Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્વરૂપે મલિનતા થઈ હોય તેને શાસ્ત્રાનુસારે વિધિપૂર્વક દૂર કરવા માટે માયારહિત થઈને યથાયોગ્ય પ્રાયશ્ચિત કરવું તે પ્રાયશ્ચિત તપ.
આમ તો દોષ કે ભૂલનું શોધન કરવાના અનેક પ્રકારો છે તે બધા પ્રાયશ્ચિત છે. પણ પ્રથકારે તેને મુખ્ય નવભેદ માં વિભાજીત કર્યા છે જે આ પ્રમાણે છેઃ
[૧]આલોચના:૪ ગુરુસમક્ષ નિખાલસ ભાવે પોતાની ભૂલ પ્રકટ કરવી તે આલોચના. ૪ આત્મ સાધનામાં લાગેલા દોષો ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા, 4 आलोचनं प्रकटनं प्रकाशनम् आख्यानं प्रादुष्करणम् इति अनर्थान्तरम् ।
૪ પોતાથી કોઈ અપરાધ થઈ ગયો હોય ત્યારે ગુરુ સમક્ષ દોષ રહિત થઈને નિર્દોષ પણે પ્રગટ કરવો તેને આલોચન પ્રાયશ્ચિત તપ કહેવામા આવે છે.
આ આલોચનાના પ્રકટન,પ્રકાશન,આખ્યાન અને પ્રાદુષ્કરણ એ બધાં પર્યાયો છે.
# પોતે લીધેલા વ્રત-નિયમમાં અતિચારાદિ દોષે કરીને જે રીતે મલિનતા થઈ હોય તેને યથાસ્થિત ગુરુ મહારાજની આગળ પ્રકાશિત કરવું તેનેઆલોચના પ્રાયશ્ચિત કહેવાય છે.
# દોષ સેવવાનો બનાવ જે રીતે હોય તે રીતે યર્થાથ સ્વરૂપમાં ગુરુ આગળ કહી બતાવવો, કેટલાક દોષો એવા હલકા પ્રકારના હોય છે કે પશ્ચાતાપપૂર્વક ખુલ્લા દિલથી ગુરુપાસે ખુલ્લી રીતે બરાબર જાહેર કરવાથી જ શુધ્ધ થઈ જતા હોય છે, તેવા દોષોને માટે આલોચના પ્રાયશ્ચિત જ સ્વતંત્ર રીતે પૂરતું છે.
[૨]પ્રતિક્રમણ -
$ થયેલ ભૂલનો અનુતાપકરીતેથી નિવૃત્ત થવું અને નવી ભૂલનકરવા માટે સાવધાન થવું તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત. | # લાગેલા દોષો માટે મિથ્યાદુષ્કત આપવું, અર્થાત્ ભૂલનો હાર્દિક સ્વીકાર કરવા પૂર્વક આ અયોગ્ય કર્યું છે, એવો પશ્ચાતાપ કરવો અને ભવિષ્યમાં તેવી ભૂલ ન કરવાનો નિર્ણય એ પ્રતિક્રમણ.
प्रतिक्रमणं मिथ्यादुष्कृतसंप्रयुक्त: प्रत्यवमर्शः प्रत्याख्यानं कायोत्सर्गकरणं च ।
પોતાનાથી થયેલા દુષ્કૃત અર્થાત પાપના વિષયમાં “આ મારું દુષ્કૃત મિથ્યા થાઓ' એ રીતે વચન દ્વારા પ્રયોજાયેલ વિચારોને પ્રતિક્રમણ કહે છે.
પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-કાયોત્સર્ગકરણ એ બધા શબ્દો એક અર્થના વાચક છે.
૪ શાસ્ત્ર નિર્દેશીત સૂત્ર-અર્થથી વિધિપૂર્વક પ્રતિક્રમણ કરવું છે. આ પ્રતિક્રમણ નો વર્તમાન વ્યવહાર વંદિતા સૂત્ર-નિર્દિષ્ટ ગાથાનુસાર ચાર કારણોથી ચાલે છે
पडिसिध्धाणं करणे किच्चाणं अकरणे असद्दहणे अ तहा विवरीय परुवणाए
છે અતિચાર દોષોથી આગળ ન વધતાં તેનાથી પાછા ફરવું તે પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત છે. એટલે કે કેટલાંક દોષો એવા હોય છે કે જે માત્ર આલોચના થી શુધ્ધ થતા નથી પરંતુ તે માત્ર પ્રતિક્રમણ થી શુધ્ધ થઈ શકે છે. તેને માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત જરૂરી છે.
પ્રતિક્રમણ એટલે એ મારી ભૂલ- દોષ થયેલ છે. પરંતુ તે ખોટું કામ થયું છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org