Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 175
________________ ૧૭૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આત્મ વિકાસની આ દશ કક્ષાનું સંકલિત વિવરણ ૢ જીવ સર્વપ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિનું નિમિત્ત મળવાથી સમ્યગ્દષ્ટિ થતા . અસંખ્યેયગુણ કર્મ નિર્જરા વાળો થાય છે. ફરી તે જ જીવ ચારિત્ર મોહનીય કર્મના એક ભેદ સ્વરૂપ એવી અપ્રત્યાખ્યાના વરણની ચાર પ્રકૃત્તિના ક્ષયોપશમ નિમિત્તક પરિણામોની પ્રાપ્તિને સમયે વિશુધ્ધિનો પ્રકર્ષ થવાથી શ્રાવક થતા સમ્યદૃષ્ટિ કરતા અસંખ્યેયગુણ કર્મનિર્જરા વાળો થાય છે. ૐ તેજ જીવ પ્રત્યાખ્યાના વરણના ક્ષયોપશમના નિમિત્ત થકી પરિણામોની વિશુધ્ધિ પૂર્વક વિરતિ સંજ્ઞાને પ્રાપ્ત થઇને શ્રાવક કરતા અસંખ્યેય ગુણ કર્મ નિર્જરાવાળો થાય છે. ૐ તે જ જીવ જયારે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભની વિસંયોજના કરે છે. ત્યારે પરિણામોની વિશુધ્ધિના પ્રકર્ષ થી,વિરત કરતા અસંખ્યેયગુણ નિર્જરા વાળો થાય છે. ફરીતેજજીવદર્શનમોહનીય ત્રિક રૂપી તૃણ સમુહને ભસ્મસાત્ કરતો પરિણામની વિશુધ્ધિથી અતિશયવશ દર્શન મોહક્ષપક સંજ્ઞાને પ્રાપ્ત કરી,પહેલાથી અસંખ્યયગુણ નિર્જરા વાળો થાય છે. આ રીતે તે ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિ થઇ શ્રેણી પર ચઢવા માટે સન્મુખ થઇ તથા ચારિત્ર મોહનીયના ઉપશમને માટે પ્રયત્ન કરતા વિશુધ્ધિના પ્રકર્ષવશ ઉપશમક સંજ્ઞાનો અનુભવ કરતો દર્શનમોહ ક્ષપક કરતા અસંખ્યેય ગુણ નિર્જરા કરે છે. ફરી તે જીવ સમસ્ત ચારિત્ર મોહનીય ના ઉપશમનું નિમિત્ત મળે ત્યારે ઉપશાન્ત મોહ સંજ્ઞાને પ્રાપ્ત થઇ, મોહોપશમક કરતા અસંખ્યેય ગુણ નિર્જરા કરે છે. ફરીતે જજીવ ચારિત્ર મોહનીયની ક્ષપણાને માટે સન્મુખ થઇ, તથા પરિણામોની વિશુધ્ધિ ની વૃધ્ધિને પ્રાપ્ત થઇ મોહક્ષપક સંજ્ઞા નો અનુભવ કરતો ઉપશાંત મોહ કરતા અસંખ્યેયગુણ નિર્જરાવાળો થાય છે. ફરી તે જ જીવ સમસ્ત ચારિત્ર મોહનીયની ક્ષપણાના કારણો થી પ્રાપ્ત થયેલ પરિણામોની અભિમુખ થઇને ક્ષીણમોહ સંજ્ઞા ને પ્રાપ્ત કરતો મોહક્ષપક કરતા અસંખ્યેયગુણ નિર્જરાવાળો થાય છે. ૐ ફરીતેજજીવ શુકલધ્યાનરૂપી અગ્નિ વડે મોહનીય-જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાય કર્મના નાશ કરીને જિન સંજ્ઞાને પ્રાપ્ત થઇ ક્ષીણમોહ કરતા અસંખ્યેયગુણ નિર્જરા વાળો થાય છે. ગુણ સ્થાનક સાથે આ દશ કક્ષાને સબંધઃ ગુણ સ્થાનક ૧૪ કહેવાય છે. અહીં આત્મવિકાસની ૧૦ કક્ષા બતાવી છે. કેમ કે:(૧)મિથ્યાદ્રષ્ટિ,સાસ્વાદન,મિશ્રદૃષ્ટિ આ ત્રણે ગુણસ્થાનક ને સૂત્રકાર મહર્ષિ એ સ્પર્શેલ નથી. કેમ કે મોક્ષાભિમુખ એવા જીવોની લાયકાત મુખ્ય-તયા સમ્યક્ત્વ જ હોવાથી તેઓએ સમ્યક્ત્વથી આરંભ કર્યો જણાય છે. વળી સકામ નિર્જરાની દૃષ્ટિએ પણ સમ્યદ્રષ્ટિ પણું અપેક્ષિત હોવાનું જણાય છે (૨)ચૌદમા-અયોગિ કેવળી ગુણઠાણને સૂત્રકારે લક્ષમાં લીધું નથી કેમકે તેરમા ગુણઠાણા સુધી જ અસંખ્યયગુણ નિર્જરાનો સંબંધ છે. ચૌદમાં અને છેલ્લા ગુણઠાણે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202