Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય ૯ સૂત્રઃ
૩૧ શારીરિક નુકસાનઃ- વર્તમાન માનસશાસ્ત્રીઓનું એવું તારણ છે કે સખત કામ કે પરિશ્રમથી જે નુકસાન થાય છે તેના કરતા અનેકગણું નુકસાન ક્રોધ કરવાથી થાય છે. ક્રોધ લોહીનું દબાણ વધારે છે, જઠરાગ્નિને મંદ બનાવે છે, ક્ષય કે અજીર્ણ જેવા રોગો ઉત્પન્ન કરે છે. ઇન્દ્રિયોની પ્રસન્નતા ગુમાવે છે.
આધ્યાત્મિક નુકસાનઃ- આધ્યાત્મિક દ્રષ્ટિએ સૌથી વધુ નુકસાન થાય છે. કેમ કે આંતરિક પરણિતિ અશુભ બની જાય છે ચિત્તની વ્યાકુળતાથી આરાધનમાં ચિત્ત ચોંટતું નથી. અશુભ કર્મો બંધાય છે, સંચિત્તશુભ કર્મો પણ અશુભ બને છે. કર્તવ્ય-અકર્તવ્યના વિવેકના અભાવેવ્રતોનો ભંગ પણ થઈ જાય છે.ગુણસ્થાનકની શ્રેણીએજીવ આગળ વધી શકતો નથી.
(૩)બાલ સ્વભાવઃ
# કોઈ પોતાની પાછળ કડવું કહેતો એમ ચિંતવવું કે બાલ-અણસમજું લોકોનો એવો સ્વભાવજ હોય છે. આમ પાછળ બોલે તેમાં શું? સામે તો નથી ભાંડતો ને?
જો કોઈ સામે આવીને જ ભાડે ત્યારે એમ ચિંતવવું કે બાલ લોકોનોતો આવો સ્વભાવ જ હોય કેતે બોલ-બોલ કરે. ખાલી ભાડે જ છેને? કંઈ મને મારતો તો નથીને? એટલો તો લાભ છે. '
જો કોઇ પ્રહાર કરે, તો એવું વિચારે કે હશે ભલેને માર્યો કંઈ મને મારી તો નથી નાખ્યોને?
જો કોઈ પ્રાણ મુક્ત કરવા સુધી પહોંચી જાય તો એવું વિચારે કે કશો વાંધો નહીં. મરી જવું પડશે એટલું જ ને? પણ તે જીવ મને કંઈ ધર્મથી ભ્રષ્ટ તો કરતો નથી ને?
એ રીતે જેમ જેમ મુશ્કેલી વધતી જાય તેમ તેમ વિશેષ ઉદારતા અને વિવેક વૃત્તિ વિકસાવી ઉપસ્થિત મુશ્કેલીને નજીવી ગણવી તેને બાલસ્વભાવનું ચિંતન કહેવામાં આવે છે.
(૪)સ્વ કર્મોદયઃ
# કોઇ ગુસ્સો કરે ત્યારે એમ ચિંતવવું કે, આ પ્રસંગોમાં સામી વ્યકિત તો નિમિત્ત માત્ર છે. ખરી રીતે એ પ્રસંગ મારાં પોતાનાં જપૂર્વકૃત કર્મનું પરિણામ છે, એ સ્વકર્મોદય ચિંતવના.
$ જયારે ક્રોધનું નિમિત્ત મળે ત્યારે પોતાના કર્મોદય-કર્મફળ નો વિચાર કરવો જોઈએ. જેથી નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન આવે.આપણા અશુભ કર્મોનો ઉદય હોય તો અન્ય વ્યકિત નિંદા કરે, આપણા માટે અયોગ્ય વચન બોલે મારે, ગાળો ભાંડે આ બધું ખરેખરતો આપણે બાંધેલા અશુભ કર્મોનું જ ફળ છે એ પ્રમાણે વિચારવું.
(પ)ક્ષમાગુણ -
# કોઈ ગુસ્સો કરે ત્યારે એમ ચિંતવવુંકેસમાધારણ કરવાથી ચિત્તમાં સ્વસ્થતા રહે છે. તથા બદલો લેવા કે સામા થવાથી ખર્ચાતી શકિત બચે છે, તેનો ઉપયોગ સન્માર્ગેશકય બને છે.
૪ વારંવાર ક્ષમાના ગુણોની વિચારણા કરવાથી પણ ક્રોધને રોકી શકાય છે. ક્ષમાના સેવનથી કોઈ જાતનો શ્રમ પડતો નથી. ક્ષમા ને લીધે અનેક પ્રકારના કલેશ થી બચી જવાય છે. ક્ષમાના યોગે આત્મ પરિણતિ શુભ બને છે. નવા અશુભ કર્મો બંધાતા નથી પૂર્વબધ્ધ અશુભ કર્મોની નિર્જરા થાય છે. અન્યની પ્રીતિનું સંપાદન થાય છે. ક્ષમાએ સર્વગુણોનો આધાર છે વગેરે ચિંતવના કરવી તે
આવી પાંચ પ્રકારની વિચારણા થકી ક્ષમા ધર્મ કેળવી શકાય છે
-ક્ષમા ધર્મ પાંચ પ્રકારે કહ્યો છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org