Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)ઉપકાર ક્ષમા - કોઈએ પોતાને નુકસાનક્યુ હોયતો “એ કોઈ વખતે ઉપકારી છે'' એમ જાણી સહન શીલતા રાખવી તે ૩૫રિક્ષમાં
(૨)અપકાર ક્ષમા - જો હું ક્રોધ કરીશ તો આ મારું નુકસાન કરશે એમ વિચારી ક્ષમા કરવી તે અપર ક્ષમ
(૩)વિપાક ક્ષમા - જો હું ક્રોધ કરીશ તો કર્મબંધ થશે એવું વિચારી ક્ષમા રાખવી त विपाकक्षमा
(૪)વચન ક્ષમા - શાસ્ત્રમાં ક્ષમા રાખવાનું કહ્યું છે તેથી ક્ષમા રાખવી તે વેવન ક્ષમા (પ)ધર્મ ક્ષમા - આત્માનો ધર્મજ ક્ષમા છે. એમ વિચારી ક્ષમા રાખવી તે ધર્મક્ષ
આ પાંચ પ્રકારની ક્ષમામાં છેલ્લી બે ક્ષમા ઉત્તમ કોટીની કહી છે કેમકે તેમાં જિનાજ્ઞાનું પાલન પણ સાથે સાથે થાય છે.
[૨]માર્દવ ધર્મ - ૪ માન અભિમાન નો ત્યાગ કરી નમ્રતા ધારણ કરી વિનય કરવો તે.
# ચિત્તમાં મૃદુતા અને બાહ્ય વ્યવહારમાં પણ નમ્રતા વૃત્તિ તેમાર્દવ.આ ગુણ કેળવવા માટે જાતિ,કુળ,રૂપ,ઐશ્વર્ય,બુધ્ધિ શ્રુત, લાભ,વીર્ય એ આઠ બાબતોમાં પોતાના ચડિયાતા પણાથી મલકાવું નહીં, ઉલટું એ વસ્તુઓની વિનશ્વરતા વિચારી ચિત્ત માંથી અભિમાનનો કાંટો કાઢી નાખવો.
$ માર્દવ એટલે મૃદુતા-નમ્રતા નિરાભિમાનતા અર્થાત મદ અને માનનો નિગ્રહ એ માર્દવ છે.
d મૂદુકર્મ,મદનિગ્રહ, માન વિઘાત,માન નિગ્રહ,માનનો અભાવ,નિરાભિમાનતા, બડાઈ હાંકવી નહીં. વગેરે તેના પર્યાય શબ્દો છે.
આઠમદા
(૧)જાતિમદ- પિતાની વંશ પરંપરા તે જાતિ, તે વંશ પરંપરા ઉચ્ચ પ્રકારની હોય તો તે પ્રખ્યાત વંશનું અભિમાન રાખવામાં આવે, અથવા મળેલી પંચેન્દ્રિય જાતિનું અભિમાન કરવું તે જાતિ મદ.
(૨)કુળમદ-માતાના વંશની પરંપરા તે કુળ અને તેનો મદ તે કુળમદ.
(૩)રૂપ મદઃ- લાવણ્યયુકત શરીરની સુંદર રચના અને ઇન્દ્રિયોની સુંદરતા તથા પ્રકર્ષતા તે રૂપ,તેનો મદ તે રૂપમદ.
(૪)ઐશ્વર્યમદ-ધન, ધાન્ય,પશુ મકાન વગેરે ઐશ્વર્ય કે સંપત્તિ પ્રાપ્ત થયા હોય તો તેનું અભિમાન કરવું તે ઐશ્વર્ય મદ,
(૫)બુધ્ધિ મદદ-ઔત્પાતિકી,વૈનાયિકી, કાર્મિક અને પારિણામિકી એ ચાર પ્રકારની બુધ્ધિમાંની કોઈપણ બુધ્ધિ પ્રાપ્ત થઈ હોય, ત્યારે પોતાની જાતને બુધ્ધિમાન માની તેનો અહંકાર કરવો તે બુધ્ધિદ.
()શ્રુત મદદ- શાસ્ત્રોના અભ્યાસથી ઉત્પન્ન થયેલો મદ, જેમ કે મારા જેવો શાસ્ત્રજ્ઞ કોણ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org