Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૪
તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)સિધ્ધસેનીય વૃત્તિમાં પાછું એમ પણ લખે છે કે તું પરમાર્થત: પૃથ મૂત્રમ્ |
(૫)હારિભદ્રીય વૃત્તિ માત્ર “શુદ્ધે વાઘે એટલું જ સૂત્ર જણાવે છે. જયારે પૂર્વવિ: ની ટીકા તેઓ આ સૂયમાંજ સમાવેલી છે. પણ અલગ સૂત્ર નોંધેલ નથી.
ઉપરોકત કારણોને લઈને બંને સૂત્ર સાથે નોંધેલ છે. છતાં તેના પૃથક્કરણ, સૂત્રસાર, અભિનવટીકાદિ અલગ-અલગ નોંધેલ છે. વિશેષ નિર્ણયતો બહુશ્રુત પાસેથી જ મળી શકે. પણ માત્ર અભ્યાસકને તત્વતઃ કોઈ ફરક પડતો નથી.
[૧]શુ યા ની અભિનવ ટીકા-શુકલ ધ્યાનના ચારે પ્રકારે કહેવાયું છે. જુિઓ સૂત્રઃ૪૧] -જેમાંના પ્રથમ બે ભેદ –પૃથક્વ વિતર્ક અને એકત્વ વિતર્ક છે.
-પૂર્વ સૂત્રની અનુવૃત્તિ લેતાં એ સ્પષ્ટ થાય છે કે શુકલ ધ્યાનના આ પ્રથમ બે ભેદોના સ્વામી ઉપશાન્ત કષાયી અને ક્ષણ કષાયી સિયતો] કહ્યા છે. - -આ રીતે પૃથક્વવિતર્ક સવિચાર અને એકત્વ વિર્તક અવિચાર એ પ્રથમના બે શુકલ ધ્યાનો (૧)મોહ ઉપશમાવી ચૂકેલ અને (૨) મોહનો ક્ષય કરી ચૂકેલાને હોય છે.
-ગુણસ્થાનકની દૃષ્ટિએ કહીએ તો શુકલ ધ્યાનના ચાર ભેદોમાંથી પહેલા બે ભેદના સ્વામી અગિયાર-બારમા ગુણઠાણા વાળા જીવો હોય છે. - -આ સૂત્રના બીજા ભાગની વ્યાખ્યા મુજબ ઉક્ત શુલ ધ્યાન પૂર્વધર-પૂર્વના જાણકારી જીવોને હોય છે. રિપૂર્વવિડની અભિનવટીકાઃશુકલ ધ્યાનના ના પહેલા બે ભેદો માત્ર પૂર્વધરો ને જ હોય છે.
-અર્થાત્ પૂર્વધર એવા ઉપશાન્ત કષાયી અને ક્ષીણ કષાયી જીવોને જ શુકલ ધ્યાનના પ્રથમ બે ભેદના સ્વામી ગણવા.
-પૂર્વોપરોને તો શુકલ ધ્યાન ૧૧ મે, ૧૨-મે ગણઠાણે અવશ્ય હોય જ, પણ પૂર્વધર સિવાયના જીવોને ધર્મધ્યાન સંભવે છે. સંભવ છે કે આ પ્રથમના બે શુકલ ધ્યાન ની પ્રક્રિયા ફકત પૂર્વધરો જ જાણતા હોય.
-જો કે પૂર્વધર સિવાયનાને ઉપશાન્ત તથા ક્ષણ કષાય ની સ્થિતિમાં ધર્મધ્યાન હોય તે સામાન્ય વાતનો એક અપવાદ એ છે કે માષતુષમુનિ તથા મરુદેવી માતા જેવા આત્મા ઓ પૂર્વધરન હોવા છતાં તેઓને આ સ્થિતિમાં શુકલ ધ્યાનનો સંભવ હોઈ શકે છે. તેમ સમજવું.
જ સૂત્રના પહેલા અને બીજા હિસ્સાની સંયુકત વિચારણાઃ-ઉપશાન્ત અને ક્ષીણ કષાયી મુનિ જો પૂર્વધર હોય તો શુક્લ ધ્યાનના પ્રથમ બે ભેદ હોય. -ઉપશાન્ત અને ક્ષીણ કષાયી મુનિ જો પૂર્વધર ન હોયતો ધર્મધ્યાન હોય.
-જો પૂર્વસૂત્ર૩૮અનેસૂત્ર ૩૯નાભાષ્યને તથાભાષ્યાનુસારીટીકાને જોવામાં આવેતો ઉપશમ અને પકએ બંને પ્રકારની શ્રેણીમાં ધર્મ અને શુકલએ બંને પ્રકારના ધ્યાન હોયછે.
અર્થાત્ ઉપશમ શ્રેણીમાં ધર્મ અને શુકલ બંને પ્રકારના ધ્યાન હોય છે. અને ક્ષપક શ્રેણીમાં પણ ધર્મ અને શુકલ બંને પ્રકારના ધ્યાન ખેંચે છે.
Jain Education International
· For Private & Personal Use Only
www.jainelibrary.org