Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૮
૨-સમ એટલે રાગ દ્વેષનો અભાવ કે સમતા. ગાય એટલે લાભ .
જેનાથી સમતા નો લાભ થાય તે સામાયિક. જો કે સામાયિક શબ્દના આ અર્થથી પાંચે પ્રકારનું ચારિત્ર સામાયિક સ્વરૂપ છે તેવું જણાશે કેમ કે પાંચે ચારિત્રમાં સમતાનો લાભ તો થવાનો જ છે પણ પ્રસ્તુત સ્થાનમાં સામાયિક શબ્દ અમુક ચોક્કસ પ્રકારના ચારિત્રમાં રૂઢબની ગયો છે જેને વર્તમાન ભાષામાં “દીક્ષા' શબ્દથી ઓળખાય છે
આ સામાયિક ચારિત્રના બે ભેદો છે. ઈતરકાલિકાયાવજીવિકા
૪ થોડો કાલ રહેનારસામાયિક ઇત્વરકાલિક છે. જેને વર્તમાનકાલિનભાષામાં દીક્ષા કે કાચી દીક્ષા કહેવામાં આવે છે.
# વાવજીવ સામાયિક એટલે જીવન પર્યન્ત રહેનાર સામાયિક.
૩- રાગ દ્વેષાદિ મોહજન્ય પરિણામો પ્રતિ ઉપશમ,યોપશમ કે જ્ઞાયિક ભાવ સ્વરૂપી આત્મ પરીણામી આત્માને સામાયિકાદિ ચારિત્રગુણની પ્રાપ્તિ થાય છે. આ ચારિત્રધર્મમાં આત્મા પરભાવ પ્રતિના પરિણામ-પ્રવૃત્તિથી કથંચિત્ અલગ થઈ જે ભાવે સમ રિાગ-દ્વેષ રહિત પરિણામનો લાભ પામે છે તે સામાયિક ચારિત્રધર્મ.
૪-સમ એટલે જ્ઞાન-દર્શન ચારિત્રનો ગાય એટલે લાભ, તે સમાય વ્યાકરણના નિયમાનુસાર ડ્રગ પ્રત્યેય લાગીને સામયિ શબ્દ થાય છે. અનાદિકાળની આત્માની વિષમ સ્થિતિમાંથી સમ સ્થિતિમાં લાવવાનું સાધન તે સામાયિક ચારિત્ર.
ડુત્વરથ સામાયિશ વારિત્ર-ઈવર કથિક એટલે અલ્પકાળ માટેનું, થોડા સમય માટેનું ચારિત્ર.
ભરતાદિ દશ ક્ષેત્રમાં પેલા અને છેલ્લા જિનેશ્વરના શાસનમાં પ્રથમ લઘુ દિક્ષા અપાય છે તે તથા શ્રાવકનું શિક્ષાવ્રત નામનું સામાયિક વ્રત, પૌષધ આદિને ઈત્વરકથિક સામાયિક ચારિત્ર કહે છે
વિથિકા સામયિક ચરિત્ર-ચાવજજીવ સુધીનું સામાયિક ચારિત્રnયાવતકથિક સામાયિક ચારિત્ર.
મધ્યના ૨૨ તીર્થકરના શાસનમાં તથા મહાવિદેહમાં લઘુદીક્ષા-વડી દીક્ષાનો ભેદ નથી ત્યાં દીક્ષાના દિવસથી જ નિરતિચાર ચારિત્ર પાલન માટેની પ્રવૃત્તિ થાય છે માટે તેમને યાવજ્જીવ આ એક જ ચારિત્ર કહે છે.
સમયઃ- ની અપેક્ષાએ ઈત્વરકથિત સામાયિક ચારિત્ર વધુ માં વધુ છ માસનું અને નિરતિચાર કહ્યું છે જયારે યાવત્રુથિક સામાયિક ચારિત્ર અલ્પ અતિચારથી યુક્ત અને યાયવજજીદ પર્યન્તનું હોય છે.
આ સામાયિક ચારિત્રને પામ્યા વિનાશષ ચાર ચારિત્રનો લાભ કદાપી જીવને થતો નથી. વળી બાકીના ચારે ચારિત્રો એ સામાયિક ચારિત્રના ભાગરૂપજ ગણી શકાય. કેમ કે વિશેષે વિશેષે શુધ્ધિને માટે જ આ ચારિત્રોનીગણના થઈ છે. અથવાતો એમ પણ કહી શકાય કે સામાયિક સાથે છેડો.સ્થાપ્ય, સામાયિક સાથે પરિહાર વિશુધ્ધિ, સામાયિક પૂર્વક સૂક્ષ્મ સમ્પરાય અને સામાયિક પૂર્વક યથાખ્યાત એમ બધાં ભેદો સમજવા.
અ. ૯) Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org