Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અર્થ લેવાથી સંસારી જીવો અને સિધ્ધ આત્મા ઓ બંનેમાં ઘટી શકે છે.
– સૂત્રકારે ગીવા: એવું બહુવચન મુકેલ છે. તેથી જીવો ઘણા છે તેવું સૂચવે છે. તેમજ પ્રત્યેક જીવ એ સ્વતંત્ર દ્રવ્ય છે અને તે દરેકે દરેક જીવ પોતાના ગુણ-પર્યાયને પ્રાપ્ત કરે છે.
– ૨ અવયવ થકી ગીવ પણ દ્રવ્ય છે તેવો સમુચ્ચયાર્થ લેવો
જ વિશેષ - જૈન દૃષ્ટિએ જગત પરિવર્તનશીલ હોવા ઉપરાંત અનાદિ નિધન છે તે વાતની પ્રતિતી આ પાંચ મૂળ દ્રવ્યો થકી થાય છે.
આ સૂત્ર થી આરંભી હવે પછીના કેટલાંક સૂત્રો આ પાંચ દ્રવ્યોના સાધર્મ-વૈધર્મને જણાવે છે:- સાધર્મ-સમાનધર્મ કે સમાનતા. વૈધર્મ્સ-વિરુધ્ધ ધર્મક અસમાનતા
જેમ કે - આ સૂત્રમાં જે દ્રવ્યત્વનું વિધાન છે તે ધર્માસ્તિકાય આદિ પાંચ પદાર્થોનું દ્રવ્ય સ્વરૂપે સાધર્મ છે, તે જણાવે છે. અર્થાત્ તેમાં જો વૈધર્મ હોય તો તે ગુણ અથવા પર્યાય નું જ હોઈ શકે. કેમ કે ગુણ કે પર્યાય એ સ્વયં દ્રવ્ય નથી. સ્વયં દ્રવ્યોનો સૂત્રકારે પાંચ જ કહ્યા છે.
# અહીં સૂત્રકાર પૂર્વ સૂત્રની અનુવૃત્તિ કરે છે. પૂર્વસૂત્રમાં જે ધર્માદિ ચાર જણાવ્યા છે તેને સ્વોપજ્ઞ ભાષ્યમાંગસ્તિયં કહ્યા છે અને મૂળ સૂત્રમાં પણ વાય તો કહેલ જ છે
તેથી આ પાંચે દ્રવ્યોમાં ય અને દ્રવ્ય બંને વ્યવહારને જણાવે છે. એ રીતે એ પાંચે અસ્તિકાય પણ છે અને દ્રવ્ય પણ છે તેમ બંને વાત સ્વીકારવી
પાંચે અસ્તિકાયદ્રવ્યોનું જે સૈકાલિકતિ પણું છે તે અહીં દ્રવ્ય થી જણાવેલ છે અર્થાત દ્રવ્યો દવ્ય સ્વરૂપે તો શાશ્વત જ રહેવાના છે
pવ્ય પાંચ કે છ? તત્વાર્થસૂત્રકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા સ્પષ્ટ શબ્દોમાં અહીં વ્યા એવો ઉલ્લેખ કરે છે. તેઓ તત્વાર્થધિગમસૂત્રમાં તો દ્રવ્યોની સંખ્યા પાંચનીજ કહે છે અને
કે સૂત્ર થકી કેટલાંક આચાર્યો કાળને દ્રવ્ય માને છે તે વાતનું સૂચન કરે છે.
જો કે તેઓના રચેલ નવતત્ત્વપૂરણ માંગાથા ૨૧માં ગીવાળવદ્રવ્યમતિ પવૂિમવતિ એવું વિધાન પણ છે જ.
ફકત કાળને દ્રવ્ય માનવું કે ગુણ-પર્યાય? એ મંતવ્ય ભેદને આશ્રીને તેનાદ્રવ્ય પણાને જણાવેલ નથી. બાકી દ્રવ્યનાછભેદકે પાંચ ભેદમણે પરસ્પર વિરોધ કલ્પવાની આવશ્યકતા જણાતી નથી. સૂત્રકારે પણ વાત્ય સૂત્રથી આ બાબત માધ્યસ્થ ભાવ રાખેલ છે પણ છદ્રવ્યની માન્યતાનું ખંડન કરેલ નથી. જો કે સ્વોપજ્ઞ ભાષ્યમાં તો પવૂદ્રવ્ય એવું સ્પષ્ટ કહ્યું જ છે એટલે સૂત્રકારને તત્વાર્થ સૂત્રમાં દ્રવ્યરૂપે ઈષ્ટ નથી.
$ જીવને અસ્તિકાય કેમ કહ્યો? એક તો પૂર્વે કહ્યા મુજબ ગીવ માં પણ સ્કંધ-દેશ અને પ્રદેશ કહ્યા છે તદુપરાંત અહીં અસ્તિwાય ના નિકટ સાહચર્યથી પણ જીવમાં ગતિશય પણાનું પરોક્ષ સૂચન સૂત્રકાર કરી જાય છે.
દ્રવ્ય શબ્દમાંબહુવચન ધર્મમાં નાસામાનાધિકરણ્યને માટે આપેલ છે. જો કેદ્રવ્ય શબ્દ નિત્ય નપુંસકલિંગી હોવાથી અહીં પુલિંગ પ્રયોગ ન કરતા નપુંસકલિંગ પ્રયોગે બહુવચન જ કરેલ છે. પણ લિંગ ભેદ હોવા છતાં તેનો સંબંધ તો થયÍરાત્ર: સાથે જ છે.
છે અહીં પાંચ દ્રવ્ય જે કહ્યા છે તેના દ્વારા એક મહત્વની વસ્તુ સૂત્રકાર મહર્ષિ પ્રતિપાદીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org