Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૭
૪૫
(૫)અપવિત્રતાને નિવારવાની અસંભવીતતા.
આ પાંચ કારણોની વિસ્તૃત ચર્ચા સ્વોપન્ન ભાષ્ય તથા તેના પર આધારીત વૃત્તિઓમાં જોવા મળે છે. તદ્નુસાર અશુચિત્વ નું ચિંતન તે અશુચિત્વાનુપ્રેક્ષા. [૭]આસ્રવ અનુપ્રેક્ષાઃ
ઇન્દ્રિયોના ભોગોની આસકિત ઘટાડવા એક એક ઇન્દ્રિયના ભોગના રાગમાંથી ઉત્પન્ન થતાં અનિષ્ટ પરિણામોનું ચિંતન કરવું તે આસ્રવનુપ્રેક્ષા.
આસ્રવ એટલે કર્મોનું આત્મામાં આગમન, આસવનું, સ્વરૂપ,આસવના કારણો, આસ્રવથી થતા દુઃખો વગેરેના વિચાર કરવો તે આસ્રવાનુપ્રેક્ષા [અધ્યાયઃમાં વિવિધ રીતે આસ્રવોનુંવિચાર કરવામાં આવેલો જછે.સામાન્ય થી મન,વચન,કાયાનોયોગ એ જ આસ્રવ છે. વિશેષથી અવ્રત-ઇન્દ્રિય-કષાય અને ક્રિયા એ ચાર ભેદથી આસ્રવ કહ્યો છે. વિશેષે કહીએ તો કષાયપણાને પણ આસ્રવ નું સાધન કહ્યું છે] આ રીતે થતાં આસ્રવથી બંધ થાય છે. બંધ થી જીવ નરકાદિ ચાર ગતિમાં ભટકે છે વિવિધ દુઃખ અને વેદના સહન કરે છે અને સમગ્ર સંસારમાં પરિભ્રમણ ચાલું રહે છે. તે સંબંધિ વિચારણાઃ
પરદૂવ્યોના જે જે મોહ ઉત્પન્ન કરનારા પરિણામો છે, તેતે પરિણામોને આત્મા હેય માને, તેનાથી અળગા રહેવા વિચારણા કરે તે આસ્રવ અનુપ્રેક્ષા.
કર્મના આવવાના માર્ગોથી કર્મ સતત આવે છે, આત્માને નીચો ઉતાર્યે જ જાય છે. જો આમને આમ ચાલુ રહેશે તો આત્માની ઉન્નતિ કયારે થશે તે વિચારણા કરવી એ આસવાનુપ્રેક્ષા
કર્મોને આવવાના માર્ગને આસ્રવ કહે છે. આ બધા આસ્રવો આ ભવ તથા પરભવ બંનેમાં દુ:ખદાયી છે. દુઃખોનું કારણ છે તથા આત્મા ને કલ્યાણથી વંચિત રાખે છે. જે પ્રકારે મોટી મોટી નદીઓના પ્રવાહ નો વેગ અતિ તીક્ષ્ણ હોય છે અને તે અકુશળના આગમન અને કુશળના નિર્ગમન દ્વાર સ્વરૂપ હોય છે. એ જ રીતે આ ઇન્દ્રિય વગેરે આસ્રવ પણ જીવોને અકલ્યાણ સાથે જોડવાનો અને કલ્યાણથી વંચિત રાખવાનો માર્ગ છે, એ પ્રમાણે સંવરના અભિલાષી સાધુ આસ્રવની અધમતાનો વિચાર કરે તે આસ્રવાનુપ્રેક્ષા
-આ બાબત સ્વોપજ્ઞ ભાષ્યમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો, તેથકી આવતા કષ્ટ-દુઃખ કે મૃત્યુનું વિવરણ કરે છે. જે આ પૂર્વે બીજાઅધ્યાયમાં સૂત્ર ૨૦,૨૧માં જણાવેલું છે.
[૮]સંવર-અનુપ્રેક્ષાઃ
દુવૃત્તિના દ્વારો બંધ ક૨વા માટે સવૃત્તિના ગુણોનું ચિંતન કરવું તે સંવરાનુપ્રેક્ષા. સંવરનું સ્વરૂપ,સંવરના હેતુઓ, સંવરથી થતા સુખ વગેરેનું ચિંતન કરવું એ સંવર ભાવના છે. આત્મા જેમ જેમ સંવરનું સેવન કરે તેમ તેમ આસ્રવ થી થતાં દુઃખોથી મુકત બનતો જાય છે . કેમ કે સર્વ દુઃખનું મૂળ હોયતો શુભાશુભ કર્મો છે આ કર્મોને આવવાનું દ્વાર આસ્રવ છે. અને સંવર એ આસ્રવને રોકવાનો એક માત્ર ઉપાય છે. માટે સંવરધર્મનું આરાધન કરવું એ જ ચિંતવના તે સંવર અનુપ્રેક્ષા.
જે આત્મા પાંચે ઇન્દ્રિયો અને મનને વિષયોથી નિવર્તાવી આત્માનું રક્ષણ કરે છેતેનેપ્રગટ પણે સંવર કહે છે. તેમ જાણીને તેને આદરવા સંબંધિ વિચારણા કરવી તે સંવર-અનુપ્રેક્ષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org