Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬
[] [5]શબ્દશાનઃઅવિરાર-વિચાર થી રહિત [] [6]અનુવૃત્તિ:(૧)પૃથવૈવિત, સૂત્ર ૯:૪૧ (૨)પાત્રયે વિતએઁ પૂર્વે-સૂત્ર ૯:૪૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
દ્વિતીયમ્-(શુકલ ધ્યાનનો ) બીજો ભેદ
[] [7]અભિનવટીકાઃ-સૂત્રકાર મહર્ષિ એ આ સૂત્રમાં માત્ર એટલું જ કથન કર્યુ છે કે ‘‘બીજું અવિચાર’’ છે.
અહીં શુક્લ ધ્યાનનું પ્રકરણ ચાલે છે. તેના ચારભેદો પૂર્વે જણાવ્યા. તેની અનુવૃત્તિ ચાલે છે. તદુપરાંત પહેલા બે ભેદની વિશેષતા જણાવતુ પ્રયે સવિતસૂત્ર પણ આ પૂર્વે કહ્યું છે. ત્યાર પછી અનુસંધાને આ સૂત્રમાં શુક્લ ધ્યાનના બીજા ભેદોનું લક્ષણ કહ્યું. તેને આધારે સંકલિત અર્થ આ રીતે થઇ શકેઃ
(૧)શુકલ ધ્યાન નો પ્રથમ ભેદ એકાશ્રય-પૃથક્વ-સવિર્તક -સવિચાર કહ્યો. (૨)શુકલ ધ્યાન નો બીજો ભેદ એકાશ્રય-એકત્વ-સવિર્તક અવિચાર કહ્યો. -આ રીતે એકાશ્રય અને સવિર્તક પણું બંનેમાં સમાન છે. -જયારે પૃથક્ક્સ અને વિચાર સંબંધે બંનેમાં ભેદ છે.
-પહેલો ભેદ -પૃથક્ક્સ અને સવિચાર છે.
–બીજો ભેદ એકત્વ અને અવિચાર છે.
વિચાર એટલે શું?
દ્રવ્ય અને પર્યાય, શબ્દ અને અર્થ, મન-વચન-કાયના યોગોનું પરસ્પર સંક્રમણ કે પરાવર્તન તે વિચાર.
Jain Education International
વિચાર એટલે કે સંક્રમ. જેમ કે કોઇ એક પૂર્વધર પૂર્વગત શ્રુતને આધારે ધ્યાનએકાગ્ર ચિન્તાનિરોધ-કરતા હોય ત્યારે કોઇ એક દ્રવ્યરૂપ અર્થ ઉપરથી બીજા દ્રવ્યરૂપ અર્થ ઉપર, કોઇ એક દ્રવ્ય ઉપરથી પર્યાય રૂપ અન્ય અર્થ ઉપર, એક પર્યાયરૂપ અર્થ ઉપરથી બીજા પર્યાયરૂપ અર્થ ઉપર ચિંતન માટે પ્રવૃત્ત થાય તેને ‘વિચાર’ કહે છે.
આ જ રીતે શબ્દ થી અર્થ ઉ૫૨ કે અર્થ થી શબ્દ ઉપર ચિંતન કરવું, મન-વચન-કાયાદિ યોગમાં એક ઉ૫૨થી અન્ય યોગ ઉપર અવલંબવું તે સવિવાર કહેવાય છે.
અને જો આ રીતે ન વિચારતા શબ્દ કે અર્થમાંથી કોઇએક, યોગમાંથી કોઇ એક અને દ્રવ્ય-પર્યાય માંથી કોઇ એક ઉપરજ ચિંતન કરે અને વિચારોનું સંક્રમણ ન થાય તો તેને અવિવાર કહે છે.
-અહીંવિચા૨નો આપણો પરિચિત અર્થવિચારવું એવો નથી કર્યો, પણ ‘‘વિશેષે કરીને ચાર’’ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિ માં ચાલવું એપ્રમાણે કરેલોછે. જેની સ્પષ્ટ વ્યાખ્યા સૂત્ર ૯:૪૭માં અપાયેલી છે. વિચારોર્થવ્યઞનયોસઙ્ગાન્તિ: ૨:૪૬
પ્રશ્નઃ-પ્રથમ ભેદને કેમ વિવાર કહ્યો ?
ૐ શુકલ ધ્યાન પૂર્વના બે ભેદની અનુવૃત્તિ છે. જેમાં બીજા ભેદ વિચાર છે. એમ
For Private & Personal Use Only
www.jainelibrary.org