Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અજ્ઞાનથી ચિંતવવું તે ચોથું આર્તધ્યાન છે.
0 [B]સંદર્ભ
$ આગમ સંદર્ભ- પરિગુણિત અમો સંપગો સંપક તસ વિપકો સંત સમUI તે વિમતિ મા. શ.૨૫,૩૭, રૂ.૮૦૩-૧થી૪
સૂત્રપાઠ સંબંધ-અનુભવેલા કે ભોગવેલા કામભોગોના અવિયોગ માટે ચિંતા તિ પુનઃજન્મમાં પ્રાપ્ત થવાની વિચારણા તે નિદાન છે.]
તત્વાર્થ સંદર્ભઃ(૧)ગારૌદ્રધર્મશુ - સૂત્ર. ૬:૨૧ (२)उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् सूत्र. ९:२७ 0 અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)કાળ લોકપ્રકાશ-સર્ગઃ૩૦ શ્લોક-૪૪૨,૪૪૩ (૨)નવતત્વ ગાથા-૩ વિવરણ (૩)પાક્ષિક સૂત્ર-વૃત્તિ
U [9]પદ્ય-આ સૂત્રના બંને પદ્ય પૂર્વ સૂત્રોમાં કહેવાઈ ગયા છે. પ્રથમ પદ માટે જુઓ સૂત્ર૩૩, બીજા પદ માટે જુઓ સૂત્ર ૩૧
0 [10]નિષ્કર્ષ-નિદાન રૂપ આર્તધ્યાનનો સાર એ છે કે – આ નિયાણું કરીને આતસુખને કાપવું જોઈએ નહીં. છતાં નિયાણું કરવું જ છે તોયવીયરય સૂત્રને યાદ કરવું
જો કે હેવીતરાગ તમારા સિધ્ધાન્તાનુસાર તો નિયાણું કરવાની જમનાઈ છે. તો પણ ભવો ભવ મુજને તુમ ચરણોની સેવા, દુઃખક્ષય, કર્મક્ષય,સમાધિ મરણ અને બોધિલાભ, હે નાથ! તમને પ્રણામ કરવાથી આ બધું પ્રાપ્ત થજો. આ પ્રાર્થનાનુસાર નિયાણું કરવું જ હોય તો આવું નિયાણું કરવું.
0000000
કંઈક-આર્તધ્યાનના ચાર ભેદને અંતે -કથન ચારે પ્રકારનું આર્તધ્યાન દુઃખમાંથી જન્મે છે. પ્રથમના બે ભેદોમાં તો સ્પષ્ટ દુઃખનો સંયોગ છે જ. ત્રીજા ભેદમાં ઈષ્ટ વસ્તુના વિયોગનું માનસિક દુઃખ છે. ચોથા ભેદમાં ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિનું દુઃખ છે.
આ રીતે દુઃખના કારણે થતી અશુભ વિચારણા પુનઃદુઃખ પ્રાપ્ત થાય તેવા અશુભ કર્મોનો બંધ કરાવે છે. માટે આ ધ્યાન દુઃખનો અનુબંધ કરાવે છે.
આમ આર્તધ્યાન માં આરંભે અને અંતે દુઃખજ છે.
આ ચારે આધ્યાન ના સ્વામી કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યા વાળા હોય છે. આ ધ્યાન અજ્ઞાનમૂલક, તીવ્રપરુષાર્થ જન્ય, પાપપ્રયોગ-અધિષ્ઠાન, વિવિધ સંકલ્પોથી આકુળ વિષય તૃષ્ણાથી પરિવ્યાપ્ત, ધર્માશ્રય પરિત્યાગી, કષાય સ્થાનોથી યુકત, અશાન્તિ વર્ધક, પ્રમાદ મૂળ, અકુશળ કર્મનું કારણ અસાતાવર્ધક,તિર્યંચ ગતિમાં લઈ જનારું છે.
JOOOOOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org