન કાર્યની અપેક્ષાએ યોનિ અથવા પુરુષચિહ્ન, તેથી ભિન્ન અનંગ-સ્તન, કાખ, સાથળ, મુખ વગેરે, તેને વિશે કીડા કરવી પિતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રીને વિશે મૈથુનને ત્યાગ કરી અનુરાગથી આલિંગનાદિ કરનારને પ્ર-ની મલીનતા થાય છે માટે તે અતિચારરુપ છે. ૪ “પરવિવાડકરણે પિતાના તથા પિતાની સંતતિ સિવાય બીજાના વિવાહ
પર
બીજા આચાર્યા અન્ય પ્રકારે અતિચારોને વિચાર કરે છે–પરસ્ત્રીત્યાગીને પંચ અતિચાર અને રવદાર સંતોષીને ત્રણ અતિચાર હોય છે, કારણ કે કોઈ એ ભાડું વગેરે આપીને રાખેલી વેશ્યાની સાથે મૈથુન સેવનાર પરરીત્યાગીને વ્રતનો ભંગ થાય છે, કારણ કે તે થોડા કાળ સુધી પરસ્ત્રી તરીકે પ્રસિદ્ધ નથી માટે ભંગ થતો નથી તેથી ભંગ અને અભંગરૂપ અતિચાર છે. અપરિગ્રહીતા-અનાથ કુલાંગના સાથે મિથુનસેવી પરસ્ત્રીત્યાગીને તે પણ અતિચાર છે, કારણ કે તે બીજા ધણીના અભાવે પરસ્ત્રી નથી, માટે ભંગ થતો નથી અને લોકમાં પરસ્ત્રી તરીકે પ્રસિદ્ધ છે માટે વતન ભંગ થાય છે માટે ભંગ અને અભંગરુપ અતિચાર છે સ્વદારસંતોષીને તો પૂર્વોક્ત બે અતિચાર વતભંગ રૂપ છે, બાકીના ત્રણ અતિચાર સ્વદારસંતોષી અને પરરત્રીત્યાગી બન્નેને હોય છે. સ્ત્રીને સ્વપુરુષસંતોષ અને પરપુરુષત્યાગમાં ભેદ નથી, કારણ કે સ્વપુરુષ સિવાય બીજા પરપુરુષ છે. પરવિવાહકરણાદિ ત્રણ અતિચારો સ્ત્રીને સ્વદારસંતેષીની પેઠે પોતાના પુરુષ સંબંધે હોય છે, સ્ત્રીને પ્રથમ અતિચારે જ્યારે પિતાને પતિ વારાના દિવસે સાક્ષીએ પરિગૃહીત-ગ્રહણ કરે છે ત્યારે પિતાની સપક્ષીના વારાનો ભંગ કરી પતિની સાથે ઉપભોગ કરનારી સ્ત્રીને હોય છે. બીજો અતિચાર પરપુરુષ પાસે જતી સ્ત્રીને અતિક્રમાદિ વડે હોય છે. જુઓ યોગશાસ્ત્ર પ્રકાશ ૩ લે. ૧૪ ટકા.
* ૧ અને ૨
અધ્યયન | ૨૧ ||