Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૫- કર્મગ્રન્થની પરીભાષામાં એમ કહેવાય કે યથાખ્યાત ચારિત્ર જીવને ૧૧ માંથી ૧૪માં ગુણ સ્થાનક પર્યન્ત હોયજ છે. કેમ કે તે વખતે ચારિત્રમોહનીયકર્મની એક પણ પ્રકૃત્તિ ઉદયમાં ન હોવાથી આત્મામાં ચારિત્ર ગુણ પુરેપુરો ખીલી ઉઠેલો હોય છે.
ન
ઉંચામાં ઉંચા ચારિત્ર ગુણ વિશે, જે પ્રમાણે જાહેર રીતે કહેવામાં આવ્યુ હોય છે, તેવી રીતે તે ચારિત્ર હોય છે.
અંતે આ પાંચે પ્રકારના ચારિત્ર થી આત્મા સંવર કરે છે. દેશસંવર-સર્વસંવર થકી મોક્ષે પહોંચેછે તે વાત સ્મરણમાં રાખીને આ પાંચ ભેદોના સ્વરૂપને ચિંતવવું. [] [8]સંદર્ભ:આગમ સંદર્ભ:
e
सामाइयत्थ पढमं छेदोवट्ठावणं भवे बीयं परिहारविसुध्धीयं सुहुम तह संपरायं च अकसायमहक्खायं छउमत्थस्सजिणस्स वा, एवं चयरित्तकरं, चारित्तं होई आहियं * ૩ત્ત. અ.૨૮,. ૩૨,૩૩
તત્વાર્થ સંદર્ભ:
सम्यग्द्दष्टि श्रावकविरतानन्त वियोजक दर्शनमोहक्षपकोपशमकोपशान्तमोहक्षपकक्षीणमोहजिना: સૂત્ર. ૧૬:૪૭ થી સંયતની ભિન્નભિન્ન કક્ષા જણાવે છે.
અન્યગ્રન્થ સંદર્ભ:
(૧)નવતત્વ પ્રકરણ ગાથાઃ૩૨,૩૩-મૂળ તથા વિવરણ (૨)પંચ સંગ્રહ
(૩)વિશેષાવશ્યક ગાથા-૧૨૪૭ વૃત્તિ ] [9]પદ્યઃ
(૧) . પ્રથમ સામાયિક બીજું, ઉપસ્થાપન છેદ થી પરિહાર શુધ્ધિ જાણીએ, શુભ ચરણ ત્રીજું ભેદથી ચારિત્ર ચોથું નામ નિર્મળ સૂક્ષ્મ સમ્પરાય છે સર્વ રીતે શુધ્ધ પંચમ યથાખ્યાત વિખ્યાત છે. સામાયિકને છેદોપસ્થાપન પરિહાર વિશુધ્ધિ તથા સૂક્ષ્મ સમ્પરાયો ત્યાં ચોથું યથાખ્યાત પાંચમુંયથા એ પાંચે ચારિત્રો ક્રમથી મોક્ષમાર્ગ સોપાન બને તપ પણ કર્મ ક્ષયે ઉપયોગી બાહ્યાયંતર બેયરીતે
(૨)
[10]નિષ્કર્ષઃ-સંવર ના ઉપાય તરીકે એક ભેદ ચારિત્ર કહ્યો છે. જેમાં પાંચ ભેદ
દર્શાવ્યા સામાયિક થી યથાખ્યાત પર્યન્તના. જો કે સામાયિક ચારિત્રતો બધાં ભેદોમાં વ્યાપ્ત જ છે. પણ પછી-પછીના ભેદો આત્મ વિકાસની કક્ષા અનુસાર દર્શાવ્યા .તેમાં વધતા આત્મ વિકાસ સાથે ચારિત્રની સુધારણા પણ સંકડાયેલી જ છે. નિષ્કર્ષ જન્ય વાત અહીં એક જ છે કે જો જિનાજ્ઞાનું સર્વથા પાલન કરવું હોય તો અંતેતો તેમને કહ્યા મુજબનું જ આચરણ કરવું પડશે. અને તેમના કહ્યા મુજબના આચરણની ચરમ સિમા તે યથાખ્યાત ચારિત્ર કે જે ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org