Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ નિયત કાળને માટે શરીર,વચન,મનનો ત્યાગ કરી દેવોતે વ્યુત્સર્ગ [અહીં ભાવથી મમત્વ ત્યાગ કરવો તે મુખ્ય વાત છે).
[૬]તપ:છે અનશન આદિ બાહ્ય તપ કરવું તે તપ પ્રાયશ્ચિત. # પ્રાયશ્ચિતની શુધ્ધિ માટે બાહ્ય-અત્યંતરતપનું સેવન કરવું તેને તપ પ્રાયશ્ચિત કહે છે. 4 तपो बाह्यमशनादि, प्रकीर्ण चानेकविधं च चन्द्रप्रतिमादि ।
# ઉકત એકથી પાંચ પ્રકારના પ્રાયશ્ચિતતપ થકી પણ જેદોષો દૂર ન થયા હોય, અથવા ન થઈ શકે તેવા હોય તેને યથાસ્થિત વિધિપૂર્વક વિવિધ પ્રકારના તપ વિશેષે કરીને દૂર કરવા પ્રયત્ન કરવો તે તપ પ્રાયશ્ચિત.
# તપ પ્રાયશ્ચિત સ્વયં અત્યંતર તપ છે વિશિષ્ટ દોષોની શુધ્ધિ માટે વિશેષ પ્રકારે ઉપવાસાદિક તપ કરવા તેતપ પ્રાયશ્ચિત.તે બાહ્ય હોવા છતાં અંશતઃઅત્યંતર તપરૂપ બની જાય છે.
તપનું વિધાન ત્રણ સ્થાને આવેલ છે. (૧)ક્ષમા આદિ દશવિધ યતિધર્મ માં તપ યતિધર્મ રૂપે કહેવાયો. (૨)સંવર-નિર્જરાના સાધન રૂપે બાહ્ય તપ તરીકે પણ કહેવાયો . (૩)અહીં તેનું ગ્રહણ પ્રાયશ્ચિત રૂપે છે. આ ત્રણે સ્થાને કરાયેલ તપોલ્લેખના હેતુ આ પ્રમાણે છે(૧)ક્ષમાદિકમાં મુનિ તરીકે ના જીવનની ફરજ તરીકે તપ છે
(૨)સંવર-નિર્જરામાં તમામ ધાર્મિક ક્રિયાઓમાં તે કર્મ રોકવા અથવા નાશ કરવાના સાધન તરીકે તપ છે.
(૩)પ્રાયશ્ચિતમાં,તપ એ લાગેલા તીવ્ર અતિચાર દોષોની શુધ્ધિ માટે છે. [૭]છેદ# દોષ પ્રમાણે દિવસ, પક્ષ,માસ કે વર્ષની પ્રવજયા ઘટાડવી તે છેદ પ્રાયશ્ચિત. છે દીક્ષા પર્યાયના છેદથી થતી દોષોની શુધ્ધિ તે છેદ પ્રાયશ્ચિત.
4 छेदोऽपवर्तनम् अपहारः इति अनर्थान्तरम् । स प्रवृज्या दिवसपक्षमाससंवत्सराणाम् अन्यतमानां भवति ।
# જે દોષની તપાદિવડે શુધ્ધિન થઈ શકે તેવા મોટા દોષ માટે સાધુનો અમુક દિવસઅમુક માસ કે અમુક વર્ષ ઇત્યાદિ સ્વરૂપે તેના ચારિત્ર-પર્યાયનો છેદ કરવો અર્થાત્ તેટલા દીવસ માસકે વર્ષ માટે તેને નાનો [લઘુ બનાવવો તે છેદ પ્રાયશ્ચિત.
[૮]પરિહાર -
$ દોષપાત્ર વ્યકિતને તેના દોષના પ્રમાણમાં પક્ષ, માસ,આદિ પર્યન્ત કોઈ જાતનો સંસર્ગ રાખ્યાવિના જ દૂરથી પરિહરવી તે પરિહાર-પ્રાયશ્ચિત.
૪ ગુરુદત્ત પ્રાયશ્ચિત જયાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દોષિતની સાથે જધન્યથી એક માસ અને ઉત્કૃષ્ટ થી છ માસ પર્યન્ત વંદન,અન્નપાણીનું આદાન-પ્રદાન,આલાપ આદિનો પરિહાર અર્થાત્ ત્યાગ કરવો એ પરિહાર પ્રાયશ્ચિત.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org