________________
૨૪૨
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૯
स्थानानि गत्वा व्युच्छिद्यते, अत ऊर्ध्वमेकमेव स्थानं गत्वा निर्ग्रन्थस्नातको निर्वाणं प्राप्नोतीति, एषां संयमलब्धिरनन्तानन्तगुणा भवतीति ॥४९॥ અર્થ- સ્થાન (અધ્યવસાયસ્થાન, સંયમસ્થાન કે પરિણામસ્થાન એકાઈક છે.) કષાયનિમિત્તક અસંખ્ય સ્થાનો હોય છે. ત્યાં સર્વ જઘન્ય સંયમસ્થાનો પુલાક અને કષાયકુશીલને હોય છે. તે બંને એક સાથે અસંખ્ય સ્થાન પ્રાપ્ત કરે છે. પછી પુલાક અટકી જાય છે. કષાયકુશીલતો એકલો અસંખ્યસ્થાન (ઉપર) જાય છે. ત્યાંથી કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એક સાથે અસંખ્ય સંયમસ્થાન (આગળ) જાય છે. ત્યાર બાદ બકુશ અટકી જાય છે. ત્યાર બાદ અસંખ્ય સ્થાન જઈને પ્રતિસેવનાકુશીલ અટકી જાય છે. ત્યાર બાદ અસંખ્ય સ્થાનો જઈને કષાયકુશીલ અટકી જાય છે. હવે આગળ નિર્ગુન્થ સાધુ અકષાય (કષાય રહિત) સ્થાનોને પામે છે, તે પણ અસંખ્ય સ્થાનો આગળ વધી અટકી જાય છે. અહીંથી આગળ એક જ ઉપરના સ્થાને જઈને સ્નાતક નિર્ચન્થ નિર્વાણ પામે છે. આ પાંચેયની સંયમલબ્ધિ અનન્ત-અનન્ત ગુણી હોય છે. I૪૯ી.
૪ ઉપસંહાર *
* આ અધ્યાયમાં સંવર અને નિર્જરાની વાત કરી છે. * “નવાકને આવતા અટકાવવા અને જૂનાકને નાશ કરવા આ જે પ્રક્રિયા તે અનુક્રમે સંવર
અને નિર્જરા. * જો કે, કોઈપણ બંધાયેલ કર્મ એવું તો છે જ નહિ કે જે આત્મા સાથે અનંતકાળ પર્યન્ત ટકી રહે. દરેક કર્મ વધારેમાં વધારે અસંખ્યકાળની મર્યાદાવાળા જ હોય છે. એટલે કે બંધાયેલ કર્મ અવશ્ય મર્યાદિતકાળમાં નાશ પામવાના જ... અર્થાત્ નિર્જરા થાવની જ.. પરન્તુ આપમેળે (ભોગવી-ભોગવી) એટલે કે બંધાયેલ જે મર્યાદિત કાળવાળું કર્મ તેટલી મર્યાદામાં જ નાશ પામે અર્થાત્ નિર્જરા થાય, તે જે નિર્જરા એવી લાભદાયી નથી કે મોક્ષ અપાવી શકે. કેમ કે, આવી રીતે કર્મ નિર્જરવા જઈએ તો જીવનો મોક્ષ કયારેય થઈ શકે નહિ. સ્કૂલતાથી વિચારતા- ૧૦ વરસના કર્મને સમયે-સમયે નિર્જરતા પ્રાયઃ ૧૦ વર્ષ પૂરા થાય. અને તે ૧૦ વરસ દરમ્યાન બીજા કેટલાય સેંકડો, હજારો, લાખો, ક્રોડા,અબજો વગેરે વરસોનો કર્મજથ્થો આત્મા સાથે એકમેક થઈ જાય. માટે આવી નિર્જરાથી શો લાભ ? પ્રાય: કોઈ જ
નહિ. * પરંતુ આવું જ્ઞાનાવરણીય વગેરે કર્મ જ એકસામટુંનાશ કરી દેવામાં આવે તો જીવ અવશ્ય તેનાથી
છૂટકારો પામી પરમપદ પ્રાપ્ત કરી શકે. માટે આવી નિર્જરા ઉત્તમ છે. તેથી જ તો આ અધ્યાયમાં
એક સામટું કર્મ નાશ કરવાની પ્રક્રિયા દર્શાવી છે. * અને તે છે ત૫. * તપથી અનન્તાનન્તકનો જથ્થો સમયે-સમયે નાશ કરી શકાય છે અને આ રીતે નાશ કરતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org