Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ધર્મ ધ્યાન પ્રાણ છે. તે ધર્મધ્યાન ને ખેંચી લાવે છે. ટકાવે છે અને વધારે પણ છે. આવી સંવરના ઉપાય રૂપ અનુપ્રેક્ષા ના બાર ભેદો અહીં કહ્યા છે. [૧]અનિત્ય-અનુપ્રેક્ષાઃ
કોઇપણ મળેલી વસ્તુનો વિયોગ થવાથી દુઃખ ન થાય, તે માટે તેવી વસ્તુમાત્રમાંથી આસકિત ઘટાડવી આવશ્યક છે. અને એ ઘટાડવા જ શરીર, ઘરબાર આદિ વસ્તુઓ તેમજ તેમના સંબંધો એ બધું નિત્ય-સ્થિર નથી એવું ચિંતન કરવું તે અનિત્યાનુપ્રેક્ષા.
ૐ કુંટુંબ,કંચન,કામિની,કીર્તિ,કામ,કાયા વગેરે પદાર્થોની અનિત્ય તાનું ચિંતન કરવું એ અનિત્ય ભાવના છે સંસારમાં જયાં સંયોગ છે ત્યાં અવશ્ય વિયોગ છે. આથી સર્વ પ્રકારના સંયોગ અનિત્ય છે.
૪૦
-આવિચારણાથી બાહ્ય પદાર્થોઉપર મમત્વભાવ થતો નથી આથી તે પદાર્થોનો વિયોગ થતાં દુઃખનો અનુભવ થતો નથી.
જીવને કર્મસંયોગ પ્રાપ્ત શરીર,ધન,કુંટુંબ-પરિવારાદિ સર્વ કર્મ સંયોગી-અનિત્ય [-નાશવંત] જાણીને તેના પ્રત્યેનો મમત્વભાવ દૂર કરવાનો પ્રયત્ન કરવો તે અનિત્યનુપ્રેક્ષા. લક્ષ્મી,કુટુમ્બ,યૌવન,શરીર,દૃશ્ય પદાર્થો એ સર્વે વિજળી સરખા ચપલવિનાશવંત છે, આજ છે અને કાલે નથી એ રીતે વસ્તુની અસ્થિરતા ચિંતવવી તે.
શરીર,શય્યા,આસન,,વસ્ત્ર આદિ બાહ્ય અને અભ્યન્તર દ્રવ્ય તથા અન્ય સમસ્ત સંયોગમાત્ર અનિત્ય છે. એવું વારંવાર ચિન્તવન કરવું તે અનિત્યાનુપ્રેક્ષા.
-સંવરના અભિલાષીઓએ સંયોગ માત્રના વિષયમાં આપ્રકારે અનિત્યતાનું ચિત્તવન અવશ્ય કરવું જોઇએ કેમકે આ પ્રકારના વારંવર ચિંતવન થી તદ્ વિષયભૂત દ્રવ્યોમાં અથવા સંયોગ માત્રમાં આસકિત થતી નથી અને તેના વિયોગમાં તજ્જન્ય દુઃખ પણ થતું નથી આ રીતે સંવરની વૃધ્ધિ થાય છે.
શરીર અને ઇન્દ્રિયનાં વિષયો વગેરે બધાં પદાર્થ,ઇન્દ્ર ધનુષ અને દુષ્ટજનની મૈત્રી વગેરેની માફક અનિત્ય છે. પણ જીવ અજ્ઞાનતાથી તેને નિત્ય સમજે છે.
સંસારમાં જીવનું પોતાનું સ્વરૂપ,જ્ઞાન-દર્શનાદિગુણોને છોડીને કોઇ વસ્તુ નિત્ય નથી તેવી વિચારણા એ અનિત્યાનુપ્રેક્ષા છે.
[૨]અશરણ-અનુપ્રેક્ષાઃ
ૐ માત્ર શુધ્ધ ધર્મને જ જીવનના શરણ તરીકે સ્વીકારવા માટે તે સિવાયની બીજી વસ્તુઓમાંથી મમત્વ ખસેડવું આવશ્યક છે, તે ખસેડવા માટે જે એમ ચિંતવવું કે જેમ સિંહના પંજામાં પડેલ હરણને કોઇ શરણ નથી તેમ આધિ-વ્યાધિ અને ઉપાધિ ગ્રસ્ત એવો હું હંમેશાને માટે અશરણ છું તે અશરણાનુપ્રેક્ષા.
સંસારમાં પોતાનું શરણ રક્ષણ કરનાર કોઇ નથી, એનું ચિંતન એ અશરણ ભાવના છે. રોગાદિનું દુઃખ કે અન્ય કોઇ આપત્તિ આવી પડતાં ભૌતિક કોઇ સાધનો કે સ્નેહિ.સંબંધિઓ વગેરે આ જીવને એ દુઃખ કે આપત્તિ થી બચાવવા સમર્થ બનતા નથી. આ સમયે દેવ-ગુરુ-ધર્મ જ રક્ષણ કરે છે- સાંત્વન આપે છે. આથી આ દેવ ગુરુ-ધર્મ
સિવાય કોઇ જ શરણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org