Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૫
૨૭
નિર્વાહને અર્થે આહાર પાણી-વસ્ત્ર-પાત્ર શય્યા ઉપકરણાદિને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરવાં તે એષણા સમિતિ. જેના થકી અદત્તાદાન આદિ દોષોથી થતા આસવનો નિરોધ થાય છે.
[૪]સમ્યઃ- આદાન-નિક્ષેપ સમિતિ:
વસ્તુ માત્રને બરાબર જોઇ-પ્રમાર્જીને લેવી કે મૂકવી તે આદાન નિક્ષેપ સમિતિ. આદાન એટલે ગ્રહણ કરવું અને નિક્ષેપ એટલે મૂકવું. સંયમના ઉપકરણોને ચક્ષુથી જોઇને તથા રજોહરણાદિ થી પ્રમાર્જીને ગ્રહણ કરવા તથા ભૂમિનું નિરિક્ષણ- પ્રમાર્જન કરીને મૂકવાં તે આદાન નિક્ષેપ સમિતિ.
આવશ્યક કાર્યને માટે જે કોઇ ચીજ-વસ્તુ લેવી કે મૂકવી પડે,તેને સારી રીતે પૂંજીપ્રર્માજીને ગ્રહણ કરવી કે મૂકવી તેને આદાન-નિક્ષેપ સમિતિ કહી છે.તેથી આવશ્યક કાર્યની સિધ્ધિમાટે રજોહરણ,પાત્ર,વસ્ત્ર વગેરેને તેમજ પીષ્ટ ફલક વગેરેને લેવા કે મૂકવા વખતે સારી રીતે જોઇ તપાસીને લેવા કે મૂકવા તે આદાન-નિક્ષેપ સમિતિ.
ૐ વસ્ત્ર, પાત્ર, ઉપકરણ આદિને જોઇ પ્રમાર્જીને લેવા-મૂકવાં તે આદાન-નિક્ષેપ સમિતિ. એનું બીજું નામ આદાન ભંડમત્ત નિક્ષેવણા સમિતિ પણ જોવા મળે છે.
ૐ ધર્મ-અવિરોધી અને પરાનુપરોધી જ્ઞાન અને સંયમના સાધક ઉપકરણોને જોઇતપાસીને રાખવા કે ઉઠાવવા તે આદાન નિક્ષેપ સમિતિ કહી છે. આ સમિતિ જીવ વિરાધનાદિ માં જયણા નું સાધન હોવાથી આશ્રવનો નિરોધ કરનારી છે. [૫](સમ્યક્) ઉત્સર્ગસમિતિઃ
જયાં જંતુઓ ન હોય તેવા પ્રદેશમાં બરાબર જોઇ અનુપયોગી વસ્તુઓ નાંખવી તે ઉત્સર્ગ સમિતિ.
ઉત્સર્ગ એટલે ત્યાગ. શાસ્ત્રોકત વિધિ મુજબ ભૂમિનું નિરીક્ષણ-પ્રમાર્જન કરીને
મળ આદિનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ.
ૐ જયાં પૃથ્વિીકાયિક આદિ પાંચ પ્રકારના સ્થાવર જીવો અને બેઇન્દ્રિયાદિક ત્રસ અથવા જંગમ જીવોનું અસ્તિત્વ નહોય એવા શુધ્ધ સ્થણ્ડિલ-પ્રાસુક સ્થાન પર સારી રીતે જોઇને અને તે સ્થાન ની પ્રર્માજના કરવા પૂર્વક ત્યાં મળ-મૂત્રનો પરિત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ કહેવાય છે.
વડીનીતિ, લઘુનિતિ,અશુઆહાર, નિરુપયોગી બનેલ ઉપકરણ,જીર્ણ-શીર્ણ થઇ નકામા બનેલા વસ્ત્રો ઇત્યાદિનો વિધિપૂર્વક ત્યાગ કરવો અર્થાત્ પરઠવવું તે ઉત્સર્ગ સમિતિ. જેનું બીજું નામ પારિષ્ઠિાપનિકા સમિતિ છે.
” સ્થાવર,જંગમ-ત્રસજીવોથી રહિત શુધ્ધ ભૂમિ ઉપર તપાસી પ્રમાર્જીનેસ્થેડિલ,માત્રુ વગેરેનો શાસ્ત્રોકત વિધિ અનુસાર ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ.
નિરવઘ ભૂમિમાં શાસ્ત્રોકત વિધિ અનુસાર, ત્યાજય પદાર્થોનું પારિષ્ઠાપન કરવું તે (સમ્યક્) ઉત્સર્ગ સમિતિ જેના વડે જીવ વિરાધનાદિ આસવનો નિરોધ થાય છે.
* સમિતિ:-સમ્ એટલેસમ્યગ્ અનેતિ એટલે પ્રવૃત્તિ. સમ્યપ્રવૃત્તિ એસમિતિછેઅથવા એકાગ્ર પરિણામ વાળી સુંદર ચેષ્ટાતે સમિતિ છે. જેના ઉકત પાંચ ભેદો કહેવાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org