Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ल्यालंकारेण न्यस्तसर्वसावद्ययोगेन कुशसंस्तारफलकादीनामन्यतमं संस्तारमास्तीर्य स्थानं वीरासन
निषद्यानां वाऽन्यतममास्थाय धर्मजागरिकापरेणानुष्ठेयो भवति ।
અર્થ- પૌષધોપવાસ એટલે પૌષધમાં ઉપવાસ પૌષધોપવાસ. પૌષધ, પર્વ એ એકાર્થવાચી છે, તે આઠમ, ચૌદશ, પૂનમ અથવા બીજી કોઈ તિથિનો નિયમ ગ્રહણ કરીને-દૂર કર્યાં છે સ્નાન, ચંદનાદિ ચોપડવું, અત્તરાદિ સુંઘવા, પુષ્પમાળા અલંકારાદિ જેણે એવા તથા સર્વસાવદ્યયોગને જેણે છોડી દીધા છે એવા ચોથભતાદિ ઉપવાસીએ ઘાસનો સંથારો, કાણાવગરની પાટ વગેરેમાંના કોઈપણ જાતનો સંથારો (હાલમાં ઉનનો સંથારો) પાથરીને વીરાસન અગર નિષદ્યાસન, સિંહાસન અથવા બીજી કોઈ યથાશક્તિ આસન કરીને ધર્માગરિકામાં તત્પર રહેવા દ્વારા આ પૌષધ કરવા યોગ્ય છે. તે પૌષધોપવાસ છે. (આજે ચાર પ્રહોર કે આઠ પ્રહોરનો પૌષધોપવાસ થાય છે. તેમાં સામાયિક, પ્રતિક્રમણ, પડિલેહણ, સ્થન્ડિલ, માથું વગેરે ઘણી વિધિ સમ્પ્રદાય પ્રમાણે જાણવી.)
૧૪
=
भाष्यम्- उपभोगपरिभोगव्रतं नामाशनपानखाद्यस्वाद्यगन्धमाल्यादीनामाच्छादनप्रावरणालंकारशयनासनगृहयानवाहनादीनां च बहुसावद्यानां वर्जनम्, अल्पसावद्यानामपि परिमाणकरणमिति । અર્થ- ઉપભોગપરિભોગવ્રત એટલે અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, સુગંધી પદાર્થો, માળા વગેરે (ઓઢવા-પાથરવાના) વસ્રો, દાગીના, પથારી, આસન, ઘર, વહાણ-સ્ટીમર, વાહન (શકટ વગેરે) ઈત્યાદિ બહુસાવદ્ય વસ્તુનો ત્યાગ કરવો અને અલ્પ સાવદ્ય ચીજ-વસ્તુની મર્યાદા નક્કી કરવી. (પંદર કર્માદાનનો ધંધો વર્જન.)
भाष्यम्- अतिथिसंविभागो नाम न्यायागतानां कल्पनीयानामन्नपानादीनां द्रव्याणां देशकाल - श्रद्धासत्कारक्रमोपेतं परयाऽऽत्मानुग्रहबुद्धया संयतेभ्यो दानमिति ॥ १६ ॥ किंचान्यदिति
અધ્યાય – ૭
અર્થ- અતિથિ સંવિભાગ એટલે ન્યાયથી ઉપાર્જન કરેલ એષણીય આહારપાણી આદિ દ્રવ્યોનું દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર ક્રમને ધ્યાનમાં લઈ પ્રકૃષ્ટ એવી આત્માની અનુગ્રહબુદ્ધિથી (આ દાન મારા ઉપકાર માટે છે. એમ વિચાર પૂર્વક) મહાવ્રતી સંયતિને દાન દેવું તે. ।।૧૬।। વળી, અનુવ્રતી બીજું શું પાળે ?
सूत्रम् - मारणान्तिकीं संलेखनां जोषिता ।।७-१७॥ અર્થ- વ્રતી મૃત્યુકાળે સંલેખના કરનાર હોય.
Jain Education International
भाष्यम्- कालसंहननदौर्बल्योपसर्गदोषाद्धर्मावश्यकपरिहाणिं वाऽभितो ज्ञात्वाऽवमौदर्यचतुर्थषष्ठाष्टमभक्तादिभिरात्मानं संलिख्य संयमं प्रतिपद्योत्तमव्रतसंपन्नश्चतुर्विधाहारं प्रत्याख्याय यावज्जीवं भावनानुप्रेक्षापरः स्मृतिसमाधिबहुलो मारणान्तिकीं संलेखनां जोषिता उत्तमार्थस्याराधको भव ॥१७॥ एतानि दिग्व्रतादीनि शीलानि भवन्ति, निःशल्यो व्रतीति वचनादुक्तं भवति - व्रती नियतं
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/96473f88dc5cbf3db99b1d3d4852b01bb30df7d2c4c6481e416b7af7f7a2e251.jpg)
Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306