Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૨
૧૦૩ # પરિહાર એટલે પૃથકરણ મહીનો, બે મહીના અથવા કેટલાંક પરિમિત કાળને માટે સંઘથી પૃથક કરી દેવા તેને પરિહાર પ્રાયશ્ચિત કહે છે.
# વ્રત ભંગ, ઉસૂત્રપ્રરૂપણા આદિને માટે આ પ્રાયશ્ચિત અપાય છે. આ પ્રાયશ્ચિતમાં તેની સાથે વંદન,વાતચિત,ગોચરી પાણી આદિ ત્યાગ,વગેરે કરવામાં આવે છે, અર્થાત્ સંઘાડા/સમુદાય ની બહાર મુકવામાં આવે છે. નિયત કરેલા તપોડનુષ્ઠાન તથા કાળમર્યાદા પૂર્ણ થયે તેને પુનઃસંઘમાં સ્વીકારાય છે.
[૯]ઉપસ્થાપના:
# અહિંસા, સત્ય,બ્રહ્મચર્ય આદિ મહાવ્રતોનો ભંગ થવાને લીધે ફરી પ્રથમથી જ જે મહાવ્રતોનું આરોપણ કરવું તે ઉપસ્થાપન -
# દોષોની શુધ્ધિ માટે દીક્ષાના પૂર્વ પર્યાયનો ત્યાગ કરી બીજા નવાપર્યાયોમાં સ્થાપન કરવો અર્થાત ફરીથી પ્રવજયા આપવી એ ઉપસ્થાપન પ્રાયશ્ચિત. 2 उपस्थापनं पुनर्दीक्षणं पुनश्चरणं पुनर्वतारोपणं इति अनर्थान्तरम् ।
આ પ્રાયશ્ચિતનું બીજું નામ અનવસ્થાપ્ય પણ છે. તેનાથી પણ ઉચ્ચ કોટીનું પાશ્વત પ્રાયશ્ચિત છે. વૃત્તિકાર સિધ્ધસેનગણિજીના જણાવ્યા અનુસાર તેનો ઉપસ્થાપના જોડે જ સમાવેશ થઈ જાય છે.
૪ આરીતે પ્રાયશ્ચિતતપનાનવભેદસૂત્રકાર મહર્ષિએ જણાવેલ છે. આ પ્રાયશ્ચિતો દેશ, કાળ, શકિત,સંહનન તથા શરીર, ઇન્દ્રિય, જાતિ અને ગુણોત્કર્ષકૃત સંયમની વિરાધનાનુસાર તે-તે દોષોની શુધ્ધિ માટે અપાય છે અને આચરવામાં આવે છે. - આ કથનનો અર્થ એ છે કે એકજ અપરાધનું પ્રાયશ્ચિત દેશ કાળ આદિની અપેક્ષાએ હલકુંભારે હોઈ શકે છે. અને સંયમની વિરાધના પણ તરતમરૂપથી અનેક પ્રકારની હોય છે.
જેમકે સ્થાવર કરતા બે-ત્રણ કે ચાર ઇન્દ્રિય વાળાની વિરાધના ઉત્તરોત્તરક્રમમાં વધારે હોય છે. પંચેન્દ્રિયમાં પશુકરતા મનુષ્યની વિરાધના વધુ છે. મનુષ્યમાં પણ સમ્યગ્દર્શનાદિ ગુણો ધરાવનાર ની વિરાધના વધુ છે. તે રીતે પ્રાયશ્ચિત પણ વધુ ઓછું હોઈ શકે.
વિશેષા-ગ્રન્થાન્તરમાં પરિહાર અને ઉપસ્થાપન એ બે છેદ પ્રાયશ્ચિતને બદલે મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત પ્રાયશ્ચિત નું કથન જોવા મળે છે.
મૂલ પ્રાયશ્ચિત-મૂળથી ચારિત્ર પર્યાયનો છેદ કરવો અર્થાત્ પુનઃ પ્રવજયા આપવી. અનવસ્થાપ્યપ્રાયશ્ચિતઃ-શુધ્ધિમાગુરદત્તપ્રાયશ્ચિતનકરેત્યાંસુધીમાવ્રતોનઉચ્ચારાવવા
પારાંચિત્ત પ્રાયશ્ચિત-અતિ મોટા દોષોની શુધ્ધિ માટે ગચ્છ બહાર નીકળી ૧૨-વર્ષ સુધી છૂપા વેશમાં ફરે તથા શાસનની પ્રભાવના કરે પછી ફરી દીક્ષા લઇ ગચ્છમાં દાખલ થાય તે પારાંચિત પ્રાયશ્ચિત.
જ સૂચના - અહીં જે નવ પ્રકારના પ્રાયશ્ચિતનું વર્ણન કર્યું તે, તથા ગ્રન્થાન્તરમાં દશ પ્રકારે પણ જે પ્રાયશ્ચિત કહેવાય છે તે, એ બંને રીતે ગણાવાયેલ પ્રત્યેક પ્રાયશ્ચિત કયા કયા દોષોને લાગુ પડે છે, કેવી કેવી જાતના દોષોને લાગુ પડે છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ વ્યવહારસૂત્ર,જીતકલ્પસૂત્ર,બૃહતકલ્પ સૂત્ર, નિશિથ સૂત્ર આદિ ગ્રન્થોમાં વિસ્તારથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org