Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૯
૯૧ પ-મધુર-સ્વાદિષ્ટ રસવાળા પદાર્થો નો ત્યાગ એ રસપરિત્યાગ તપ, ઈન્દ્રિયોને અને સંયમોને દૂષિત કરનાર વિગઈઓનો ત્યાગ એ રસપરિત્યાગ.
અત્યાર સુધીની બધી વ્યાખ્યા રસત્યાગ તે વિગઈ ત્યાગ સ્વરૂપની છે. પણ વિશેષ ખુલાસો કરીએ તો એમ કહી શકાય કે રસના ઈન્દ્રિય ની રાગ-દ્વેષ જન્ય પરિણતિનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ છે. કોઈપણ પદાર્થ પછી તે તીખો-કડવો -તુરો-ખાટો-મીઠો કે ખારો ગમે તેવો હોય તો પણ રાગ કે દ્વેષથી ગ્રહણ ન કરતાં સમચિત્ત બનીને ગ્રહણ કરવો અર્થાત્ તર્જન્ય રતિ કે અરતિના વિષયમાં ન લેપાવું તે જ વાસ્તવિક રસપરિત્યાગ છે.
જ વિવિકત શય્યાસન સંલીનતા* विविकत ૧-બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું, તે વિવિક્તશય્યાસનjલીનતાપકહેવાય છે.
૨- વિવિકત શય્યાસન, આ તપ સંલીનતા નામે પણ પ્રસિધ્ધ છે ત્યાં સંલીનતા એટલે સંવરવું, સંકોચવું જેના ચાર ભેદ છે.
iી ત:-ઇન્દ્રિયો સંવરવી કે પાછી હઠાવવી તે. #ષયમંત્રીના:- કષાયો રોકવા તે. ક્રોધાદિની વૃધ્ધિ ન થવાદેવી તે વસંીનતા-અશુભ યોગોથી નિવર્તવું તે.
વિવિજdવયંસંછીનતા -સ્ત્રી, પશુ, નપુંસકના સંસર્ગવાળા સ્થાનનો ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું તે.
૩-વિવિહત એટલે એકાંત, એકાંતમાં શવ્યા આદિ રાખવું અર્થાત્ એકાંતમાં રહેવું તે વિવિકત શય્યાસન.
સ્ત્રી,પશુ, નપુંસકથી રહિત તથા સંયમમાં બાધા ન પહોંચે તેવા શૂન્યઘર, મંદિર વગેરે એકાંત સ્થળે જ્ઞાનાદિની આરાધનામાં લીન રહેવું એ વિવિત થયાસન તપ છે.
આ સ્થળે જેઓ સંલીનતા તપનો નિર્દેશ કરે છે તે એક પ્રકારે પર્યાયવાચી શબ્દ જ છે.
સંલીનતાના ચારભેદ કહ્યા છે. (૧) ઇન્દ્રિય સંલીનતા,(૨)કષાયસલીનતા, (૩)યોગ સંલીનતા (૪)વિવિકત ચર્યા સલીનતા જેને બદલે સૂત્રકાર મહર્ષિ ફકત વિવિકત શવ્યાસન શબ્દ વાપરે છે તે પણ સૂચક છે.
વિવિકત ચર્યા અને વિવિકત શવ્યાસન બંને વ્યાખ્યાની દ્રષ્ટિએ સમાનર્થક શબ્દો છે. સંસીનતાની અપેક્ષાએ વિવિકત શય્યાસન એ એક પેટા ભેદ છે. પણ જયારે વિવિકત શવ્યાસન શબ્દથી ઉલ્લેખ થાય ત્યારે ગર્ભિત રીતે ચારે પ્રકારની સંલીનતાનો નિર્દેશ થઈ જ જાય છે. કેમકે ઇન્દ્રિય કષાય-યોગ-એ ત્રણે સંલીનતા વિનાની વિવિકત શય્યાસન સંલીનતા નિરર્થક છે. કેમ કે સંયમને બાધા ન પહોંચે તે રીતે એકાત્ત સ્થાનમાં રહેવું એ જેમ સંલીનતા છે તેમ આ સાથે ઇન્દ્રિય કષાય અને યોગોનો સંયમ પણ આવશ્યક જ છે. જો ઈન્દ્રિયઆદિનો સંયમ ન જળવાય તો એકાન્ત સ્થાનમાં વસવાનો કોઈ અર્થ જ નથી. માટે વિવિકત શવ્યાસન એ ચારે પ્રકારની સંલીનતા નો જ પરોક્ષ રીતે ઘાતક છે તેમ અહીં વિધાન કરેલું છે.
૪- સમ્યગુદૃષ્ટિ જીવને સ્વાધ્યાય, ધ્યાન વગેરેની પ્રાપ્તિ માટે કોઈ એકાંત નિર્દોષ સ્થાનમાં પ્રમાદ રહિત સૂવા બેસવાની વૃત્તિ તથા અંતરંગ પરિણામોની જે શુધ્ધતા તેને
Jain Education International
or Priv&e & Personal Use Only
elibrary.org