Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સામાયિક ચારિત્રના-ઈવરકથિત અને માવજીવ સિવાય બીજી રીતે પણ ચાર ભાગ પડે છે.
(૧)સમ્યક્ત સામાયિકઃ-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી આત્મા અને શરીરાદિકનું ભેદજ્ઞાન થાય, તે સમ્યક્ત સામાયિક.
(૨)શ્રુત સામાયિકઃ- મોક્ષની ઇચ્છાથી સમભાવ કેળવવાનું જ્ઞાન કરવા માટે મોક્ષમાર્ગ દર્શક શ્રુતજ્ઞાનનો વિધિપૂર્વક અભ્યાસ એટલે કે પાંચ પ્રકારનો સ્વાધ્યાયતે શ્રત સામાયિક.
(૩)દેશ વિરતિ સામાયિક:- દેશથી વિરતિ કે દેશથી પ્રત્યાખ્યાન.બાવ્રતો તથા બેઘડીના શિક્ષાવ્રત રૂપ જે સામાયિક તે દેશવિરતિ સામાયિક.
(૪)સર્વવિરતિ સામાયિકઃ-સર્વથી વિરતિ કે સર્વથી પ્રત્યાખ્યાન. જેમાં પાંચઆચાર સહિત પાંચ મહાવ્રતોનું પાલન કરવા પૂર્વક સામભાવની પ્રાપ્તિ થાય છે તે સર્વવિરતિ સામાયિક.
જ છેદોપસ્થાપ્ય ચારિત્ર
૧- પ્રથમ દીક્ષા-કાચીદીક્ષા બાદ વિશિષ્ટ કૃતનો અભ્યાસ કરીને વિશેષ શુધ્ધિ ખાતર જે જીવન પર્યન્તની ફરીદીક્ષા લેવામાં આવે છે, તે, તેમજ પ્રથમ દિશામાં દોષાપત્તિ આવવાથી તેનો છેદ કરી ફરી નવેસરથી દીક્ષાનું જે આરોપણ કરવામાં આવે છે તે છેદોપસ્થાપ્ય ચારિત્ર.
-અહીં વડી દીક્ષા વાળો જે ભેદ કહ્યો તેને નિરતિચાર છેદોપસ્થાપ્ય કહ્યું છે અને બીજો દોષાપત્તિ વાળો જે ભેદ,તેને સતિચાર છેદોપસ્થાપ્ય કહ્યું છે.
૨- જેમાં પૂર્વ પર્યાયનો છેદ કરી ઉત્તર પર્યાયમાં ઉપસ્થાપન કરવામાં આવે તે છેદોપસ્થાપન કે છેદોપસ્થાપ્ય કહેવામાં આવે છે. જેને વર્તમાનમાં વડી દીક્ષા કે પાકી દીક્ષા તરીકે પણ ઓળખાવાય છે.
આ ચારિત્ર ભરત ઐરાવત ક્ષેત્રમાં પહેલા-છેલ્લા તીર્થકર ના સાધુઓને માટે કહેવાયું છે કેમ કે તેમને વડી દીક્ષા કે ઉપસ્થાપના વિધિ રૂપ ચારિત્ર અપાય છે.
-બાવીસ તીર્થકર તથા મહાવિદેહના સાધુઓને નિરતિચાર અિતિ અલ્પઅતિચાર) ચારિત્ર હોવાથી પૂર્વપર્યાય નો છેદ કરી ઉત્તર પર્યાયમાં ઉપસ્થાપન કરવાની આવશ્યકતા રહેતી નથી તેથી તેમને છેદોપસ્થાપ્ય ચારિત્ર ગણેલ નથી.
૩-પ્રથમ સામાન્ય ભાવે ચારિત્ર અંગીકાર કર્યા પછી તે આત્મા અતિચારાદિ દોષોથી વિશેષ શુધ્ધ થઈ જે નિરતિચાર ચારિત્ર પામે છે તેને છેદોપસ્થાપનીય ચારિત્ર જાણવું.
આ છેદોપસ્થાપનીય ચારિત્ર ધર્મના બે ભેદ છે (૧)સાતિચાર (૨)નિરતિચાર. આ ચારિત્ર ફકત સર્વવિરતિઘર આત્માઓને જ હોય છે.
૪-પૂર્વ ચારિત્ર પર્યાયનો છેદ કરી પુનઃ મહાવ્રતોનું આરોપણ કરવું તે છેદોપસ્થાપન ચારિત્ર. તે બે પ્રકારે છે.•
સતિવાર છે પાપન મુનિવડે થયેલા મુળગુણના ઘાતને પરીણામે પૂર્વે પાળેલા દીક્ષા પર્યાયનો છેદકરીને, પુનઃચારિત્ર ઉચરાવવું તે છેદપ્રાયશ્ચિતવાળું સાતિચાર છેદોપ સ્થાપનનિકચારિત્ર.
નિતિવારછેદ્રો સ્થાનિ:- લઘુદીક્ષાવાળા મુનિને ઉત્કૃષ્ટ થી છમાસ બાદ વડી દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org