________________
સભાગ-ભાષાંતર
શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ:
શ્રી તત્ત્વાર્થ સૂત્ર – સભાષ્ય ભાષાંતર.
થો અધ્યાય: - પ્રથમ અધ્યાય
सूत्रम्- सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥१-१॥ અર્થ- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચ્ચારિત્ર આ ત્રણે મળી મોક્ષમાર્ગ થાય છે.
भाष्यम्- सम्यग्दर्शनंसम्यग्ज्ञानंसम्यक्वारित्रमित्येष त्रिविधो मोक्षमार्गः, तंपुरस्ताल्लक्षणतो विधानतश्च विस्तरेणोपदेक्ष्यामः । शास्त्रानुपूर्वीविन्यासार्थं तूद्देशमात्रमिदमुच्यते । एतानि च समस्तानि मोक्षसाधनानि, एकतराभावेऽप्यसाधनानीत्यतस्रयाणां ग्रहणम् । एषां च पूर्वलाभे भजनीयमुत्तरं, उत्तरलाभे तु नियतः पूर्वलाभः । तत्र सम्यगिति प्रशंसाओं निपातः, समञ्चतेर्वा भावः । दर्शनमिति दृशेरव्यभिचारिणी सर्वेन्द्रियानिन्द्रियार्थप्राप्तिः, एतत्सम्यग्दर्शनं, । प्रशस्तं दर्शनं सम्यग्दर्शनं, संगतं वा दर्शनं सम्यग्दर्शनम् । एवं ज्ञानचारित्रयोरपि ॥१॥ અર્થ- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્યારિત્ર આ પ્રમાણે-આ ત્રણ પ્રકારે મોક્ષ માર્ગ છે. તેને આગળ લક્ષણપૂર્વક અને પ્રકારપૂર્વક વિસ્તારથી કહીશું. શાસ્ત્રના ક્રમને ગોઠવવા માટે માત્ર ઉદ્દેશ જ અહીં કહ્યો છે. આ બધા ય (ત્રણેય) મોક્ષમાર્ગના સાધન છે. આમાંના કોઈ એકનો પણ અભાવ હોય તો તે સાધન થતું નથી. જેથી ત્રણત્રણને સાધન માનવા. આ ત્રણેમાં પૂર્વ પૂર્વનું (સાધન) હોય તો ઉત્તર ઉત્તરનું સાધન હોય પણ ખરું અને ન પણ હોય. પરન્તુ ઉત્તર (પછી) નું સાધન હોય તો પૂર્વનું સાધન હોય જ. (જેમકે, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન હોય તો સમ્યગ્યારિત્ર હોય પણ ખરું અને ન પણ હોય. પરંતુ સમ્યચ્ચારિત્ર હોય તો સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોય જ.) સમ્યગુ શબ્દ અહીં પ્રશંસા અર્થમાં નિપાત છે. અથવા સમ્+ગષ્યતિ ઉપરથી બનેલ છે. ટનનું શબ્દ દશધાતુથી ભાવ અર્થમાં મન પ્રત્યય થયો છે. સર્વ ઈન્દ્રિયો અને અનિન્દ્રિય (મન) થી પદાર્થનો વ્યભિચાર વિનાનો બોધ છે-તે સમ્યગ્દર્શન. પ્રશસ્ત દર્શન તે સમ્યગ્દર્શન છે. અથવા સંગત દર્શન તે સમ્યગદર્શન છે. (સંગત એટલે બંધબેતુ, શુદ્ધ સંકલના પૂર્વક-યોગ્ય) એ રીતે જ્ઞાન અને ચારિત્ર સાથેના સમ્યગુ શબ્દનો પણ અર્થ કરવો. (પ્રશસ્તજ્ઞાન અથવા સંગતજ્ઞાન તે સમ્યજ્ઞાન, અને પ્રશસ્તચારિત્ર અથવા સંગતચારિત્ર તે સમ્યચ્ચારિત્ર) III
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org