Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૮
૧૭૭ સારથી રહિત બને છે તે પુલાક નિર્ગન્ધ
૪ આ સાધુઓ જિન કથિત આગમથી પતિત નહીં થવાવાળા હોવા છતાં સંયમના સારની અપેક્ષાએ-પુલાક એટલે સડેલા દાણાની પેઠેઅથવાતો ડાંગરના ફોતરાની પેઠેસંયમને અસાર કરનારા હોય છે. કેમ કે જ્ઞાનાદિકના અતિચારસહિત લબ્ધિ ફોરવનારા હોય છે. પણ જિનાજ્ઞા પાળવામાં અપ્રમત્ત રહેવાની સાવધાની પુરેપુરી હોય છે.
# પુલાક એટલે ફોતરું કમોદમાંથી ચોખાનો દાણો કાઢી લઈએ અને બાકી ફોતરું રહે, તેનું નામ પુલાક કહેવાય છે. એ રીતે બીજા મુનિની અપેક્ષાએ જેફોતરા જેવા અસાર છે તે પુલાક નિર્ગ આ મુનિઓ જિનેશ્વરના આગમ-મોક્ષના કારણભૂત છે તેવી દૂઢ શ્રધ્ધાવાળા હોય છે.
પુલાકના બે ભેદ કહ્યા છે (૧)લબ્ધિપુલાક (૨)સેવાપુલાક
(૧)લબ્ધિપુલાક:- લબ્ધિપુલાક અનેક પ્રકારની લબ્ધિઓને ધારણ કરે છે. તે ધારે તો ચક્રવર્તી ના સકળ સૈન્યને ચૂર્ણ કરી શકે છે. તે તપ અને કૃતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિઓનો નિષ્કારણ પોતાની મહત્તા બતાવવા કે ખ્યાતિ વધારવાથી સંયમરૂપ સારથી રહિત બને છે. તેનામાં શ્રધ્ધા પૂર્ણ હોય છે. ચારિત્રના પરિણામ પણ હોય છે છતાં પ્રમાદ વશ બની લબ્ધિનો ઉપયોગ કરી આત્માને ચારિત્રને સારથી રહિત કરે છે.
(૨)સેવાપુલાકા-સેવા પુલાકના પાંચ ભેદ છે.
(૧)જ્ઞાનપુલાકા-કાળેનભણે, અવિનયથી ભણે, વિદ્યાદાતાનું બહુમાન ન કરે, યોગો દ્વહન કર્યા વિના ભણે ઇત્યાદિ જ્ઞાન પુલાક.
(૨)દર્શન પુલાકઃ- શંકા આદિ દોષોથી દર્શન ગુણમાં અતિચાર લગાડે તેવા સાધુને દર્શન પુલાક કહેવાય છે.
(૩)ચારિત્રપુલાકઃ-મૂળ ગુણ તથા ઉત્તરગુણમાં અતિચાર લગાડે તેને ચારિત્રપુલાક કહે છે. (૪)લિંગપુલાકા-નિષ્કારણ શાસ્ત્રોકત લિંગથી અન્યલિંગ વેશને ધારણ કરેતેલિંગ પુલાક. (પ)સૂક્ષ્મ પૂલાકઃ-સૂક્ષ્મ અતિચારો લગાડે તે સૂક્ષ્મ પુલાક. [૨]બકુશ પુલાકઃ
$ જેઓ શરીર અને ઉપરકરણના સંસ્કારોને અનુસરતા હોય,ઋધ્ધિ અને કીર્તિ ચાહતા હોય, સુખશીલ હોય, અવિવિફત-સસંગ પરિવાર વાળા હોય અને છેદ તથા શબલ દોષોથી યુકત હોય તે બકુશ
૪ બકુશ એટલે શબલ-ચિત્રવિચિત્ર. વિશુધ્ધિ અને અવિશુધ્ધિથી જેનું ચારિત્રચિત્રવિચિત્ર બને તે બકુશ.
* બકુશ એટલે ચિત્રવિચિત્ર રંગબેરંગી. અર્થાત્ ચિત્રવિચિત્ર વસ્ત્રમાં કયાંક ધોળું કયાંક રાતું-પીળું-લીલ વગેરે હોય છે. તેમ આ નિર્ચન્થનું જીવન પણ ચિત્ર વિચિત્ર હોય છે. તેમાં ચારિત્ર રૂપી વસ્ત્ર શુધ્ધિ-અશુધ્ધિ વડે રંગ-બેરંગી બનાવી દે છે માટે તેને બકુશ કહેવાય છે.
બકુશ નિર્ગસ્થના બેભેદો છે. (૧)શરીર લકુશ (૨)ઉપકરણ બકુશ
(૧)શરીર બકુશ-હાથ પગ ધોવા, શરીર ઉપરથી મેલ ઉતારવો, મોઢું ધોવું દાંત સાફ કરવા, વગેરે પ્રકારે શરીરની વિભુષા કરવી તે શરી બકુશ. અ. ૯૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org