Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [4] સૂત્રસાર-પ્રાયશ્ચિત,વિનય,વૈયાવૃત્ય,સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ અત્યંતર તપ છે.
U [5]શબ્દજ્ઞાનઃપ્રાયશ્વિ-પ્રાયશ્ચિત,દોષશુધ્ધિ વિનય-વિનય તૈયાવૃત્ય -વૈયાવચ્ચ,સેવા
સ્વાધ્યાય-સ્વાધ્યાય,અભ્યાસ યુ-ત્યાગ
ધ્યાન-ધ્યાન,ચિત્તધૈર્યમ ૩ર-અત્યંતર - આ શબ્દ તપપદનું વિશેષણ છે
U [6]અનુવૃત્તિઃ(૧) નાનાવમૌર્ય. સૂત્ર. ૧:૩૧ થી ત: ની અનુવૃત્તિ (૨)તપનિર્ઝરી ને સૂત્ર. ૧:૩ થી નિર્જરા ૨ ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા- વાસનાઓને ક્ષીણ કરવા માટે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા માટે શરીર, ઇન્દ્રિય અને મનને જે જે તાપણીમાં તપાવાય છે, તે તે બધું તપ છે.
આ તપના બાહ્ય અને અત્યંતર બે મુખ્ય ભેદ છે જેમાંના બાહ્ય તપ વિષયક ચર્ચા પૂર્વ સૂત્ર:૧૯માં કરી આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ અભ્યતર તપના ભેદોને જણાવે છે.
જ અત્યંતરતપ:
$ જેમાં માનસિક ક્રિયાની પ્રધાનતા હોય છે અને જે મુખ્યપણે બાહ્ય દવ્યની અપેક્ષા ન રાખતું હોવાથી બીજાઓ વડે પણ ન દેખી શકાય તે અત્યંતરતા.
૪ જેતપલોકો બાહ્યદૃષ્ટિથી જાણી શકતા નથી, જેતપથી લોકો તપસ્વી કહેતા નથી, જેનાથી બાહ્ય શરીર તપતું નથી પણ અત્યંતર આત્માને અને મનને તપાવે છે. અને વિશેષતઃ જે તપ અંતરંગ પ્રવૃત્તિ વાળો હોય છે તેવા પ્રાયશ્ચિત આદિને અત્યંતરતા કહે છે.
# મુખ્યતયાઆત્માની અંતરંગ પરિણતીની વિશુધ્ધિવડે થતો હોવાથી તેને અત્યંતર તપ કહ્યો છે તેમજ તપગુણ વડે જ અનુક્રમે આત્મા સર્વકર્મનો ક્ષય કરી મોક્ષપદ પ્રાપ્ત કરી શકે છે.
* પ્રાયશ્ચિતઃ૪ લીધેલ હતમાં થયેલ પ્રમાદ જનિત દોષોનું જેના વડે શોધન કરી શકાય તે પ્રાયશ્ચિત.
# પ્રાયશ્ચિત શબ્દમાં પ્રાય: અને ચિત્ત એ બે શબ્દો છે પ્રાય: એટલે અપરાધ. વિત્ત એટલે વિશુધ્ધિ.
$ જેઅપરાધની શુધ્ધિ કરેતે આલોચનાદિને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. જેના નવભેદ હવે પછીના સૂત્ર.૨:૨૨ માં કહેવાયા છે થયેલા અપરાધની શુધ્ધિ કરવી તે પ્રાયશ્ચિત.
# મૂળ અને ઉત્તર ગુણમાં થોડો પણ અતિચાર દોષ લાગ્યો હોય તેની જે કાંઈ પણ અનુષ્ઠાન કરીને શુધ્ધિ કરવી તે પ્રાયશ્ચિત.
मूलोत्तरगुणेषुस्वल्पोऽप्यतीचार: चित्तं मलिनयति इति तत्त्वप्रकाशनाय तच्छुध्ध्यैव प्रायश्चित्तं विहितं. ___पापच्छेदकारित्वात् प्रायश्चित्तम् इति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org