________________
સૂત-૫૧
સભાગ-ભાષાંતર
અપવર્તન એટલે જલદીથી-અંતર્મુહૂર્ત સુધી આયુષ્ય કર્મનું ફળ ભોગવાઈ જવું તે. ઉપદ્મ એ અપવર્તનનું નિમિત્ત (કારણ) છે.
भाष्यर्थ- अत्राह- यद्यपवर्तते कर्म तस्मात्कृतनाशः प्रसज्यते यस्मान वेद्यते, अथास्त्यायुष्कं कर्म म्रियते च, तस्मादकृताभ्यागमः प्रसज्यते, येन सत्यायुष्के म्रियते ततश्चायुष्कस्य कर्मण: आफल्यं प्रसज्यते, अनिष्टं चैतत्, एकभवस्थिति चायुष्कं कर्म न जात्यन्तरानुबन्धि, तस्मान्नापवर्तनमायुषोऽस्तीति, अत्रोच्यते। . અર્થ- અહીં (શંકાકાર) પ્રશ્ન કરે છે કે જે આયુષ્યકર્મનું અપવર્તન થાય છે તો કરેલા કમોં (યથાયોગ્ય ફળના ઉપભોગ વિના) નાશ થવાનો પ્રસંગ બને છે. કારણકે (તે) આયુષ્યકર્મ ભોગવાતું નથી. હવે જો એમ કહો કે આયુષ્યકર્મ બાકી છે અને મૃત્યુ પામે છે) તો આયુષ્યકર્મ હોતે છતે મૃત્યુ થાય છે. એટલે કે જે નથી કર્યું તેનું આવાગમન થાય છે. જેથી તે આયુષ્ય મરણ થાય છે. તેથી આયુષ્યકર્મની નિષ્ફળતાનો પ્રસંગ બને છે. તે અનિષ્ટ (અયોગ્ય) છે. અથવા એક ભવની સ્થિતિવાળું આયુષ્ય કર્મ બીજા ભવમાં આવી શકતું નથી. તેથી અપવર્તન થાય તે સંભવતું નથી. (ઉત્તરકાર) અહીં કહેવાય છે.
भाष्यम्- कृतनाशाकृताभ्यागमाफल्यानि कर्मणो न विद्यन्ते, नाप्यायुष्कस्य जात्यन्तरानुबन्धः, किन्तु यथोक्तैरुपक्रमैरभिहतस्य सर्वसंदोहेनोदयप्राप्तमायुष्कं कर्म शीघ्रं पच्यते तदपवर्तनमित्युच्यते, संहतशुष्कतृणराशिदहनवत्, यथा हि संहतस्य शुष्कस्यापि तृणराशेरवयवशः क्रमेण दह्यमानस्य चिरेण दाहो भवति, तस्यैव शिथिलप्रकीर्णोपचितस्य सर्वतो युगपदादीपितस्य पवनोपक्रमाभिहतस्यार्थस्याशु दाहो भवति तद्वत्। અર્થ- (જે ભાઈ !) કૃતનાશ કે અકૃતનું આવગમન કે કર્મની નિષ્ફળતા નથી થતી, આયુષ્યનો બંધ બીજા ભવ સુધી ચાલતો પણ નથી.' પરંતુ, જે કહેલા ઉપક્રમો વડે હણાયેલો એટલે સર્વ સમુહ વડે ઉદયપ્રાસ આયુષ્યકર્મને જલદી ભોગવી લે છે. તેને “અપવર્તન' એમ કહેવાય છે. આયુષ્યકર્મ જલ્દી નાશ પામે છે તે અપવર્તન એ પ્રમાણે કહેવાય છે. (અર્થાત) ઢગલો કરેલા સૂકા ઘાસના સમુહના દહનની જેમ. જેમ, એકઠા કરેલા સૂકા ઘાસના સમુહના ઢગલાને છૂટું છૂટુ કમસર બાળીએ તો લાંબા કાળે બળી રહે છે. તે જ એકઠા કરેલા સૂકા ઘાસને ઢીલું કરીને બરાબર ગોઠવી ચારે બાજુથી એક સાથે સળગાવવામાં આવે અને પવનના ઝપાટા હોય તો તે ઘાસ જલ્દીથી બળી જાય છે. તેમ.
૧. આયુષ્ય કર્મને પૂજ્યપાદ સાગરજી મ. જે રાંધેલા દાળભાતની ઉપમા આપી છે. જેમ રાંધેલા દાળભાત જે દિવસે રાંધ્યા હોય તે જ દિવસે પૂરા કરવા પડે. તેમ આયુષ્ય પણ જે ભવમાં ઉદયમાં આવ્યું તેજ ભવમાં પૂરું કરવું પડે. જ્યારે બીન કમોં સૂકા નાસ્તા જેવા છે. જેમ સૂકો નાસ્તો જે દિવસે બનાવ્યો હોય તે દિવસે વપરાયો તેટલો ઠીક, અને વધ્યો તો બીજે-ત્રીજે-ચોથે વગેરે દિવસે પણ વપરાય-તે પ્રમાણે બીજા કર્મો આ ભવમાં ભોગવાયા તેટલા ઠીક અને વધ્યાં હોય તો તે પરભવમાં કે તેના પછીનાં વગેરે ભવોમાં ય ભોગવાય. જેમ, શ્રી મહાવીર પ્રભુએ ત્રીજા ભવમાં બાંધેલ નીચગોત્ર કર્મ-ર૭ માં ભવે પણ ભોગવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org