________________
ઉપાશકદશાંગ સાનુવાદ | ૭૮
શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું છે કામદેવ શ્રમણે પાસક! જે તું યાવત્ શીલ વગેરેને ભાંગીશ નહિ તે હું આજે તારા શરીર ઉપર સરસર ચડી જઈશ. ચડીને પાછળના ભાગ-૫છડા વડે ગ્રીવા-ડોકને વીંટી લઈશ. વીંટીને તીકણુ અને વિષ વડે વ્યાપ્ત દાઢ વડે તારી છાતીમાં પ્રહાર કરીશ, જે રીતે તું આર્તધ્યાનની અત્યન્ત પરાધીનતાથી પીડિત થયેલ અકાળે જીવિતથી મુક્ત થઈશ. ત્યારબાદ તે કામદેવ શ્રમણોપાસક તે સપરુપ દેવે એ પ્રમાણે કહ્યું એટલે નિર્ભય થઈને યાવત્ વિહરે છે. તે દેવ પણ તેને બીજીવાર ત્રીજી વાર પણ કહે છે. કામદેવ પણ યાવત્ તેમજ રહે છે. ત્યારબાદ તે સપપ દેવ કામદેવ શ્રમણોપાસકને ભયરહિત જુએ છે. જોઈને ગુસ્સે થયેલ તે યાવત્ કામદેવ શ્રમપાસકના શરીર ઉપર સરસર ચઢે છે. ચઢીને પશ્ચિમ ભાગ-૫છડા વડે ગ્રીવા-ડોકને ત્રણ વાર વીંટે છે. વીંટીને
વગેરેને નહિ ત્યાગ કર તે ‘સરસરસ્સ” એ લૌકિક અનુકરણ વાચી છે. એટલે હું તારા શરીર ઉપર સરસર કરતે ચઢી જઈશ. અને ચઢીને ‘પરિછમેણું ભાણું-પૂંછડા વડે તારી ડોકને વીંટીને તારી છાતીમાં તીણ દાઢ વડે “નિકુમિ પ્રહાર કરીશ. જેથી આર્તધ્યાનની દુર્ઘટ પરાધીનતાથી પીડિત થઈને અકાળે મરણ પામીશ. ત્યારબાદ સર્પ તે પ્રમાણે કરે છે. અને કામદેવ શ્રમણોપાસક ‘ઉજજવલા” વિપક્ષ-સાતવેદનીયના અંશ વડે પણ અકલંકિત-રહિત, શરીરવ્યાપી હોવાથી વિપુલ, કર્કશ-કઠોર દ્રવ્યની પેઠે અનિષ્ટ, ‘પ્રગાઢાં અત્યંત, “ચંડાં” રીદ્ર-ભયંકર, “દુઃખાં” દુખપ, પણ સુખરુપ નહિ એવી, તાત્પર્ય એ છે કે “દુરહિયાસ સહન કરી ન શકાય એવી વેદના સહન કરે છે.
જ્યારે સપરુ દેવ કામદેવ શ્રમણોપાસકને નિગ્રંથિ પ્રવચનથી ચલાયમાન કરી શકતો નથી ત્યારે સપરુપને