Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૯
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૭
રીતે થાય તે બાબત વિચાર કરવો તે અપાય વિચય ધર્મધ્યાન.
વિપાક વિચયઃ
કર્મફળના અનુભવનો વિવેક તે અર્થે જે વિચારણા તે વિપાક વિચય. ‘‘અનુભવમાં આવતા વિપાકોમાંથી કયો કયો વિપાક કયા કયા કર્મ આભારી છે તેનો, તથા અમુક કર્મોનો અમુક વિપાક સંભવે તેનો વિચાર કરવા મનોયોગ આપવો તે ‘‘વિપાક વિચય ધર્મધ્યાન.
વિપાક એટલે ફળ. તે તે કર્મના ઉદયથી તે તે ફળનો વિચાર તે વિપાક વિચય, આપ્રમાણેઃ- જ્ઞાનાવરણ કર્મના ઉદયથી જીવ અજ્ઞાન રહે છે. દર્શનાવરણના ઉદયથી વસ્તુને જોઇ શકાય નહી, નિદ્રા આદિનો ઉદય થાય. સાતાવેદનીય થી સુખ-વેદના અને અસાતા વેદનીયથી દુઃખ વેદના નો અનુભવ થાય. વિપરીત જ્ઞાન, અવિરતિ,તિ, અતિ વગેરે મોહનીય કર્મના ઉદયથી થાય છે. આયુષ્યના ઉદયથી નરક આદિ ગતિમાં જકડાઇ રહેવું પડે છે. નામ કર્મના ઉદયથી શુભ કે અશુભદેહ આદિ મળે છે. ગોત્રકર્મના ઉદયથી ઉચ્ચ કે નીચગોત્ર જન્મ થાય છે. અંતરાયકર્મના ઉદયથી દાન,લાભ આદિમાં અંતરાય-વિઘ્ન થાય છે. આ બધી વિચારણા તે વિપાક વિચય ધર્મધ્યાન.
વિપાક વિચય નામનું ત્રીજું ધર્મધ્યાન,તેમાં પૂર્વકર્મના ઉદયે જે જે પરીષહોઉપસર્ગો-દુઃખો આદિ સહન કરવા પડે તેને તેને પૂર્વકર્મના વિપાક સ્વરૂપે વિચારી તેમાં મનોયોગને એકાગ્ર કરવો તેને સમાવેશ થાય છે.
विपाकविचयाय स्मृत्ति समन्वाहारो धर्मध्यानम् ।
વિપાકવિચયને માટે જે પુનઃપુનઃવિચાર કરવો, તેનો વિપાક વિચય ના વિષયમાં જ ચિન્તા નિરોધ કરવો તે ધર્મધ્યાન છે.
સંસારમાં વેઠવા પડતાં અપાયોનું મુખ્ય કારણ તો કર્મના ઉદય -વિપાકો છે. તેથી કર્મો પોતાના કેવા કેવાં વિપાકો બતાવે છે? તેની પર્યાલોચનમાં -વિચારણામાં આત્મા એકાગ્રતાથી લીન થાય. જેથી અપાયો સ્પષ્ટ થતાં, આજ્ઞાના પાલનમાં અને પર્યાલોચનમાં વધારે દૃઢ થવાય છે. માટે વિપાક વિચય એટલે કર્મોના વિપાકોનું પર્યાલોચન. દ્રવ્ય,ક્ષેત્ર,કાલ,ભાવ અને ભવ અનુસાર થનારા જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના ફળનો વિચાર તે વિપાક વિચય.
સંસ્થાન વિચયઃ
લોકની આકૃત્તિનો વિવેક- તે અર્થે જે વિચારણા તે સંસ્થાન વિચય ધર્મધ્યાન. લોકના સ્વરૂપ નો વિચાર કરવા મનોયોગ આપવો તે સંસ્થાન વિચય ધર્મધ્યાન × સંસ્થાન એટલે આકાર. લોકના તથા લોકમાં રહેલા દ્રવ્યોના આકારનું કે સ્વરૂપનું પર્યાલોચન એ સંસ્થાન વિચય.
લોક,જગત,વિશ્વ,દુનીયા વગેરે શબ્દો એકાર્થક છે.
લોક ચૌદ રજજુ પ્રમાણેછે, અર્થાત્ લોકને ઉપરના છેડાથી નીચેના છેડા સુધી માપવામાં આવે તો ૧૪ રજજુ પ્રમાણ થાય છે. તેના આકાર પગ પહોળા કરી કેડે હાથ દઇ ઉભા રહેલા પુરુષ સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org