________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ:
શ્રી તત્ત્વાર્થ સૂત્ર
Jain Education International
दशमो अध्यायः
સભાષ્ય ભાષાંતર.
દશમો અધ્યાય
-
મોક્ષનું સ્વરૂપ જાણવામાટે આ અધ્યાય છે. જીવ, અજીવ, આશ્રવ, બન્ધ, સંવર અને નિર્જરા. આ છ તત્ત્વો જાણ્યા. હવે સાતમું તત્ત્વ મોક્ષ...
ખાસ તો મોક્ષના વાસ્તવિક જ્ઞાન-બોધ માટે જ આદ્ય છ તત્ત્વો જાણવા જરૂરી થઈ પડે છે. એક અપેક્ષાએ એમ પણ કહી શકાય કે મોક્ષ એ કાર્ય છે અને શેષ છ તત્ત્વોની જાણકારી તે કારણ છે. અનાદિકાળથી જીવનું જે પરિભ્રમણ સંસારચક્રમાં થયા કરે છે તે અટકાવવા મોક્ષ તત્ત્વને માન્યા વિના છૂટકો નથી. જે મોક્ષ તત્ત્વને માનતો નથી તે કયારે ય મોક્ષ પામી શકતો નથી. મોક્ષનું સ્વરૂપ શું છે ? તે તો આ અધ્યાયનું અધ્યયન કરશું ત્યારે જ ખબર પડશે. તેનું અધ્યયન એટલે કે જાણકારી. તે પણ મોક્ષ મેળવવા માટે જ છે. અભવિનો આત્મા મોક્ષ તત્ત્વની પ્રરૂપણા કરી શકે છે... અર્થાત્ મોક્ષ તત્ત્વને પરમાત્મ-વાણીથી જાણે છે ખરો, પરંતુ માનતો નથી. એટલે કે ‘મોક્ષ નામનું તત્ત્વ છે' એમ સ્વીકારતો નથી. અર્થાત્ બીજી રીતે કહીએ તો ‘સર્વથા કર્મનો ક્ષય થઈ શકે છે' એમ અભવિનો આત્મા હ્રદયથી કબૂલ કરતો નથી.
અહીં આપણે મોક્ષ તત્ત્વની જાણકારી મોક્ષની પ્રાપ્તિની તમન્ના માટે કરવાની છે. કેમકે અનાદિ કાળથી ભવભ્રમણ કરતા ભયંકર અસહ્ય દુ:ખોને સહેવા પડ્યા છે. એક પણ ભવમાં સંપૂર્ણ સુખ પ્રાપ્ત થયું નથી.
અધ્યાય – ૧૦
અને સાથે એક વાત પણ નિશ્ચિત છે કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સંપૂર્ણ સુખ પ્રાપ્ત થઈ શકશે નહિ. વળી, શરીર પણ કર્મ સાથે જ સમ્બન્ધિત છે. તેથી આ અધ્યાયમાં કર્મ છૂટવાનો ક્રમ વગેરે સુંદર રીતે દર્શાવ્યું છે.
सूत्रम् - मोहक्षयात् ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम् ||१०- १।।
અર્થ– મોહનીય કર્મના ક્ષયથી તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org