Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. તેના ઉર્ધ્વ, અધો,તીર્છા એમ ત્રણ વિભાગ છે. અધોલોક ઉંધા પડેલા કુંડાના આકાર સમાન છે. તિńલોક થાળી ની આકૃત્તિ સમાન છે. ઉર્ધ્વલોક મૃદંગ સમાન છે.
તીર્કાલોકના નીચેના ભાગમાં વ્યંતર તથા ઉપરના ભાગમાં જયોતિષ્ક જાતિના દેવો રહે છે. મધ્યભાગમાં બંગડીના આકારે અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલા છે. પ્રારંભમાં અઢી દ્વીપમાં મનુષ્યો અને તિર્યંચોનો વાસ છે. ઉર્ધ્વલોકમાં વૈમાનિક જાતિના દેવો રહે છે. અધોલોકમાં ભવનપતિદેવો અને વ્યન્તરો રહે છે. આ પ્રમાણે જિનોપદિષ્ટ શાસ્ત્રોના આધારે લોકના આકાર સ્વરૂપ વગેરેનો વિચાર તે સંસ્થાન વિચય ધર્મધ્યાન છે.
✡ સંસ્થાન વિચય એ ધર્મધ્યાનનો ચોથો ભેદ છે. જેમાં સંસ્થાન ના પર્યાલોચન રૂપે પરિણામ પામતી એકાગ્રચિન્હાનો સમાવેશ થાય છે.
આજ્ઞા,અપાય અને વિપાક એ ત્રણના પર્યાલોચનમાં ઉંડા ઉતરતા ઉતરતાં સમગ્ર વિશ્વ વ્યવસ્થાની જિજ્ઞાસા સહજ રીતે જ મનમાં ઉભરાવા લાગે છે. અને તે ઉપરથી વિશ્વની ઘટના કેવી અદ્ભુત છે? તેના પર્યાલોચનમાં આત્મા લીન થાય છે. અને વિશ્વના સર્વ સ્થાનોમાં સિધ્ધશીલાજ વસવા યોગ્ય સ્થાન જણાય છે. એજ સંસ્થાન વિચય ધ્યાન થી શુકલધ્યાન તરફ જવાનો માર્ગ છે.
संस्थान विचयाय स्मृत्तिसमन्वाहारो धर्मध्यानम्
સંસ્થાન વિચયને માટે જે પુનઃપુનઃ વિચાર કરવો તેને, અથવા સંસ્થાન વિચયના વિષયમાં જે ચિન્તાનો નિરોધ કરવો તેને ધર્મધ્યાન કહ્યું છે.
સંસ્થાનવિચય એટલે ત્રણ લોકના આકારનો વિચાર કરવો તે. અર્થાત્ એકાગ્રચિત્તે લોકના સંસ્થાન સંબંધિ વિચારણા તે જ સંસ્થાન વિચય ધર્મધ્યાન.
ધર્મધ્યાન ના સ્વામી:
આ ધર્મધ્યાન કોને કહેવાય? આ પ્રશ્નનો ઉત્તર સૂત્રકાર મહર્ષિએ એટલો જ જણાવ્યો છે કે અપ્રમત્તસંયતસ્ય-અર્થાત્ અપ્રમત્ત સંયત કક્ષાના જીવોને હોય છે. આ રીતે સૂત્રકારના કથન મુજબ ધર્મધ્યાન ના સ્વામી સાતમા ગુણઠાણા કે તેથી ઉપરની કક્ષાના [બાર માં ગુણઠાણા સુધી] ના જીવો કહેવાય છે. કેમ કે સર્વવિરતિ ધરથી સયોગી કેવળી વચ્ચેની કક્ષા સંયતોને અપ્રમત સંયત આદિ કક્ષા કહેલી છે.
આ દૃષ્ટિએ છઠ્ઠા સુધીના ગુણઠાણાના જીવો અર્થાત્ પ્રમત્ત સંયત કક્ષા સુધીના જીવોને તાત્ત્વિક ધર્મધ્યાન ન હોય, એ સિધ્ધ થાય છે. અર્થાત્ તેઓને અભ્યાસ રૂપ ધર્મધ્યાન હોય છે. પણ પારમાર્થિક ધર્મધ્યાન ન હોય.
] [8]સંદર્ભઃ
આગમ સંદર્ભઃ- આ સૂત્રનો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર ૯ઃ૩૮ માં કહેવાયેલ છે. તત્ત્વાર્થ સંદર્ભ:(૧)આર્ત્તરોત્રધર્મશુનિ-સૂત્ર. ૧:૨૬ થી ધર્મ- ની વ્યાખ્યા (૨)૩ત્તમસંહનનઐામ સૂત્ર. ૧:૨૭ થી ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org