Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
તે પરિષહ છે રોવ્યા: પરીષદા:
મોક્ષમાર્ગથી મારુ ચ્યવનન થાય એટલું કે મોક્ષમાર્ગ માં હું સ્થિર રહું તેવી ઇચ્છાથી જે સહન કરવું તે પરિષહ છે.
જ્ઞાનાવરણ આદિ કર્મના ક્ષયને માટે જે સહન કરવા યોગ્ય છે તને પરિષહ કહે છે. સિધ્ધિ પ્રાપ્તિ ના કારણ ભૂત એવા સંવરના વિઘ્ન હેતુઓને સહન કરવા એટલે કે સંવર કરવામાં વિઘ્ન રૂપ થતાં કારણોને વિફળ બનાવવા તે પરિષહ જય. ૐ ચારે તરફ આવી પડેલ ક્ષુધા-તૃષા આદિ બાવીસ પ્રકારના કષ્ટોને દ્રવ્ય,ક્ષેત્ર,કાળ,
ભાવની અપેક્ષાએ સહન કરવા તે પરિષહ .
સમસ્ત પ્રકારે કષ્ટને સહન કરવું પણ ધર્મ માર્ગનો ત્યાગ ન કરવો તે પરિષહ, જેના ૨૨ ભેદ આગામી સૂત્રમાં કહેવાશે.
વિશેષઃ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્રમાં એક સાથે બે વાત કહે છે. (૧)પરિષહ કોને કહેવાય તે- જેમ કે પરષોવ્યા: પરીષા: (૨)પરિષહ નો હેતુ કે પરિષહ સહવાનું કારણ () માધ્યિવનાર્થમ્ (વ) નિર્નાર્થમ્
પરિષહ સહેવાનું કારણ માર્ગની સ્થિરતા અને કર્મનિર્જરા છે.
(૩)સંવર હેતુઃ- સંવરના ઉપયોમાં એક ઉપાય કહ્યો છે પરિષહ-જય. અર્થાત્ આ પરિષહો ઉપર વિજય મેળવવાથી સંવર થાય છે. એટલે કે પ્રસ્તુત સૂત્રોકત માર્ગ સ્થિરતા અને કર્મ નિર્જરાની સાથે સાથે સંવરનો પણ તેમાં હેતુ રહેલો જ છે.
* સૂત્ર નું સવિશેષ સ્પષ્ટીકરણ:
સમ્યગ્દર્શન મોક્ષમાર્ગ છે. તેથી પડી ન જવાય, તેનાથી દૂર ચાલ્યા ન જવાય તે માટે, તેમજ કર્મના ઉદયથી આવી પડેલા કષ્ટોને સહન કરીને તે કર્મની એવી રીતે નિર્જરા કરવી કે જેથી નવા કર્મો ન બંધાય અને આત્માના અધ્યવસાયોની વિશુધ્ધિ ટકી રહે.
જો આવી પડેલા કષ્ટો સહી ન લેવાય, તો ધર્મમાર્ગમાં સ્થિર રહી શકાય નહીં, તથા નવા કર્મો પાછા તેવાજ બંધાય એટલે તેની પરંપરા કદી અટકે નહીં અને મોક્ષ પ્રાપ્ત કરી શકાય નહીં. તેથી મોક્ષમાર્ગમાં પ્રયાણ કરનારને પરિષહો સહન કરવાનું અનિવાર્ય છે.
સ્વાભાવિક રીતે મોક્ષમાર્ગમાં પ્રયાણ કરી રહેલા જીવોને આમ તો કોઇ મુશ્કેલી નડતી નથી પણ જયારે પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી એવા કષ્ટો આવે કે જયારે કાં તો તેણે સહન કરવું પડે અથવા તો મોક્ષમાર્ગછોડવોપડેકેતેમાંશિથિલતા આવે, મનબગડે, ટાળોઆવે, આત્મા મલીનથાય, વિશુધ્ધિ ખોઇબેસે, પ્રયાણ ભંગથાય-ત્યારે આ સંજોગોમાં સહન કરવુંએજ અનિવાર્ય માર્ગછે. તેથી સૂત્રકારે માર્ગમાંથી ચ્યુત ન થવા માટેપરિષહોને સહન કરવા જણાવ્યુંછે.
એ જ રીતેબીજું કારણ છે કર્મ નિજરા. જો કે ઉદયમાં આવેલા કર્મોની નિર્જરાતો થવાની જ છે. પણ અકામ નિર્જરાથી નવા કર્મોનો બંધ થાય છે અને જો ઇચ્છાપૂર્વક- સહનશીલતા પૂર્વક સહન કરવાની દૃષ્ટિએ સહન કરવામાં આવે તો ઉદયમાં આવેલા કર્મો થી નવા કર્મોનો બંધ ન થાય, ઉદયમાં આવેલા પણ વિફળ બનાવીશ કાય અને સત્તામાં રહેલા કર્મોમાં પણ ઉથલપાથલ મચી જાય .જેમ કે કોઇનું સંક્રમણ, કોઇનું અપવર્તન, કોઇ શુભપ્રકૃત્તિ હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org